Abtak Media Google News

વહીવટી સરળતા માટે નજીકમાં આવેલા દીવ-દમણ અને દાદરા નગર હવેલી બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક કરવામાં આવી રહ્યાં છે

ગુજરાતને ભાગોળે આવેલા બે કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા-નગર હવેલીને વહીવટી સરળતા માટે એક કરવાનો કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે આ બન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક કરવાનો ખરડો ગઈકાલે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.ડી.કિશન રેડ્ડીએ આ ખરડો લોકસભામાં મુકયો હતો. આ ખરડાને મંજૂરી મળી જશે તો જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિક પ્રદેશ બનાવવાના નિર્ણયી દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા નવ વા પામી હતી તે ઘટીને આઠ ઈ જશે.

કેન્દ્રની મોદી સરકારે રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ને હટાવીને ૩૧ ઓક્ટોબરના રોજ આ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. જે બાદ હવે દેશના બે કેન્દ્ર શાસિત પ્રદેશોને વિલીનીકરણની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે મંગળવારે ગુજરાતને જોડતા દમણ-દીવ અને દાદર-નગર હવેલીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટે એક બિલ રજૂ કર્યું છે. સંસદના બંને ગૃહોની આ બિલને મંજૂરી મળ્યા પછી, નવા કેન્દ્રશાસિત પ્રદેશનું નામ જે અસ્તિત્વમાં આવશે દાદર અને નગર હવેલી અને દમણ અને દીવ હશે.

7537D2F3 3

આ  જોડીને એક  બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક સાથે કરવાના ખરડાને કેન્દ્રીય ગૃહ રાજ્ય રાજ્યમંત્રી જી.ડી. કિશન રેડ્ડીએ રજૂ કર્યો હતો. કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશના પશ્ચિમ કાંઠે આ ચાર વિસ્તારોના એકીકરણથી વહીવટમાં સુધારો થશે. દમણ અને દાદરા નગર હવેલી વચ્ચે ફક્ત ૩૫ કિમીનું અંતર છે, પરંતુ બંને પ્રદેશોનું બજેટ અલગ છે. દમણ અને દીવમાં બે જિલ્લા છે, જ્યારે દાદર નગર હવેલીનો એક જિલ્લો છે.

બંને કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી તેની હાલની લોકસભાની બે બેઠકો યાવત રહેશે. બોમ્બે હાઈકોર્ટ પહેલાની જેમ અહીંના કાનૂની કેસો પર કાર્યવાહી કરશે. આ ઉપરાંત બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ અહીંના કેડરમાં આવશે. અન્ય તમામ કર્મચારીઓ પણ સંયુક્ત સંઘ શાસિત પ્રદેશોનો ભાગ બનશે. કેન્દ્ર  દ્વારા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યા પછી, દેશમાં ૯ કેન્દ્રશાસિત પ્રદેશો અને ૨૮ રાજ્યો હતા. હવે કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા ઘટીને ૮ થઈ જશે.

આ બન્ને પ્રદેશોના ઇતિહાસ વિશે વાત કરીએ તો બંને કેન્દ્રશાસિત પ્રદેશો પર પોર્ટુગીઝો દ્વારા લાંબા સમય સુધી શાસન હતું. ડિસેમ્બર ૧૯૬૧ માં દમણ દીવ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયો હતો. આ પછી, દમણ દીવ ૧૯૮૭ સુધી ગોવા કેન્દ્ર શાસિત પ્રદેશોનો ભાગ હતો, પરંતુ તે પછી જ્યારે ગોવા સંપૂર્ણ રાજ્ય બન્યું ત્યારે તે અલગ થઈ ગયું. દાદર નગર હવેલીની વાત કરીએ તો તે ૨ ઓગષ્ટ ૧૯૫૪ માં સ્વતંત્ર યું હતું. બાદમાં તે ૧૯૬૧ માં ભારતમાં જોડાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.