Abtak Media Google News

અષાઢ સુદ પુનમ એટલે ગુરૂપૂર્ણિમાનો પાવન અવસર ગુરૂની મહિમા દર્શાવતા સંત કબીરે કહ્યું હતું કે, ‘ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય’ સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાં ગુરૂપૂર્ણિમાની ભાવસભર ઉજવણી કરીને ગુરૂભકતોએ ધન્યતા અનુભવી હતી. જેમાં વિસાવદર, મોરબી, જુનાગઢ સહીત વિવિધ જીલ્લાઓમાં ગુરૂભકતોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું.

ગુરૂ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય…પૂ.રણછોડદાસબાપુ આશ્રમે ગુરૂપૂર્ણિમાની ગરિમાપૂર્ણ ઉજવણી

સદ્ગુરૂ દેવના દર્શન, પૂજન, અર્ચન કરવા વહેલી સવારથી જ જામી ભક્તોની ભીડ

સદ્ગુરૂ સદન ટ્રસ્ટ પૂ.રણછોડદાસજી બાપુ આશ્રમ ખાસે આજે ગુરૂપૂર્ણિમાની શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે મંગળા આરતી, પૂ.સદગુરૂ દેવ ભગવાનનું પૂજન, સમરક્ષા સ્તોત્ર, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત રામ સ્તવરાજ પાઠ શ્ર્લોક, પાઠ તથા એક-એક શ્ર્લોક સાથે પુષ્પાંજલિ 5ૂ.સદગુરૂ દેવ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી.

પૂ.સદ્ગુરૂ દેવ ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી જો કે રાત્રે 10 વાગ્યા સુધી મંદિર ખૂલ્લુ રહેશે. જેમાં ચરણ પાદુકાના દર્શન થઇ શકશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સદ્ગુરૂ રક્ષા દોરી કે જે વર્ષમાં એક જ વખત આપવામાં આવે છે. તે રક્ષાદોરી કે જે વર્ષમાં એક જ વખત આપવામાં આવે છે. તે રક્ષાદોરી સવારથી જ આપવામાં આવી હતી. જે રાત્રીના 10 વાગ્યા સુધી અપાશે. ગુરૂપૂર્ણિમાના આ અવસરે મનોકામના સંપૂર્ત યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂપૂર્ણિમાના મંગલ દિવસે દરેક ભક્તજનો અક્ષત, ચોખા અર્પણ કરી પોતાની આધી, વ્યાધી, ઉપાધીમાંથી મુક્ત થયા અંગેનો અહેસાસ અનુભવતા હતા.

દરમિયાન સવારથી જ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. જે રાત્રીના 10 સુધી કાર્યરત રહેશે. તેમજ આવતીકાલ તા.25ને રવિવારે સવારે 9 થી 12 પૂ.રણછોડદાસબાપુ ચેરી. હોસ્પિટલ સદગુરૂ આશ્રમ માર્ગ રાજકોટ ખાતે યોજાશે. જો કે ગુરૂપૂર્ણિમાની ઉજવણી સંદર્ભે કોરોના નિયમોને આધીન સદ્ગુરૂ મહાપ્રસાદ બંધ રાખવામાં આવ્યો હતો. પૂ.સદ્ગુરૂ ભગવાન આશ્રમ ખાતે યોજાયેલ ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ગુરૂ પૂર્ણિમાની ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમોનો લ્હાવો લઇ ગુરૂભક્તો ધન્યતા અનુભવી રહ્યાં હતાં.

 

વિસાવદર

બ્રહ્માનંદધામ પરમપૂજય શ્રી મુકતાનેદજીબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમાંના પાવન દિવસે કોરોના મહામારીને ઘ્યાને રાખીને સેવક ભકતજનો સાથે સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવેલ સવારે ગુરુજીના પાદુકા પુજન કરવામાં આવેલ ત્યારબાદ બિલખા-રાવમેશ્ર્વર ધર્માલય ખાતે બ્રહ્મલિન શ્રી ગોપાલદજી બાપુની ચરણ પાદુકાની પુજા કરવામાં આવેલ હાલમાં જ ગોપલાનંદજીબાપુનું સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવેલ તથા તેનું પુજન અર્ચન ભાવિક ભકતો સાથે કરવામાં આવેલ અને ભજન ભોજન ભકિતનો માહોલ બની રહેલ.

