Abtak Media Google News

80 હજારથી વધુ પાટીદાર મતદારો: 302 બૂથ ઉપર થશે મતદાન

 

અમરેલી વડીયા સીટ પર મતદાન આડે 48 કલાક બાકી છે ત્યારે વહિવટી તંત્રએ મતદાનની તૈયારી પુર્ણ કરી લીધી છે. પાટીદારોની 80 હજારથી વધુ વસતિ ધરાવતા આ વિસ્તારમા કુલ 2,83,739 મતદારો છે. આમ અહી સતાની કમાન કોને સોંપવી તે નક્કી કરવામા પાટીદારોની મહત્વની ભુમિકા રહેશે. જો કે અહી ત્રણ મુખ્ય પક્ષોએ પાટીદારોને ટીકીટ આપી છે જેથી પાટીદારોના મત ત્રણ ભાગમા વહેંચાશે. આવા સંજોગોમા અન્ય સમાજમાથી મોટો વોટ શેર કોણ પડાવે છે તે પણ એટલુ જ મહત્વનુ રહેશે.

અમરેલી વિધાનસભા સીટમા કુલ 301 બુથ છે જે જુદાજુદા 175 સ્થળો પર ઉભા કરવામા આવશે. આ 301 બુથમાથી 7 સખી બુથ છે.

જેમા 1 મોડેલ મતદાન મથક, 1 ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, 1 યુવા સંચાલિત મતદાન મથક તથા 1 વિકલાંગ સંચાલિત મતદાન મથક છે. 301 બુથ પૈકી 206 બુથ અમરેલી તાલુકાના છે. જયારે 95 બુથ વડીયા તાલુકાના છે.
આ સીટ પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણ મુખ્ય પક્ષોના ઉમેદવાર ઉપરાંત વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર પણ ઉભા છે અને એક અપક્ષ ઉમેદવાર પણ મેદાનમા છે. ત્યારે આવતીકાલે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતેથી મતદાન મથકના કર્મચારીઓને રવાના કરાશે અને આ જ સ્થળે મતદાન પુર્ણ થયા બાદ ઇવીએમ પહોંચાડાશે અને 8મી ડિસેમ્બરે આ જ સ્થળે મતગણતરી પણ કરવામા આવશે.

સીટ પર મતદારોની સંખ્યા
પુરૂષ મતદારો 1,45,810
સ્ત્રી મતદારો 1,37,925
અન્ય મતદારો 4
કુલ મતદારો 2,83,739 મળી આવતી કાલે ઉમેદવારોનું ભાવિ ઘડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.