Abtak Media Google News

ખંભાળીયાના જુની ફોટ ગામની યુવતી પર આ ગામના પરણીત યુવાને છરી બતાવી વારંવાર બળાત્કાર કર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે જ કામલીલા આચરનાર યુવાન લાપતા બન્યો હતો.

જુની ફોટ ગામમાં રહેતી અપરણીત યુવતીના પરીવારને આ ગામમાં રહેતા વજશી આલાભાઈ પિંડારિયા સાથે કૌટુંબિક સંબંધ હતા

જે સબંધનો લાભ લઈ વજશી પિંડારિયા દ્વારા આ યુવતી સાથે સંબંધ કેળવ્યા હતા દરમિયાન આ શખ્સ તા.૪ જુલાઈએ રાત્રે આ યુવતી આગળ આવ્યો હતો અને તારા માટે મેં મારી પત્નીને અલવિદા કરી દીધી છે હવે હું તારા વગર રહી શકીશ નહીં તું મને અપનાવીશ નહીં તો હું જાન કુરબાન કરી આત્મહત્યા કરી લઈશ. આ પ્રમાણે ગરજવાન શબ્દોથી પીગળાવી વજશી યુવતીને લગ્નની લાલચ આપી મોટરકારમાં બેસાડી ગાંધીધામ લઈ ગયો હતો ત્યાં હોટલમાં યુવતીને રાખી છરી બતાવી ઉપરાઉપર ચાર દિવસ બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યારબાદ આ પરણિત યુવાન યુવતીને આદિપુરમાં એક ફલેટ રાખી એક માસ સુધી સાથે રહ્યો હતો. છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી સાથે રીતસર પત્ની માફક સાથે રહેવાની ફરજ પાડી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં ફરી એકવાર ધમકી આપી આપણા લગ્ન થઈ ગયા છે આ પ્રમાણે લખાણમાં યુવતીની સહી કરાવી તેણીના ઘરે પરત મુકી ગયો હતો બાદમાં ભોગ બનનાર યુવતીએ આ પ્રમાણે કેફિયત જણાવતા પોલીસ આ મુજબ નૌટંકી કરનાર લફરાબાજ યુવાને એક સાથે બે-બે મહિલા સાથે કયા પ્રકારના નાટકો ખેલ્યા છે એ બાબતનો પડદો ઉંચકવા કવાયત હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.