Abtak Media Google News

ચાલુ વર્ષમાં ચોથી વખત ભારતના વડાપ્રધાન જીનપીંગ સાથે ડોકલામ સહિત અનેક વિષયોને લઇ કરશે ચર્ચા

અર્જેટીના ખાતે આગામી સમયમાં જી-૨૦ સમિટ યોજવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુ.એસ. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના સીન્જો આબે પ્રથમ વખત ત્રિ-પાંખિય બેઠકમાં ભાગ લેશે. જેમાં યુ.એસ. અને ચીન વચ્ચેનો મુદ્દો મુખ્ય બાબત છે આ બેઠકના કારણે ત્રણેય દેશો વચ્ચેના સંબંધો ગાઢ થશે અને ઇન્ડોપેસિફિક પોલીસી મજબૂત બનશે. ઇસ્ટ એશિયા સમિટની પૂર્ણાવુતી હાલ જ થઇ છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાન, યુ.એસ. અને ઓસ્ટ્રેલીયાના મેમ્બરો સાથે મંત્રણા કરી હતી.

Advertisement

ઇન્ડોપેસિફિક ક્ષેત્રમાં ચીન પોતાની ઘૂસણખોરી કરી રહ્યું છે ત્યારે ચાલુ સપ્તાહમાં યોજનારી જી-૨૦ બેઠકની સાથેસાથ અમેરિકા પ્રમુખ ટ્રમ્પ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડા સિન્જો આબે બેઠક યોજશે. આ બેઠક ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બરે બ્યુનોસેસમાં યોજાનારી છે. કહી શકાય કે આ વાર્ષિક સભામાં આર્થિક રીતે સધ્ધર ૨૦ દેશોના ટોચના નેતાઓ ભાગ લે છે. જેમાં તમામ દેશના નેતાઓની નજર માત્રને માત્ર ચીન અને રશિયા ઉપર રહેશે. સિંગાપોર ખાતે જૂના મહિનામાં યોજાયેલી સાંગરીલા ડાયલોગમાં મુખ્ય ભાષણ આપતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઇન્ડોપેસિફિક રિઝીયનના સ્ટેટરજી માટે ભારત અગ્ર છે. ભારત ઇન્ડોપેસિફિક વિસ્તારને કોઇ સ્ટેરરજી તરીકે નહીં અથવા તો કોઇ ક્લબના મેમ્બરો તરીકે નથી જોતું નહીં કે ગૃપ બનાવી તે મુદ્દાને ઉછાણવા માંગતુ ફોરેન સેક્રેટરી વિજય ગોખલેએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ચીનના વડા જીનપીંગની સાથે પણ મુલાકાત કરશે.

ગોખલે જણાવ્યું હતું કે જી-૨૦ની ૧૦મી વર્ષગાઢ જી-સમિટના તમામ દેશો માટે વિકાસનો રાહ ખોલશે અને માનવામાં આવી રહ્યું છે પાછલા ૧૦ વર્ષમાં જી-૨૦ના જે લીડરો છે તે તેમનાં વિકાસગાથા પણ રજૂ કરશે. આ વખતેની જી-૨૦ બેઠકનો મુખ્ય એજન્ડા તેલના ભાવોમાં સ્થિરતાનો રહેશે. વધુમાં ફોરેન સેક્રેટરીએ જણાવ્યું હતું કે મોદી અને જીનપીંગ વચ્ચેની આ વર્ષની ચોથી બેઠક રહેશે અને ડોકલામ મુદ્દે જે કોઇ પ્રશ્ન ઉદ્ભવી થઇ રહ્યો છે તે વિશે ચર્ચા અને વિચારણાં પણ કરવામાં આવશે. સાથોસાથ બંને દેશો કે જેઓ વિકાસના પંથ ઉપર અગ્રેસર થઇ રહ્યાં છે ત્યારે તેઓ પોતાની ટ્રેડ નીતીને પણ સરળ કરવા પર વિચારણાં કરશે. હાલ ભારત અને ચીન માર્કેટ ખેતપદાર્થોને લઇ ખૂબ જ સારો વ્યાપાર કરી શકે તેમ છે જેના કારણે ટ્રેડ નીતીને સરળ બનાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.