Abtak Media Google News

લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત સરકાર ની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. એક તરફ ST નિગમના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા છે, બીજી તરફ રાશન દુકાન ધારકો પણ પોતાને ઓછું કમિશન મળતા હોવાના આક્ષેપો સાથે ગાંધીનગરમાં પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે અને હવે ગુજરાતના શિક્ષકોએ પણ પોતાની પડતર માગણીઓના નિકાલ માટે સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફૂંકી દીધું છે.

આજે ગુજરાતની સરકારી શાળાના તમામ શિક્ષકો માસ CL પર ઉતર્યા છે, શિક્ષકોની માગણી છે કે, 1997 પછી ફિક્સ પગારના તમામ શિક્ષકોને સળંગ કરવામાં આવે. જો કે આજે અઢી લાખથી કરતાં પણ વધારે શિક્ષકો ગાંધીનગરના ચાણક્ય ભવનથી એક રેલી યોજીને વિધાનસભાનો ઘેરાવ કરવાના હતા પરંતુ આ મામલે પોલીસની પરમિશન ન મળતા આજે સવારે ચાણક્ય ભવન ખાતેથી પોલીસ દ્વારા 700થી વધુ શિક્ષકો ની અટકાયત કરી લેવામાં આવી છે ત્યારે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓએ થી પણ સ્થાનિક પોલીસ દ્વારા શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.