Abtak Media Google News

ભાવનગર અને બોટાદની ચોરીના ભેદ ઉકેલાયા: રૂ.૮.૩૨ લાખનો મુદામાલ કબજે

જીલ્લામાં વધતી જતી ઘરફોડ ચોરીનાં ગુન્હા તેમજ વણઉકેલ ગુન્હાઓનાં આરોપીઓને ઝડપી પાડવા રેન્જ પોલીસ વડા નરસિમ્હા કોમરે કરેલ તાકીદ બાદ કાર્યવાહક જીલ્લા પોલીસ વડા એ.એમ.સૈયદે ગુન્હા શોધક શાખાને ઘરફોડ ચોરીના ગુન્હાઓ ઉકેલવા કડક કામગીરીનો આદેશ આપતા ગુન્હા શોધક શાખા તથા સ્થાનિક પોલીસ મથકોનાં અમલદારોએ શહેરમાં ચોકકસ જગ્યાઓ ખાતે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરેલી જે દરમ્યાન બે શખ્સો શંકાસ્પદ રોકડ, લેપટોપ, મોબાઈલ ફોન સહિતના રૂ.૮.૩૨ લાખના મુદામાલ સાથે ઝડપી લઈ પુછપરછમાં બંને આરોપીએ ૫૫ થી વધુ ચોરીના કિસ્સા આચર્યાની કબુલાત આપતા પોલીસે બંનેની અટકાયત કરી વિશેષ તપાસ હાથધરેલ છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર એલસીબીના પી.આઈ ડી.એમ.મિશ્રાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એન.જી.જાડેજા સહિતનો સ્ટાફ જવેલર્સ સર્કલ નજીક વાહન ચેકિંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલા ડબલ સવારી બાઈક ચાલક અને મોતી તળાવ વિસ્તારમાં રહેતા સજાદ રહેમાન પઠાણ અને વિશાલ ગીરધર વડગામની અટકાયત કરી તલાશી લેતા બે થેલામાં રોકડ રૂ.૭.૦૫ લાખ, ત્રણ લેપટોપ, ત્રણ મોબાઈલ, બે બાઈક, ત્રણ ઘડીયાળ અને ધાતુના સિકકા મળી રૂ.૮.૩૨ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા બંને શખ્સોની પ્રાથમિક તપાસમાં તેની સાથે રમજાન રહીમ, રિયાઝ-ઉર્ફે પટણી, રિયાઝ-રસુલ સિપાઈ, ફરરાજ ફરોજ, અહેશાનશા શબ્બીર ફકીર અને ઈલીયાસ ફીરોજ સાથે મળી ભાવનગર શહેરમાં ૧૭, રાજકોટ શહેરમાં ૨૦, ગારીયાધાર ૩ અને બોટાદ પંથકમાં ૧૫ મળી કુલ ૫૫ ચોરી કર્યાની કબુલાત આપી હતી. ચોરેલો માલ કડીના ગફરાર જુસબ ચોકશીને વેચાણ કર્યાની કબુલાત આપતા તેની સામે કાર્યવાહી કરી બેલડીને નિલમ બાગ પોલીસ મથકના હવાલે કર્યા છે.

એલસીબી પો.ઈન્સ ડી.એમ.મિશ્રા, પો.સબ.ઈન્સ. એન.જી.જાડેજા, સ્ટાફના પરાક્રમસિંહ ગોહિલ, રાકેશભાઈ ગોહેલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, જયપાલસિંહ ચુડાસમા, કલ્યાણસિંહ જાડેજા, ચંદ્રસિંહવાળા, વિઠ્ઠલભાઈ બારૈયા, રાજેન્દ્રસિંહ સરવૈયા, અરવિંદભાઈ પરમાર, ઈમ્તિયાઝખાન પઠાણ, શકિતસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ અને ત‚ણભાઈ નાદવાએ કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.