Abtak Media Google News

દિલ્હીમાં સોનિયા ગાંધી સાથે બેઠકમાં નિર્ણય લેવાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસની વર્કીગ કમિટીની બેઠક શુક્રવારે મળશે. આ બેઠકમાં બાકીની ૮૨ બેઠકો માટેના ઉમેદવારો નક્કી થયા છે તેની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ અપાય તેવી શક્યતા છે. જોકે કોંગ્રેસ હજુ યાદી કયારે જાહેર કરશે તે પણ પ્રશ્ન છે.

કોંગ્રેસ દ્વારા ૧૦૦ બેઠકો પર ઉમેદવારો નક્કી થયા પછી હજુ બાકીની ૮૨ બેઠકો પર ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં બેઠકોનો દોર હાથ ધરાયો છે તેમ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસનાં અંતરંગ સુત્રોના કહ્યા પ્રમાણે સ્ક્રીનીંગ કમિટી દ્વારા મોકલેલા અહેવાલના આધારે જનરલ ઇલેકશન કમિટીએ બાકીની ૮૨ બેઠકો પર ઉમેદવારો નક્કી કરીને પેનલ તૈયાર કરી છે. આ પેનલમાં પસંદ કરાયેલા ઉમેદવારો પાછળના કારણો, તેની સ્થિતિ સહિતના મુદ્દાઓ રજૂ કરીને તેને જનરલ ઇલેકશન કમિટી વર્કીગ કમિટીને અહેવાલ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.