Abtak Media Google News

યોજનામાં સર્જિકલ કિરણોત્સર્ગ ઓન્કોલોજી હૃદયરોગની બાયપાસ, ઘુંટણ બદલવાની સહિતની ત્રીજી કક્ષાની સારવારનો સમાવેશ કરવામાં આવશે

પ્રથમ તબક્કામાં ૧.૨૫ લાખ દર્દીઓ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેશે

મોદી સરકારની અતિમહત્વની એવી આયુષ્યમાન ભારત યોજનામાં ખર્ચાળ ગણાતી વિવિધ સારવારોને આવરી લેવામાં આવનાર છે. પ્રારંભના બે માસમાં ૧.૨૫ લાખ દર્દીઓને આ સરકારી આરોગ્ય વિમામાં આવરી લેવાશે. જેમાં સર્જિકલ કિરણોત્સર્ગ ઓન્કોલોજી હૃદયરોગની બાયપાસ, ઘુંટણ બદલવાની સહિતની ત્રીજી કક્ષાની સારવાર તેમાં આવરી લેવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા કુલ ૩.૭૫ લાખ દર્દીઓમાંથી ૩૩ ટકા દર્દીઓમાં આવી સારવાર મહત્વની હોય છે.

આ સારવારો ખાનગી હોસ્પિટલોમાંથી અતિ મોંઘી મનાઈ રહી છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ આવી સારવાર કરાવી શકતા નથી. જયારે દંત ચિકિત્સા જેવી ગૌણ સારવાર પ્રક્રિયાઓ, સામાન્ય દવાઓ ૬૬ ટકાથી વધુ કિસ્સાઓમાં મોટો હિસ્સો ધરાવે છે. જયારે ત્રીજા કક્ષાની સારવારના અત્યાર સુધીમાં મંજુર કુલ રૂ.૩૯૬ કરોડના દાવાઓમાંથી રૂ.૧૫૦ કરોડના એટલે કે ૩૭.૮ ટકા દર્શાવે છે.

તદપરાંત સરકાર હોસ્પિટલના નેટવર્કના વિસ્તરણ સાથે વધારાની હોસ્પિટલોમાં ત્રીજી સારવારના કેસોમાં ક્રમશ: વધારે કરવાની અપેક્ષા રાખે છે. હાલમાં યોજના હેઠળ ૧૩,૦૦૦ મલ્ટી સ્પેશ્યાલીટી અને ૧૦,૦૦૦ ખાસ હોસ્પિટલોને આવરી લેવાય છે. સરકાર દરરોજ ૬ થી ૭ હજાર જેટલા ત્રીજી કક્ષાની સારવારના આરોગ્ય સંભાળ વધારવાનું બાહ્ય રાખ્યું છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજનાની ગૌણ અને ત્રીજી કક્ષાની સારવાર માટે ૧૦.૭૪ કરોડ વંચિત પરિવારોમાંથી લગભગ ૫૦ કરોડ લાભાર્થીઓને આવરી લેવાનું લક્ષય છે.

આયુષ્યમાન ભારતના ડે.ચીફ એકઝીકયુટીવ દિનેશ અરોરાએ આ અંગે જણાવ્યું હતું કે, ‘અમે આશા રાખીએ છીએ તે ત્રીજી કક્ષાની સારવારની પ્રાપ્યતામાં વધારો કરીને કેન્સર અને હૃદયરોગ જેવી પરિસ્થિતિઓ જેવા રોગોની ઓછી સંખ્યામાં મૃત્યુ થશે. ઉપર)ત ગરીબ લોકોને તબીબી સારવારના ભારે ખર્ચાઓમાં ઘટાડો થવાની સંભાવના વધશે’. જોકે આ નકકી કરેલા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે સરકારે હોસ્પિટલની સંખ્યામાં વધારો કરવો પડશે.

હાલમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળની હોસ્પિટલો નાના નર્સિંગ ઘરો અને ૩૦ કરતા ઓછી પથારીવાળી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ મોટી અને કોર્પોરેટ હોસ્પિટલોની સંખ્યા ઓછી છે. આંકડા દર્શાવે છે કે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવેલા કુલ લાભાર્થીઓમાંથી લગભગ ૬૮ ટકા ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.