Abtak Media Google News

સંત શ્રી લાલબાપાની ૭૭મી પૂણ્યતિથિ નિમિત્તે નવ યુગલ પ્રભુતામાં પગલા પાડશે: મુખ્ય મહેમાન તરીકે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાજરી આપશે

રાજકોટ મોચી સમાજના આગેવાન અને સેવાકીય પ્રવૃત્તિમાં બહોળુ નામ ધરાવતા રાજુભાઈ જેઠવા (બાબરવાળા)ની આગેવાની હેઠળ સંત લાલબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ ટ્રસ્ટ રાજકોટ દ્વારા રવિવારે સંત લાલબાપાની ૭૭મી પૂણ્યતિથિ નિમિતે નવ યુગલો પ્રભુતામાં પગલા પાડશે સંત લાલબાપાની પૂણ્યતિથિ નિમિતે મહારકતદાન કેમ્પ, મહાઆરતી અને સમૂહ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

તા.૭ને શનિવારે લાલબાપા મોચી જ્ઞાતિ યુવક મંડળ દ્વારા ફનવર્લ્ડની બાજુમાં રેસકોર્સ ગ્રાઉન્ડ, ઓપન થીયેટર પાસે લાલબાપાની ૭૭મી પૂણ્યતિથિનો મહોત્સવ ઉજવવામાં આવશે તેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દીપ પ્રાગટય કરશે તેમજ રાજુભાઈ જેઠવા (બાબરાવાળા) જનક્ષત્રીય મોચી સમાજ એકતા રાજકોટ શહેર અને લાલબાપા મોચી જ્ઞાતી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમની ‚પરેખા આ પ્રમાણે છે જેમાં સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ જીવનસાથી પસંદગી સંમેલન બપોરે ૨ કલાકે જાન આગમન, ૩ કલાકે સામૈયું, ૪.૩૦ કલાકે હસ્તમેળાપ, ૬ કલાકે મહેમાનોનું સ્વાગત ૬.૩૦ કલાકે દીપ પ્રાગટય, સાંજે ૭ કલાકે મહાઆરતી ૭.૩૦ કલાકે સમૂહ મહાપ્રસાદ ૮ કલાકે સન્માન સમારંભ અને ૯.૩૦ કલાકે જાન વિદાય કરવામાં આવશે તેમજ સાથે સાથે બપોરે ૨ થી રાત્રે ૧૦ કલાક સુધી રકતદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો છે.

પ્રસંગમાં લગભગ ૨૦,૦૦૦ જેટલા લોકો ઉપસ્થિતિમાં આયોજનને સફળ બનાવવા ૨૦૦થી વધુ સમાજના કાર્યકરો ખડે પગે રહેશે.

સંત શ્રી લાલબાપાની પૂણ્યતિથિ અને સમૂહ લગ્નને સફળ બનાવવા સંત શ્રી લાલબાપા મોચી જ્ઞાતી યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ ચૌહાણ ૯૮૭૯૮ ૯૫૯૯૦, વહીવટી સભ્ય દિવ્યેશભાઈ પરમાર ૯૫૫૮૪ ૪૬૩૩૩, મંત્રી તેજસ ચૌહાણ, ખજાનચી ભરત ચૌહાણ, પ્રશાંત ચુડાસમા, ચંદ્રેશ ચૌહાણ, રાજેશ ચૌહાણ, નીતિન ચૌહાણ, રાકેશ વાળા, ગુણવંત ઝાલા તેમજ કારોબારી સમિતિના અનિલ ચાવડા, નરભેરામ ગોહેલ, ઘનશ્યામભાઈ વાઘેલા, પિન્ટુ નાગર, લાલજી ગોહેલ, જયસુખ જેઠવા, મનસુખ ચૌહાણ, નિલેશ ચાવડા, કલ્પેશ ચાવડા, ચિરાગ ચાવડા અને સુરેશભાઈ ચૌહાણ જયસુખભાઈ ચુડાસમા, દિલીપભાઈ ગોહેલ, જગદીશભાઈ સરવૈયા, ડો. હિંમતભાઈ ચૌહાણ, અમુભાઈ નાગર, વિઠ્ઠલભાઈ, ગાંધીગ્રામ મહિલા સમિતિના સભ્યો સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.