Abtak Media Google News

આપા ગીગાના ઓટલા દ્વારા આયોજીત સર્વ સમાજ માટે સર્વ પિતૃઓના મોકક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ભકતોના ટોળા ઉમટયા હતા. આ કથાનું આયોજન નરેન્દ્ર સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. તા. ૧પ નવે. ના રોજ કથાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ સપ્તાહમાં સાઘ્વી ગીતાદીદી મુખ્ય વ્યાસસ્થાને રહ્યાં હતાં.

આ ભાગવત સપ્તાહમાં હજારોની સંખ્યામાં ભકતો ટોળા ઉભટયા હતા. તથા મોટી સંખ્યામાં સાધુ સંતોએ હાજરી આપી હતી.

આ વિશે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગત તા.૯ નવે. થી ૧પ નવે. સુધી સતાધાર જગ્યા અને બાપાગીગાના ઓટલા દ્વારા આયોજીત સર્વ પિતૃઓના મોક્ષાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિકજનોએ સાઘ્વી ગીતાદીદીની વાણીમાં ભાગવત સપ્તાહનો લાભ લીધો હતો. સપ્તાહમાં કુલ ૧૧ર પાટલાં આવેલાં હતા. દરરોજ બપોરે ૨.૩૦ થી ૩.૦૦ કલાકે સંપૂર્ણ વિનામૂલ્યે પિતૃઓની પૂજા કરવામાં આવતી હતી. ત્યારબાદ ૩ થી ૬.૩૦ દરમિયાન ગીતાદીદી દ્વારા કથાપઠન કરવામાં આવતું અને સાંજે ૭.૩૦ વાગ્યે બધા માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હતું. ખુબ ટૂંકા સમયગાળામાં આ કથાની તૈયારીઓ કરવામાં આવી હતી. તે બદલ લોકોનો સાથ સહકાર ૩૫૦ થી વધુ અને રાજકોટની પ્રજા તરફથી મળેલા પ્રેમ અને સહકાર માટે આભાર વ્યકત કર્યો હતો.

પિતૃઓના મોક્ષાર્થે ભાગવતકથાનું વિશેષ મહત્વ જણાવતા વ્યાસપીઠ પર બીરાજેલા ગીતાદીદીએ જણાવ્યું હતું કે એક ધંધુકારી નામનો બ્રાહ્મણ સંગદોષને કારણે બગડયો હતો. જે મૃત્યુ બાદ દુરગતિ પામ્યો હતો. એ વખતે ભગવાન સૂર્યનારાયણે કહ્યું હતું કે પુરાણો તો ઘણાં

બધા છે પરંતુ શ્રીમદ્દ ભાગવત એક એવું મહાપુરાણ છે. જે ૧૦૦ ગયા શ્રઘ્ધાથી પણ મુકિત ન મળે એ શ્રીમદ્દ ભાગવતથી મળે છે. વધુમાં સાઘ્વી ગીતાદીદીએ પોતાની આ ૩૪રમી કથા વિશે જણાવતા કહ્યું હતું કે આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત આ કથામાં ભજન, ભાગવત અને ભોજનનો ત્રિવેણી સંગમ જો મળ્યો હતો. તથા નરેન્દ્રબાપુને વેવાઇને જમાડતા હોય એ રીતે લોકોને જમાડવાનું આયોજન કર્યુ હતું.

ઉપરાંત સાઘ્વી ગીતાદીદીએ હાલના સમય વિશે જણાવતા કહ્યું હતું કે માણસ દિવસમાં ૪ થી પ વખત યુગ બદલાય છ.ે. થોડીવાર માટે થોડીવાર માટે સતયુગમાં હોય, પછી કલયુગમાં આવી જાય તો કયારેક ત્રેતાયુગમાં હોય અને ઘણીવાર દ્વાપરયુગમાં પણ હોય, હાલ તો ઘણું કળીયુગ વાતાવરણજોવા મળી રહ્યું છે. ભ્રષ્ટાચાર, વ્યાભિચાર વગેરે ફેલાયેલા જોવા મળે છે. તો એકબાજુ આઘ્યાત્મીક વાતાવરણ પણ જોવા મળે છે. આથી શ્રીમદ્દ ભાગવત કથા એ કળીયુગમાંથી બચવાનું શ્રેષ્ઠા સાધન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.