Abtak Media Google News

 

Advertisement

યુવતીએ લગ્ન કરી લીધા અંગેના પોલીસ પુરાવા ન આપી તપાસમાં ઢીલી નીતિ રાખ્યાના આક્ષેપ

આજી ડેમ ચોકડી પાસે રહેતા પરિવારની યુવતીને પાડોશી વાળંદ દંપતી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કર્યા અંગેની પોલીસમાં લેખિત ફરિયાદ આપી ત્યારે પોલીસે યુવતીએ લગ્ન કર્યાનું જાહેર કરી તપાસ કરી ન હતી ત્યારે યુવતીના માતા-પિતાએ પોતાની પુત્રીએ કોની સાથે લગ્ન કર્યા અને તે અંગેના પુરાવા પોલીસ પાસે અવાર નવાર માગવા છતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી ન હોવા અંગેના આક્ષેપ ગૃહ વિભાગમાં લેખિત ફરિયાદ આપી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે રહેતા ભાનુબેન રમેશભાઇ સોઢાની પુત્રીને પાડોશમાં રહેતા જયશ્રીબેન વાળંદ અન્તેનો પતિ મુન્ન લલચાવી ફોસલાવી ભગાડી ગયાની પોલીસમાં લેખિત ફરિયાદ આપી હતી.

આમ છતાં આજી ડેમ પોલીસ દ્વારા ભાનુબેન સોઢાની ફરિયાદ અંગે તપાસ ન કરી યુવતી અને વાળંદ દંપતીનો મોબાઇલ સ્વીચ ઓફ હોવાનું અને તમારી પુત્રીએ લગ્ન કરી લીધા હોવાનું જણાવી તપાસ કરી ન હોવાથી ગૃહ વિભાગમાં લેખિત ફરિયાદ આપી ભાનુબેને સોઢાએ પોતાની પુત્રીએ કોની સાથે લગ્ન કર્યા અને તે અંગેના ફોટા કે લગ્ન ર્સ્ટીફીકેટ જોવા માગતા પોલીસ દ્વારા સહયોગ આપવામાં ન આવ્યાના આક્ષેપ કર્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.