Abtak Media Google News

પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે કાલાવડ રોડ પર કોટેચા ચોક ખાતે બનાવવામાં આવેલ ફ્લેમિંગો(સુરખાબ) સર્કલ રાજકોટ શહેર ભાજપના પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું.

Advertisement

આ સર્કલ બનાવવાનો મુખ્ય હેતુ રાજકોટ પ્રાણીઉદ્યાનને પ્રમોટ કરવાનો તથા લોકોને વન્યપ્રાણી-પક્ષી જગતી અવગત કરાવવાનો છે. આ સર્કલમાં બે પ્રકારના સુરખાબ (ગ્રેટર ફ્લેમીંગો તથા લેસર ફ્લેમીંગો)ના કુલ ૧૦ વિશાળ મોડલ્સને આર્ટીફીસીયલ લેન્ડસ્કેપ અને લાઈટીંગ દ્વારા કુદરતી રહેઠાણમાં માળા સાથે બતાવવામાં આવેલ છે.11 17 પંખી જગતમાં સૌથી લાંબી અને માંસલ જીભ ધરાવે છે. સમૂહમાં કાદવી માળાઓ બનાવે છે. મોટો હંજ (સુરખાબ) કદ: ઉંચાઈ ૧૩૫ સેમી.હંજ (સુરખાબ)ને ઓળખવો સહેલો છે. ઉંચાઈના પ્રમાણમાં તેનું નાનુ શરીર કોઈનું પણ ધ્યાન ખેંચે. આખુ શરીર રંગે સફેદ અને તેમાં આછી ગુલાબી ઝાંય, ઉડે ત્યારે પાંખોમાંનાં ઘેરા ગુલાબી અને કાળા રંગની ભભક તરત નજરે પડે છે.

પગ લાંબા અને ગુલાબી હોય છે. ચાંચ ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણ: મોટા તળાવો, દરીયાકીનારાના કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. નાનો હંજ (સુરખાબ) કદ: ઉંચાઈ ૯૦ થી ૧૦૫ સેમી.તેના સફેદ શરીરનો ગુલાબી રંગ વધારે સ્પષ્ટ દેખાઈ તેવો છે.

મોટા હંજના પ્રમાણમાં નાના હંજની ડોક ટુંકી અને થોડી ઝાડી હોય છે. પગ પણ મોટા હંજ કરતા ટુંકા હોય છે. ચાંચ ઘેરી ગુલાબી, વાંકી અને છેડેથી કાળી હોય છે. નર-માદા સરખા જોવા મળે છે. રહેઠાણ  મોટા તળાવો, દરીયા કીનારાના કાદવીયા કે પાણીવાળા વિસ્તારોમાં જોવા મળે છે.12 16આ કાર્યક્રમના અધ્યક્ષ સને મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટીના પુર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, રઘુભાઈ ધોળકિયા, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, રાજુભાઈ અઘેરા, પ્રભારી નીતિનભાઈ ભૂત, પુર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ પાંભર, શિક્ષણ સમિતિના સભ્ય અલ્કાબેન કામદાર, કિરણબેન માંકડિયા,અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.