Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત સામે ક્યારે ય મેદાનમાં જીતી શકવાની સમર્થતા ન ધરાવતા દેશના દુશ્મનો લાંબા સમયથી ભારત સાથે પ્રોકસી યુદ્ધ કરી રહ્યા છે અને દર વખતે દરેક પ્રયાસોમાં નીસફલ નિવડે છે આજે 26 નવેમ્બર નો દિવસ દેશના દુશ્મનોની આવી જ એક નિષ્ફળ કોશિશ નો દિવસ બની રહ્યો છે 26 નવેમ્બર 2018 ના રોજ થયેલા મુંબઈ હુમલાને આજે 15વર્ષ પૂરા થયા છે 160લોકોના ભોગ અને 300 લોકોને ઘાયલ કરનાર આ હુમલો ભારતમાં કમ નસીબ દિવસ તરીકે હંમેશા યાદ રહેશે કરાંચી થી સમુદ્રી રસ્તે મુંબઈ આવીને દસ આતંકીઓએ જે મોતનો ખેલ કર્યો હતો તે દેશના દુશ્મનો માટે પણ બરાબર સબક શીખવનારો બન્યો હતો અને આ હુમલાથી જ પાકિસ્તાનની હરકતો સમગ્ર વિશ્વમાં બે નકાબ થઈ ગઈ હતી   અને વિશ્વમાં આંતકવાદીઓનો ચહેરો ખુલ્લો પડી ગયો હતો. 26 નવેમ્બર 2008ના દિવસે મુંબઈનું જનજીવન ધબકતું હતું સાંજે લોકો ખરીદીમાં વ્યસ્ત હતા ત્યારે એકાએક મુંબઈના રસ્તા ઉપર ચીઠી આવ્યો સંભળાવવા લાગી અને આડેધડ ગોરી બાળ થવા લાગ્યા પાકિસ્તાનથી કચ્છ થઈને માંગરોળ થી મુંબઈના દરિયાઈ રસ્તે આવેલા દસ આંતકવાદીઓએ મુંબઈમાં અનેક પ્રખ્યાત સ્થળોએ ગોળીબાર કરવાના કાવતરાને અંજામ આપી દીધું

Screenshot 2 31

શિવાજી રેલવે ટર્મિનલ પલ્સ કાફે થી લઈ હોટલતાજ સુધી આ હુમલો પહોંચ્યો હતો.  તાજ હોટલ અને નારીમાંન હાઉસ પર આંતકી ગોળીઓ વરસાવીને 160 લોકોના ભોગ લીધા હતા. 10કલાક સતત અથડામણ માં નવ આંતકવાદીઓને ઠાર મારીને અજમલ કસાબ નામના પાકિસ્તાની આતંકવાદીને જીવતો પકડી લીધો હતો અને તપાસમાં આ કાવતરું પાકિસ્તાનનું હોવાનું ખુલ્યું હતું અને આંતકવાદી ને તેના કરતુંતો સજા મળી ગઈ હતી 26/11 નો હુમલો દેશ માટે કાયમ અપશુકન દિવસ તરીકે યાદ રહેશે પરંતુ આ હુમલા બાદ સુરક્ષા દળો અને ભારતીય રાજદ્વારી પ્રયાસોથી પાકિસ્તાનના વૈશ્વિક આંતકવાદ ના મુખવટો ખુલ્લો પડી ગયો હતો.. ટેલર ફોનનીગ અને અશાંતિ માટે પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાંથી ભૂતકાળ મળી અને ક્યારેય ન પુરી શકાય તેવી રાજદ્વારા ખરાબ છાપ ની કાળક પાકિસ્તાનના મોઢે લિપાઈ ગઈ.

 

આજે મુંબઈ હુમલાની 14મી વરસી છે. આજના દિવસે જ સરહદ પારથી આવેલા કેટલાક આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોતનું એવું તાંડવ કર્યું હતું કે જે કોઈ ભારતીય કદી ભૂલી નહીં શકે. 26 નવેમ્બર. 2008ના રોજ આખો દેશ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાથી ચોંકી ઉઠ્યો હતો.

26 નવેમ્બર, 2008ની સાંજે મુંબઈ શહેરનો એક વિસ્તાર અચાનક જ ગોળીઓના અવાજથી ધણધણી ઉઠ્યો હતો. કોઈને બિલકુલ અંદાજો નહોતો કે, આ ગોળીઓ સરહદ પારથી આવેલા આતંકવાદીઓ ચલાવી રહ્યા છે. હકીકતે મુંબઈ હુમલાની શરૂઆત લિયોપોલ્ડ કેફે અને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી) ખાતેથી થઈ હતી. બાદમાં ધીમે ધીમે મુંબઈના અન્ય વિસ્તારોમાંથી ધમાકા અને ગોળીબારના સમાચાર આવવા લાગ્યા હતા. અડધી રાત થતાં સુધીમાં તો મુંબઈ શહેર પર આતંકવાદની ચાદર છવાઈ ગઈ હતી.

મુંબઈના સૌથી વ્યસ્ત એવા છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે આતંકવાદનું તાંડવ શરૂ થયું હતું. 2 આતંકવાદીઓએ ત્યાં પહોંચીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. આ કારણે 58 જેટલા નિર્દોષ મુસાફરો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. તે સિવાય ગોળી વાગવાના કારણે ભાગદોડમાં પડી જવાના કારણે અનેક મુસાફરો ઘાયલ પણ થયા હતા. અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન નામના આતંકવાદીઓએ તે હુમલાને અંજામ આપ્યો હતો.