વિસાવદરના કુબા ગામના તટે આવેલ પુરાણીક એવા દિગ્મબર આશ્રમ ખાતે ગુરુવારના રોજ પ.પૂજયશ્રી આનંદગીરીબાપુના સાનિઘ્યમાં ગુરુ પુર્ણિમાનું આયોજન કરવામાં આવેલ જયાં ગુરુપુજન દેવ દેવતાઓના પુજન ભોજન અને ભજનનો લાભ સેવક-ભકત ગણોએ માણેલ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ રાખેલ જેમાં કલાકાર ફરીદામીર તેમજ સ્વાતિ પંચાલ અને અમારા ગીરનું ધરેણું તેવા દેવરાજ ગઢવીએ ભકતો સંત પ્રેમીઓને ભજનની લહેર કરાવેલ.

ગોડલ

મોવિયા. ગામે સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા  મા આ વખતે સરકારના કોરોના વાયરસ પરીપત્રના અનુસંધાને સર્વ ધર્મપ્રેમી જનતા  તેમજ સેવક સમાજ સ્નેહી મિત્રો દ્વારા આગામી અષાઢ સુદ 15(પુનમ)24 ને  ઉજવાતો ગુરુપૂર્ણિમા મહોત્સવ ખુબ જ સાદગી પુર્વક ઉજવવામાં આવ્યો. ગુરુ પૂર્ણિમા એ વ્યાસ પુર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા ના દીવસે કોઇ વ્યક્તિ નું પુજન થતું નથી, પરંતુ ગુરુ પદનું, ગુરુગાદીનુ પુજન થતું હોય છે. ગુરુ નો મહિમા એવો છે એમના ગુણ, આદર્શ, એવા હોય છે જેમને ભીતર જોતાજ એવું લાગે જાણે બધાજ અવતારો અવતરણ થય રહ્યા હોય. શાસ્ત્રોમાં એવી ઉંડી સમજણ હોય કે રમત રમતમાં બધું જ્ઞાન સમજાવી દે. જેમની પ્રત્યેક ચેષ્ટા,  કહેવાની રીત, પધ્ધતિ કેવળ માનવ કલ્યાણ અર્થેજ હોય છે.

જેમનો સંગ, જેમનુ દર્શન, જેમનુ પ્રવચન, જેમનુ સ્મરણ તમને ખોટા રસ્તે જતા અટકાવે અને ભીતરને શુદ્ધ કરે એજ તો સાચા સદગુરૂ સમજવા.રાજ્ય સરકાર ની કોરોના ગાઇડ લાઇન મુજબ  તેમજ વધુ સંક્રમણ ફેલાય નહીં તે માટેના નીતી નીયમ મુજબ ગુરુ પુર્ણિમા ઉત્સવ રાખવામાં આવેલ છે. મોવિયાધામ વડવાળી જગ્યા દ્વારા સામાજીક કલ્યાણ ને લગતી અનેક લોકો ઉપયોગી સેવાકીય કાર્યો આખા વર્ષ દરમિયાન થતાં જ રેહતા  હોય છે. સર્વે સેવક સમાજ સ્નેહી મિત્રો અને ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે આ વખતે ગુરુ પુજન સમયે આપના દ્વારા આપવામાં આવતું દાન જગ્યા માં આપવાના બદલે આપની આજુબાજુ માં રહેતા નીસહાય, નીરાધાર, અભાયાગતો, ગરીબ પરીવારો ને  આપવાની અપીલ  જગ્યા ના ગાદીપતી પુ. મહંત શ્રી ભરતબાપુ તથા અલ્પેશ બાપુ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગર

ભાવનગર ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે શિશુવિહાર પ્રાંગણમાં  કનુભાઈ શાહની સ્મુતિ માં 418 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાઈ ગયો.  સુધાબેન શાહ ના સૌજન્યથી યોજાયેલ માં 92 દર્દીઓએ આંખ તપાસ કરાવેલ. શિવાનંદ આઈ હોસ્પિટલ વિરનગરના સહયોગથી આજ દિવસે સંસ્થા પ્રાંગણમાં યોજાએલ 419 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ રસિકલાલ છગનલાલ દેસાઈની સ્મુતિ તેમના પુત્ર રાજેશભાઈના સહયોગથી યોજાએલ.

