Abtak Media Google News

એક લાખ જેટલા જુના વાહનોમાં નંબર પ્લેટ લગાવવાની કામગીરી પુરી

‘સુવાસ’ નામની એમ દ્વારા થતી વાહન ઇન્સ્પેકશનની ઓન લાઇન કામગીરી

 

Advertisement

હાઇ સિકયુરીટી નંબર પ્લેટ વગર દોડતા જુના વાહનોમાં ફરજીયાત નવી નંબર પ્લેટ લગાડવાની મુદત ૩૦ એપ્રીલ સુેધી લંબાવવામાં આવી છે. આ નવા નિયમની અમલવારી પછી વારંવાર મુદત લંબાવવા છતાં અત્યાર સુધીમાં એકાદ લાખથી થોડા જ વધારે વાહનોમાં હાઇ સિકયુરીટી નંબર પ્લેટ લગાડી શકાયઇ છે ત્યારે ૩૦ એપ્રીલ સુધીની મુદત વધારી આપવામાં આવી છે.

અબતક સાથેની ખાસ વાતચીત દરમ્યાન રાજકોટના મુખ્ય આર.ટી.ઓ. અધિકારી જે.વી. શાહે આ અંગે વધુ માહીતી આપતા જણાવ્યું હતું કે કોર્મશીયલ વાહનોમાં હાઇ સિકયુરીટી નંબર પ્લેટની કામગીરી મોટા ભાગે પુરી થઇ ગઇ છે ત્યારે કોર્મશીયલ વાહનોમાં જો હાઇ સિકયુરીટી નંબર પ્લેટ વગરના વાહનો ચેકીંગ દરમ્યાન ઝડપાય તો દંડ વસુલવાની કામગીરી કરવામાં આવે છે પણ ખાનગી વાહનોમાં વારંવાર વધારવામાં આવતી મુદતનાં કારણે ખાનગી વાહનોમાં હજુ દંડનાત્મક કામગીરી શરુ કરવામાં આવી નથી. આમ છતાં ખાનગી વાહનો કે જેમાં દ્વિચક્રીી વાહનોથી લઇને ફોર વ્હિલ સુધીનાને નંબર પ્લેટ તુરંત લગાવી લેવાની ચેતવણી આપીને જવા દેવામાં આવે છે.

બીજી બાબત કોમર્શિયલ વાહનોને લગતી છે કે જેમાં રાત્રીના અકસ્માત નિવારણ હેતુથી અંધારામાં ચમકે એવા રેડીયમની પટ્ટીને લગતા નિયમો બાબત વાહન ધારકોમાં અસમજસની સ્થિતિ ઉભી થયેલી છે. રેટ્રો રીફલકેટર ટેપ અને રીયર માર્કિગ પ્લેટ તરીકે ઓળખાતી આવી રેડીયમની પટ્ટી વાહનો ઉપર ચારે તરફ લગાવવી ફરજીયાત છે. આ અંગે અબતક સાથેની ખાસ વાતચીતમાં રાજકોટ આર.ટી.ઓ. અધિકારી જે.વી. શાહે જણાવ્યું હતું કે એ.આઇ.એસ. ૯૦ (ઓટોમોટીવ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) પ્રમાણેની ઉચ્ચ ગુણવતાવાળી રાત્રીના અંધારામાં લાઇટનું રિફલેકશન કરતી આવી ટેપ માટે કેન્દ્ર સરકારે બે કંપનીને માન્યતા આપેલી છે. જેમાં પહેલી કંપની થ્રી એમ તથા બીજી એવરી કંપની છે. આ ટેપ પ૦૦ મીટર દુરથી પણ લાઇટનું રિફલકેશન પ્રોયર રીતે કરે છે. હાઇવે ઉપર ખાસ કરીને બંધ હાલતમાં ઉભેલા વાહનો પાછળ તેમજ સામેથી આવતા વાહનોની હેડલાઇટથી આંખો અંજાઇ જવાથી થતાં અકસ્માતોમાં ઘટાડો કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ઘુમસ ભર્યા વાતાવરણમાં પણ આ કવોલીટીની ટેપ અસકારક પરિણામ આપે છે.

સુવાસ નામની એમ દ્વારા હાલના તમામ પ્રકારના કોમ. વાહનોનાં રજીસ્ટ્રેશન અને રીન્યુ પ્રકિયાને આવરી લેવામાં આવી હોવાથી પાદદર્શીતા વધી. રેટો રીફલેકટીવ ટેપ તથા રીયર માર્કીગ ટેપ આર.ટી.ઓ. ઓફીસમાંથી લગાવી આપીને તેનું બીલ સુવાસ એપમાં અપલોડ કર્યા પછી જ કાર્યવાહી આગળ વધે છે. જો અગાઉના ઇન્સ્પેકેશન સમયે આપવામાં આવેલું બીલ બાોના ઇન્સ્પેકશન સમયે રજુ કરવામાથી અને તેવા સંજોગોમાં વાહનો ઉપર લાગેલી રીફલેકટર પટ્ટી પ્રોપર હોય તો એના આધારે પણ સુવાસ એપ દ્વારા કાર્યવાહી પુરી કરી શકાય છે. મતલબ બીજા ઇન્સ્પેકશન સમયે ટેપનો ખર્ચો કરવો પડતો નથી.

સ્પીડ ગવર્નર (૬૦ કી.મી. પ્રતિ કલાકની સ્પીડ લીમીટ બાંધી આપતું ઉપકરણ) બાબતે પણ બીલને એપ્લીકેશનમાં અપલોડ કરાવવું ફરજીયાત છે. બસ કે ટ્રક ટેમ્પો, મીન બસ જેવા વાહનોમાં જી.વી. ડબલ્યુ (ગ્રોસ વ્હિકલ વેઇટ) એટલે કે આર.ટી.ઓ. માન્ય વાહનનું કુલ ક્ષમતા સાથે ભરેલું વજન જો ૩૫૦૦ કિલોથી વધુ હોય તો સ્પિડ ગવર્નર લગાવવું ફરજીયા છે. મોટર વ્હિકલ કલમ હેઠળ કલમ ૧૯૨ હેઠળ એચ.એસ.આર.પી. હાઇ સિકયુરીટી નંબર પ્લેટ સુપ્રીમના આદેશ પ્રમાણે લગાવવી ફરજીયાત છે. અને કલમ ૧૯૨ હેઠળ દંડને પાત્ર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.