તે સિવાય આતંકવાદીઓએ તાજ હોટેલ, હોટેલ ઓબેરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં હુમલો શરૂ કરી દીધો હતો. અડધી રાત થઈ ત્યાં સુધીમાં તો મુંબઈના અનેક વિસ્તારોમાં હુમલા થવા લાગ્યા હતા. શહેરમાં4 સ્થળોએ અથડામણ થઈ રહી હતી. પોલીસ ઉપરાંત અર્ધસૈનિક દળ પણ મેદાનમાં ઉતર્યા હતા. એકસાથે આટલી જગ્યાઓએ હુમલાના કારણે સૌ ચોંકી ઉઠ્યા હતા. આ કારણે આતંકવાદીઓની સંખ્યાનો અંદાજો મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો. 26 નવેમ્બરની રાતે આતંકવાદીઓ તાજ હોટેલ તરફ વળ્યા હતા અને અનેક મહેમાનોને બંધક બનાવી લીધા હતા જેમાં 7વિદેશી નાગરિકો પણ સામેલ હતા. તાજ હોટેલના હેરિટેજ વિંગમાં આગ લગાવી દીધી હતી. 27 નવેમ્બરની સવારે એનએસજીના કમાન્ડો આતંકવાદીઓનો સામનો કરવા માટે પહોંચી ચુક્યા હતા. સૌથી પહેલા હોટેલ ઓબેરોયમાં બંધકોને મુક્ત કરાવાયા હતા અને 28 નવેમ્બરના રોજ બપોરના સમયે ઓપરેશન પૂરૂ થયું હતું. તે દિવસે સાંજે નરીમાન હાઉસના આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. જોકે હોટેલ તાજના ઓપરેશનને અંજામ સુધી પહોંચવામાં 29નવેમ્બરની સવાર સુધીનો સમય લાગી ગયો હતો. મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં લોહીની હોળી રમનારો આતંકવાદી અજમલ કસાબ અથડામણ બાદ તાડદેવ વિસ્તારમાંથી જીવતો પકડાયો હતો. તે ગંભીર રીતે ઘાયલ હતો. બાદમાં તેણે પાકિસ્તાનની આતંકવાદી ષડયંત્રની પોલ ખોલીને મુકી દીધી હતી. તેણે પોતાના મૃત સાથીઓના નામનો પણ ખુલાસો કર્યો હતો. બાદમાં તેના પર કેસ ચાલ્યો હતો અને તેને સજા-એ-મોત મળી હતી.

  • 160 ની શહાદત લેખે લાગી દુનિયામાં આતંકવાદ સામે નફરતની જવાળા જાગી…!!
  • પાકિસ્તાનની સીધી સંડોવણીઅને આંતકીને જીવતો પકડી ફાસીએ લટકાવી શહીદોને સાચી અંજલી અને “નાપાક હરકત” વિશ્વમાં ઉઘાડી પાડવા નિમિત બનેલા 26/11 ના હુમલાને ઇતિહાસ ક્યારેય નહીં ભૂલે..

26/11 ના દિવસે પાકિસ્તાનના 10 આંતકવાદીઓએ મુંબઈ પર કરેલા હુમલા ની એક એક ઘટના પાછળ અનેક હકીકતો છુપાય છે જેમાં ટીશર્ટ અને હાથમાં એકે 47 લઈને અંધાધુંધ ગોળીબાર કરી રહેલા આતંકી કસાબની તસ્વીર પાછળ પણ એક ફોટોગ્રાફર ની કર્તવ્ય નિષ્ઠા છુપાયેલી છે એ દિવસે મુંબઈ મીરર ના ફોટો એડિટર સબસ્ટી ડિસોઝા નોકરીના છેલ્લા દિવસની કલાકો પૂરી કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર ના સમાચાર મળતા તાત્કાલિક ફિલ્ડ રિપોર્ટિંગ માટે દોડી ગયા અને રેલવે સ્ટેશન પર ચાલુ ગોળીબારમાં જે તરફ ગોળી ના અવાજ આવતા હતા ત્યાં દોટ લગાવી અને ફાયરિંગ કરી રહેલા કસાબની તસ્વીર ઝડપી લીધી આ તસ્વીર કોર્ટમાં મુખ્ય પુરાવા તરીકે કામ આવી અને વર્લ્ડ પ્રેસ ફોટોકનસ્ટેટ માં સામેલ કરાય…. પોતાના પ્રતિભાવમાં ફોટોગ્રાફર જણાવ્યું હતું કે તસ્વીર લીધી ત્યારે શું થવાનું છે તેની કોઈ કલ્પના કરી શકે તેવી સ્થિતિ ન હતી..

  • ફાંસી પર લટકતા પહેલા આતંકી કસાબે કહ્યા હતા આ ચાર શબ્દો

26/11 મુંબઈ હુમલો : ફાંસી પર લટકતા પહેલા આતંકી કસાબે કહ્યા હતા આ ચાર શબ્દો  મુંબઈ આતંકી હુમલા  નો પકડાયેલો એકમાત્ર જીવિત આરોપી અજમલ કસાબ ને 21 મે, 12ના રોજ પૂણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. 26 નવેમ્બર, 08નો એ દિવસ આજે પણ યાદ કરાય છે તો દરેક દેશવાસીના રુંવાડા ઉભા થઈ જાય છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મુંબઈ પર દસ આતંકીઓ તૂટી પડ્યા હતા અને ખૂની ખેલ ખેલ્યો હતો. સુરક્ષા કમાન્ડરોએ 9 આતંકીઓને માર્યા હતા, જેમાં માત્ર અજમલ કસાબને જીવતો પકડવામાં સફળતા મળી હતી. હુમલામાં કુલ 166 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. અજમલ કબાસને જ્યારે ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે ફાંસી પર લટકતા પહેલા કસાબે કહ્યું હતું કે, અલ્લાહ કસમ ઐસી ભૂલ દોબારા નહિ હોગી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.