Abtak Media Google News

સિઝનનો 25 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો: મેટલીંગ સહિતના કામો શરૂ કરાયા

રેડ એલર્ટ જાહેર કરાયાના કલાક બાદ મેઘરાજાએ વિરામ લઇ લીધો છે. આજે પણ રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે, સવારથી શહેરમાં મેઘાડંબર વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 4 મીમી, વેસ્ટ ઝોનમાં 4 મીમી અને ઇસ્ટ ઝોનમાં 2 મીમી વરસાદ વરસી ગયો હતો. મોસમનો કુલ 25 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ગયો છે.

આજે બપોરે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન ઇસ્ટ ઝોનમાં 26 મીમી સાથે મોસમનો કુલ 512 મીમી, વેસ્ટ ઝોનમાં 15 મીમી સાથે કુલ 550 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 24 મીમી સાથે કુલ 627 મીમી વરસાદ પડ્યો છે. જો કે, સવારથી માત્ર ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે બપોરથી મેઘરાજાએ વિરામ લેતાની સાથે જ કોર્પોરેશન દ્વારા રાજમાર્ગો પર પડેલા ખાડા પૂરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 575 ચો.મી. એરિયામાં મોરમ અને મેટલીંગ પેચ કરવામાં આવ્યું હતું. જ્યાં વધુ પાણી ભરાયેલા છે ત્યાં તેના નિકાલની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદના વિરામ બાદ તંત્ર ફરી પૂરજોશમાં કામે લાગી ગયું છે. રેલનગર અન્ડરબ્રિજમાં વધારાના પંપ મૂકી ગઇકાલે સાંજે તેને ચાલુ કરી દેવામાં આવ્યો હતો. આજે સવારથી મેઘરાજાએ આંશિક વિરામ લીધો છે. સમયાંતરે માત્ર હળવા ઝાપટા પડી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.