Abtak Media Google News

મોટા ગ્રહોના રાશિ પરિવર્તન પેહેલા જ એની અસર દેખાવાની શરુ થાય છે એ મુજબ ગુરુ રાહુના મિલન પહેલા જ ચાંડાલયોગની અસર વિવિધ ક્ષેત્રમાં દેખાવા લાગી છે ગુરુ એ ધર્મ છે અને રાહુ વિદેશ છે માટે વિદેશમાં આપણા ધર્મનો સવિશેષ પ્રચાર પણ થવા પામશે વળી આપણી વૈદિક સંસ્કૃતિ વધુને વધુ લોકો અપનાવતા જોવા મળશે જો કે આ સમયમાં ઘણા લોકોના મુખ પરથી ધાર્મિકતાનો દંભ ઉતરતો પણ જોવા મળશે.

ચાંડાળયોગ અલગ પ્રકૃતિના લોકોને અલગ તારવતો પણ જોવા મળશે. આ સમય ઘણા સત્યોને સામે લાવતો જોવા મળશે જો કે કળિયુગની અસર તળે ઘણી વાર સારા લોકો સાઈડ થતા જોવા મળે અને જૂઠની બોલબાલા વધતી જોવા મળે પરંતુ આપણા શાસ્ત્રોના કથન મુજબ અંતે સત્ય નો વિજય થાય છે એમ સત્યનો માર્ગ લેનારના જન્મો જન્મ શુદ્ધ થતા જાય છે અને તેમનો વિજય થાય છે આજે હનુમાન જયંતિ પર રામદૂત હનુમાનજી મહારાજને સર્વનું કલ્યાણ કરવાની પ્રાર્થનાસહ….

વિવિધ વ્યાપારિક એકમોની સાઈટ સાથે ચેડાં થયા છે અને ફ્રોડ થવા પામ્યો છે આગામી સમયમાં સાયબર ફ્રોડ થી વિશેષ સાવધાન રહેવાની જરૂર પડશે તો બીજી તરફ અમેરિકાની મુશ્કેલીઓ વધી રહી છે અને ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી છે જે વિષે અત્રે લખી ચુક્યો છું.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.