Abtak Media Google News

જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે 1438 પ્રિસાઇડીંગ ઓફિસર, 1438 પોલિંગ ઓફિસર-1 અને 396 પોલિંગ ઓફિસર ફરજ પર રહેશે

 

જિલ્લાના પાંચ વિધાનસભા મતક્ષેત્રોમાં કુલ 1347 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 41 જેટલા ખાસ મતદાન મથકો બનાવવામાં આવશે. જેમાં 35-સખી, 5-પીડબલ્યુડી અને 1-યુવા મતદાન મથકોનો સમાવેશ થાય છે.
જૂનાગઢ જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજ તથા જનરલ ઓબ્ઝર્વર સી. સુદર્શન રેડ્ડી અને બુદ્ધેશકુમાર વૈદ્યની ઉપસ્થિતિમાં બીજા રેન્ડમાઇઝેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેના અંતે મતદાન મથક પર ફરજ પરની ટીમ બની ગઇ છે અને જિલ્લાની પાંચેય વિધાનસભા બેકઠમાં બીજી રેન્ડેમાઇઝેશનના અંતે 110 ટકા સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે. એટલે કે, દરેક વિધાનસભા બેઠક વાર 10 ટકા સ્ટાફ રીઝર્વ રહેશે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે 1438 પ્રિસાઇડીંગ ઓફિસર, 1438 પોલિંગ ઓફિસર-1 અને 396 પોલિંગ ઓફિસર ફરજ પર રહેશે.

ઉલ્લેખનીય છે કે, ચૂટણી પ્રકિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે માનવીય હસ્તેક્ષેપ વિના કોમ્પયુટર-સોફ્ટવેરના આધારે અધિકારી-કર્મચારીઓને ફરજની ફાળવણી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.