Abtak Media Google News

ભારતીય મઝદૂર સંઘ તથા આંગણવાડી કર્મચારી મહાસંઘના કાર્યકર્તાઓ માટે યોજાયો અભ્યાસ વર્ગ

ભારતીય મઝદુર સંઘ તથા આંગણવાડી કર્મચારી મહાસંઘના કાર્યકર્તા તથા બહેનોનો અભ્યાસ વર્ગ તાજેતરમાં બીએમએસ કાર્યાલય ખાતે યોજાયેલ હતો. આ અભ્યાસ વર્ગનો પ્રારંભ ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ હસુભાઇ દવે, રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ હિરન્મયભાઇ પંડ્યા, ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ વાલજીભાઇ ચાવડા, રાજકોટ જીલ્લા પ્રમુખ મહેશભાઇ વેકરીયાના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.

આ અભ્યાસ વર્ગના પ્રથમ સત્રમાં જેસીઆઇના નેશનલ અને પ્રાઇમ ટ્રેનર ભરતભાઇ દુદકીયાએ મલ્ટીમીડિયા દ્વારા માર્ગદર્શન આપતા જણાવેલ હતું કે, તમારી તાકાતને ઓળખો અને તમારી આવડતને વધારો જેથી બધા કામો ઓટોમેટીક થવા લાગશે. એક સાથે અનેક સ્કીલ્સ તમાર અંદર વિકસાવો.

દતોપંત ઠેંગડી બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન, રાજકોટના રિજીયોનલ ડાયરેકટર હસમુખભાઇ જરીયાએ માર્ગદર્શન આપતા જણાવેલ હતું કે સંગઠનમાં સામુહિક વિચાર અને સામુહિક વિચાર અને સામુહિક ભાવના પ્રગટ થાય છે. તથા ભારતીય મઝદુર સંઘના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ હિરન્મભાઇ પંડ્યાએ જણાવેલ હતુ કે કાર્યકર્તાએ સફળ થવા માટે હંમેશા હકારાત્મક વિચારો કરવા જોઇએ અને ઘ્યેય નક્કી કરવુ જોઇએ અને તેનું આયોજન કરવુ જોઇએ. તેમજ ભારતીય મઝદુર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ હસુભાઇ દવેએ કહ્યું હતું કે, ભારતીય મઝદુર સંઘમાં પૂર્ણકાલીન કાર્યકર્તાની વ્યવસ્થા કાર્ય કરવા માટે છે. કાર્યકર્તા પાસેથી કાર્યને સીમિત-મર્યાદીત ન રાખતા વધારે કેવી રીતે કરી શકાય તેવી અપેક્ષા છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ વી.એમ.ચાવડા તથા રાજકોટ વિભાગ મંત્રી સહદેવસિંહ જાડેજાએ કાર્યકર્તાની ફરજો, ભારતીય મઝદુર સંઘના સિઘ્ધાંતો અને સંગઠન, મઝદુર સંઘના ઉત્સવો, સૂત્રો અને મઝદુર કાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને કાર્યક્રમના અંતે આભારદર્શન રાજકોટ જીલ્લા મઝદુર સંઘના મંત્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીએ કર્યુ હતું. જેમાં એસ.ટી., જેટકો, બીએસએનએલ, રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ, ત્રંબા, મહાનગરપાલિકા વાલ્વમેન, આંગણવાડીની બહેનો તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.