Abtak Media Google News

રોડ પરના ખાડાઓ તાત્કાલીક પુરવા આદેશ આપતા મ્યુનિસિપલ કમિશનર

શહેરમાં એક જ દિવસમાં અનરાધાર 11  ઇંચ જેટલો વરસાદ વરસી જતા રાજમાર્ગોને ભારે નુકસાની થવા પામી છે. અગાઉ પડેલા વરસાદના કારણે રાજમાર્ગો પર મહાકાય ખાડા પડી ગયા હતા.જે મહા મહેનતે બુરાયા બાદ ફરી મેઘરાજાએ રાજમાર્ગોની પથારી ફેરવી દીધી છે.દરમિયાન ભારે વરસાદથી રોડને થયેલી નુકસાનીનો સર્વે કરવા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે શહેરમાં  સુપડાધારે ખાબકેલા વરસાદના કારણે રાજમાર્ગો પર ફરી ખાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.વાહનચાલકોને ભારે હાલાકઈ વેઠવી પડે છે. નવેસરથી ખાડાનો સર્વે કરી તેને તત્કાલ પુરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ત્રણેય ઝોનના સીટી એન્જિનિયરઓને આદેશ આપવામાં આવ્યો છે. ખાડાઓ પર પેવિંગ બ્લોકના થીગડા મારી દેવા અને જરૂર જણાય ત્યાં મોરમ પાથરવા સૂચના આપવામાં આવી છે માધાપર ચોકડી પાસે બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાના કારણે અહીં વરસાદનું પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાય છે.

Advertisement

અને વાહન ચાલકોએ પરેશાની વેઠવી પડે છે. આ અંગે આજે અમિત અરોરાએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી કરી હતી અને તાત્કાલિક અસરથી ખાડાઓ પૂરી દેવા સૂચના આપવામાં આવી આવી છે.ભારે વરસાદના કારણે વધુ એક વખત રાજકોટના રાજમાર્ગોની દશા ગામડા છે પણ બદતર થઈ જવા પામી છે. શક્ય એટલા ઝડપથી ખાડાઓ પુરવા સુચના આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.