Abtak Media Google News

રાજકોટ: મન મક્કમ અને હૈયે હામ હોય તો કોઇપણ મુશ્કેલી સામે જીત અવશ્ય મળે છે. જેની સાક્ષી પુરે છે અમદાવાદના રહીશ અને દુરદર્શનમાં નોકરી કરતા જયસુખભાઇ શીયાણી.(ઉ.વ.૫૨) અને તેમના ધર્મપત્ની મુકતાબેન શીયાણી (ઉ.વ.૫૦).

અમદાવાદ ખાતે ઇ.સ. ૧૯૯૯ થી દુરદર્શનમાં ન્યૂઝ રિપોર્ટર તરીકે નોકરી કરતા જયસુખભાઇને તા. ૧૫ એપ્રીલના રોજ સખત તાવ અને ઉધરસ હોવાથી અમદાવદ છારોડી સ્થિત SGVP હોસ્પીટલ ખાતે તપાસાર્થે ગયા હતા. દવા લેતા પણ સારૂ ન થતાં તબીબી સલાહ અનુસાર કોરોનો રીપાર્ટ કરાવતા કોરોના પોઝીટીવ હોવાનું માલુમ પડયું હતું. તા. ૧૫ થી તા. ૧૭ હોમ કવોરન્ટાઇન થયાં પણ ઓકસીજન લેવલ ઘટતું જતાં અને ફેફસામાં ઇન્ફેકશન થતાં અંતે અમદાવાદ સીવીલમાં દાખલ થવા માટે પ્રયત્ન કર્યો પણ જગ્યા ન હોવાથી અડાલજ ત્રીમંદિર તરફથી મળેલ ઓકસીજન કોન્સ્ટ્રેટર મશીનના સહારે જામકંડારણા સુધીની સફર ખેડી ત્યાં દાખલ થયા. પરંતુ છ દિવસ સુધી સારવાર બાદ પણ ઓકસીજન લેવલ અપ ન થતાં અંતે ધોરાજી સ્થીત તબીબની સલાહ લઇને રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે ૨૯મી એપ્રીલના રોજ રાત્રીના સમયે દાખલ થયા હતા. આ સમય દરમિયાન તેમના પત્ની પણ કોરોના સંક્મીત થયા હતા. બન્ને કોરોના સંક્રમીત હોવા છતાં મન મક્કમ કરી હિંમતપુર્વક કોરોનાનો સામનો કર્યો.

આ સંઘર્ષમાં રાજકોટ સીવીલ હોસ્પીટલના ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફનો સક્રિય સહયોગ અને અદ્યતન સારવારને મહત્વપૂર્ણ ગણાવતાં તેઓનો આભાર માનતા જયસુખભાઇ જણાવે છે કે રાજકોટ સીવીલ હોસ્પીટલની સદભાવનાપૂર્ણ સારવાર અને આત્મીય સેવાને કારણે તેઓ કોરોનાને હરાવી હાલ સ્વસ્થ બન્યા છે. શીયાણી દંપતિ જેવા અનેક કોરોનો દર્દીઓની મહામુલી જીંદગી બચાવી રાજકોટ સીવીલ હોસ્પીટલ અને તેના કર્તવ્યનિષ્ઠ સ્ટાફે અનેક દંપતિઓને અખંડીત બનાવવામાં સફળ રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.