મોરબી

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહંત ભાવેશ્વરી માંના સાનિધ્યમાં રતનબેનનો સત્સંગ, કુમારિકા પૂજન, પોથી પૂજન, કોરોના વોરીયર્સનું સન્માન સહિતના કાર્યક્રમ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં ઉજવાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા રૂગનાથભાઈ ભૂત, ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, ખીમજીબાપા, દિલીપ મહારાજ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે આશાવર્કસ બહેનોને પણ પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરાયા હતા તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે.

સતાધાર

સતાધાર ધામે આજે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય શ્રીવિજયબાપુના સાંનિધ્યમાં સવારના ગુરૂ પૂજન સમાધિ પૂજન કરવામાં આવેલ તથા સંતવાણી સહિત ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૂરૂનો મહિમા

અંધકાર રૂપી સંસારમાં, જયોત જલાવે તે ‘ગુરૂ’
સંસાર રૂપી સાગરની નાવ બને તે ‘ગુરૂ’
પંથના પંથિક બને તે ‘ગુરૂ’
સંસાર રૂપી રથના સારથ બને તે ‘ગુરૂ’
અગ્નિ રૂપી ક્રોધ ને નષ્ટ કરે તે ‘ગુરૂ’
સ્મિતની વરસા કરે તે ‘ગુરૂ’
અજ્ઞાનમાંથી જ્ઞાનનો દીપ જલાવે તે ‘ગુરૂ’
પડકારનો સામનો કરાવતા શીખવે તે ‘ગુરૂ’
ભયમાંથી નિર્ભય બનાવે તે ‘ગુરૂ’
ધર્મ અધર્મનો ભેદ સ્પષ્ટ કરે તે ‘ગુરૂ’
સર્વત્ર ઈશ્ર્વરનો વાસ છે જે પ્રત્યક્ષ કરાવે તે ‘ગુરૂ’
અંદર રહેલી શુષુપ્ત શકિતને જાગૃત કરાવે તે ‘ગુરૂ’
-સોજીત્રા ભૂમિ (ગામ: ઈશારા)

ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે શહેર ભાજપ દ્વારા મંદિરો-આશ્રમોમાં ગુરૂપૂજન

Screenshot 1 77

શહેર ભાજપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં આવેલા વિવિધ મંદિરો તેમજ આશ્રમોમાં ગુરૂપૂજનનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. આ તકે વિવિધ મંદીરોમાં પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડો. પ્રદીપ ડવ,  રાષ્ટ્રીય અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા સહીતના અગ્રણીઓએ ગુરૂવંદના કરી ધન્યતા અનુભવી હતી.

આ તકે વોર્ડ નં.1માં ગંગેશ્ર્વર મહાદેવ, રાધાકૃષ્ણ મંદીર, એરપોર્ટ રોડ, ધર્મેશ્ર્વર મહાદેવ, ધરમનગર  ખાતે હીતેશ મારૂ, કાનાભાઈ ખાણધર, દુર્ગાબા જાડેજા, ડો. અલ્પેશ મોરઝરીયા, તેજશ ત્રિવેદી, પરેશ સખીયા, જયદીપસિહ જાડેજા, રામભાઈ આહીર, નરેન્દ્રસિહ જાડેજા, મનહર બાબરીયા, ભાવીન ચોટલીયા, અવી મક્વાણા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

