Abtak Media Google News
  • ગોધરાકાંડના પગલે થયેલા કોમી રમખાણમાં પાંચ માસની ગર્ભવતી પર ગેંગ રેપ અને એક જ પરિવારની સાત વ્યક્તિની હત્યાના 11 આરોપીને થયેલી સજામાં મળી મુક્તિ
  • સુપ્રીમ કોર્ટે સજા માફી અંગે ગુજરાત સરકારને વિચારણા અંગે કરેલી ભલામણના પગલે બનેલી કમિટી દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

ગોધરામાં કાર સેવકો સાથેની ટ્રેનને આગ ચાપવાની કમનશીબ ઘટના બાદ સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. 2002માં દાહોદના લીમખેડા નજીક આવેલા રણધીકપુર ખાતે રોષે ભરાયેલા ટોળાએ પાંચ માસની ગર્ભવતી મહિલા પર થયેલા સામુહિક બળાત્કાર અને એક સાથે સાત વ્યક્તિની થયેલી હત્યા અંગેના કેસમાં આજીવનની સજા ભોગવતા 11 આરોપીઓને સાજા માફી અંગેની કમિટીની ભાલમણના પગલે સરકાર દ્વારા તમામની સજા માફી આપી છે.

ગોધરાકાંડના પગલે ફાટી નીકળેલા રમખાણમં દાહોદના લીમખેડા તાલુકાના રણધીકપુર ગામની બિલ્કીશ બાનું ગર્ભવતી હતી તેના પર સામુહિક બળાત્કાર ગુજારી તેની નજર સામે જ એક સાથે સાત વ્યક્તિઓની કરપીણ હત્યા કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

બિલ્કીશ બાનુ બળાત્કાર અને હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત પડતા સમગ્ર કાંડની તપાસ સીબીઆઇને સોપવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ સામે અમદાવાદ કોર્ટમાં ટ્રાયલ ચાલુ હતી ત્યારે સાહેદો અને પંચોને ફોડવાના થયેલા આક્ષેપના પગલે કેસની સુપ્રીમ કોર્ટના આદેશથી મુંબઇની વિશેષ અદાલતમાં કેસ ટ્રાન્સફર કર્યો હતો.

મુંબઇ સ્પેશય્લ અદાલતે 21 જાન્યુઆરી 2008ના રોજ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સજાના હુકમ સામે આરોપીઓ દ્વારા મુંબઇ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. હાઇકોર્ટ દ્વારા 2018માં સાતનો છુટકારો કર્યો હતો. અને અન્ય આરોપીઓની સજા યથાવત રાખતો ચુકાદો આપ્યો હતો.

11 આરોપીઓ પૈકી એક શખ્સે સુપ્રીમ કોર્ટમાં સજામાંથી મુક્તિ માટે રજી હતી જે અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારને સજા માફ અંગે યોગ્યતા અંગે નિર્ણય કરવા હુકમ કર્યો હોવાથી રાજય સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કમિટીની રચના કરવામાં આવી હતી.

કમિટી દ્વારા સર્વ સમતિથી 11 દોષિતોને મુક્ત કરવા સરકારને કરેલી ભલામણના રિપોર્ટના આધારે રાજય સરકાર દ્વારા 11 દોષિતોને સજા માફી આપતો મહત્વનો નિર્ણય કર્યો છે. છેલ્લા 15 વર્ષથી જેલમાં રહેલા 11 દોષિતો માટે જેલ બહાર આવવા દરવાજા ટૂંક સમયમાં જ ખુલી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.