Screenshot 2 56

શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા વોર્ડ નં.15માં નવા થોરાળા ખાતે ગુરૂપૂજન-અર્ચન કાર્યક્રમ યોજ્યો હતો. મંત્રી ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી, નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણસીયા તેમજ મહેશ બથવાર, રવી ગોહેલ, શામજીભાઇ ચાવડા, જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા, ગીતાબેન પારઘી, રાણીબેન પરમાર, વિજય પરમાર, અનીલ સરવૈયા, ભનુભાઇ ખીમસુરીયા, ભાવીન બાબરીયા, જેન્તીભાઇ ધાંધલ, ડી.બી ખીમસુરીયા, અનીલ મકવાણા, અજય વાઘેલા, દીલસુખ રાઠોડ, શોભીત પરમાર, દીનેશ સોલંકી, ઇશ્ર્વર જીતીયા, નરેશ દવેરા, સંજય બગડા, પ્રવિણ મકવાણા, પ્રવિણ ચાવડા હતા. શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ભુપેન્દ્ર રોડ ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામીજી હરિકૃષ્ણ રમણદાસજીના આશિર્વાદ પ્રાપ્ત કરી ગુરૂવંદના કરી હતી તેમજ હનુમાન મઢી મંદિર ખાતે પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, કિશોર રાઠોડ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલીત વાડોલીયા, ઉમેશ જે.પી., રત્નાભાઇ રબારી, નીલેશ જલુ, માખેલા નરેન્દ્ર કુબાવત,રાજનભાઇ સિંધવ, સંદીપ ડોડીયા, અરવિંદભાઇ સોલંકી, ધર્મેશ ડોડીયા, સંદીપ અંબાસણા, અજય જાદવ, નારણભાઇ બોળીયા, ધીરૂભાઇ વજકાણી, ભરત કુબાવત, દીલીપ આહિર તેમજ દેવાંગ કુકાવા, નરેશ પ્રજાપતી, ખેતશીભાઇ માળી, કૌશિક ચાવડા, રઘુભાઇ બોળીયા, રાજુભાઇ ચૌહાણ, રમેશ સોલંકી, મનીષભાઇ મેયડ, ગૌરાંગ દેવડા, વીપુલ ડવ, સહિતના આગેવાનોએ ગુરૂપુજનનું પુણ્ય મેળવ્યું હતું.

ખીજડા મંદિરે ગુરૂપૂર્ણિમા મહોત્સવે ત્રિદિવસીય સેવા પ્રકલ્પોનો શુભારંભ

સેવાકાર્યોનો પ્રારંભ કરાવતા આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ અને રાજયમંત્રી ધર્મેેન્દ્રસિંહ જાડેજા

5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતગુરુ આચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય સેવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ આ સેવા પ્રકલ્પોનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, જીતભાઈ માડમ, કલેકટર સૌરભ પારધી, કમિશનર વિજય ખરાડી, વસ્તાભાઇ કેશવાલા જેવા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા લોકસેવાના કાર્યોનું ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જામનગર હંમેશ ગૌરવ લઇ શકે અને છોટી કાશીના નામને સાર્થક કરી શકે તે આ દિવ્ય સંતોના આશીર્વાદથી જ શક્ય બન્યું છે.

વળી, કમિશનરએ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા આવતીકાલે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે તેનો દરેક નાના-મોટા વ્યાપારીઓ લાભ લઇ કોરોના સામેની લડતમાં સહયોગ આપે તેવી ખાસ અપીલ કરાઇ હતી. આજે  ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક પર્વ ગુરુપુર્ણિમાનો વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં ગુરુ વંદના અને ગુરુપૂજન કરવામાં આવશે. તદુપરાંત 25- 07- 2021 રવિવારના રોજ એસ્ટ્રોલોજી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ત્રિદિવસીય વિવિધ સેવાકીય કાર્યો દ્વારા આ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ગુરૂતત્વ કોરોનાએ મનુષ્યને શિષ્ય સમજી જીવનનો પાઠ ભણાવ્યો

ગુલાબના કુંડાની જેમ દરેક માણસની  ઓળખ પોતાના વિચાર વર્ણન અને વર્તન પરથી કરવામાં આવે છે. આ ત્રણેય તત્વો મનુષ્યને સમજાવી તેને જીવનમાં સમજવા ઓળખવા અને અનુસરવાની તાલીમ એક ગુરુ જ આપી શકે. ગુરુ એટલે એક એવી વ્યકિત જેનામાં શિષ્ય સદા વસેલો હોય અને તે પોતાના અનુભવો અને સમજણ દ્વારા શિષ્યને નવી દિશા અને નવા રાહ ચાલતા દોડતા અને ઉડાન ભરતા શીખડાવે, ભારતીય સંસ્કૃતિ આવો જ એક ખાસ પર્વ એટલે ગુરૂ પૂર્ણિમા,વર્તમાન પરિસ્થિતિમાં ગુરુ-શિષ્યનું એક ઉદાહરણ આપણી નજરો સામે દરેક જોયું જેમાં નરી આંખે જોઇ ન શકાય એવું વિષાણુ એ મનુષ્ય જીવનને શિષ્ય સમીજી ઘણી બધી શીખ જીવનમાં આપી.દોડદોડ કરતો મનુષ્ય જાણે થોડા સમય માટે થંભી ગયો. બહારની દુનિયા મા અચાનક આવતા પરિવર્તનથી તે ભીતર સંતાઇ ગયો. આ ગુરુએ મનુષ્યને કેન્દ્રમાં રાખીને જાણે જીવન જીવવાનો પાઠ આપ્યો.

આનંદની જિંદગી, સમયની કિંમત સંંબંધોની મૂલ્યતા આવડતોની સામર્થ્યતા કેટલી અને કેવી હોય તેને સાચી રીતે સમજાવી આપણી આસપાસ કેટલી વસ્તુ નિહાળી તેની જોઇ પ્રેરણા મેળવી આનંદના કેટલા સમીકરણ છે તેની સમજૂતી તેને સૌ પ્રથમ કરાવી, આખા દિવસમાં કેટલો સમય માણસ સ્વયં સાથે ભીતર ના સવાલોની ખોજ કરી તેના ઉપર ઘ્યાન આપવું કેટલું જરુરી છે ત્યારે જ જવાબો મેળવી શકાય છે. અને પરિવર્તન ની ભૂમિકા સમયમાં કેટલી રહેલી છે તેની સમજ તેને આપી, વાસ્તવિક જીવનમાં સંબંધોની હારમાળા ખુબ મોટી અને વિશેષ છે. તેની સાથે જ જ મનુષ્ય પોતાના જીવન જોડવાનો પ્રયત્ન કરે તો જુની યાદો નવા વિચારો અને સંખ્યાબંધ વાતો જોડાય અને સંબંધોની મૂલ્ય તા યાદો વિચારો અને વાત વચ્ચે ઘણા અંશે ખીલી ઉઠી નવા રાહ તરફ આંગળી બતાવતી હોય છે જેનું ઘ્યાન સંબંધો પર રહેલું છે. મનુષ્યની અંદર કંઇક એવી આવડતો છુપાયેલી છે જે તેના માટે વર્તમાન થી લઇ ભવિષ્યના સફર સુધી સાથ આપી શકે એવી છે.સમય અંતરે જો આ આવડતો ફરી મનુષ્યમાં ખીલે અને તેને યોગ્ય માઘ્યમ દ્વારા દેખાડવામાં આવે તો સમયનો દુરુપયોગ નહીં પરંતુ અતિ યોગ્ય ઉપયોગ થયો છે એવું પણ કહી શકાય.આવડતોને ઢાંકવા કરવા તેને વાતાવરણ સાથે ખીલવા દેવી એ ખુબજ આવશ્યક છે પરિણામ એક મનુષ્યને જીવનના માઘ્યમ દ્વારા વિચારોની અભિવ્યકિત આનંદ, મૂલ્યતા, કેળવણી સાથે સમય અવશ્ય ખુબ સારા મનુષ્યનું ઘડતર કરે તેવી સમજુતિ મળી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.