Abtak Media Google News

આરોપીને ૧૦ વર્ષની સજા, બેલની કોઇ જોગવાઇ નહીં, પોલીસને મળશે વિશેષ અધિકાર

નોંધણી કરાવ્યા વિના સમાજમાંથી ડિપોઝીટના નામે પોન્ઝી સ્કીમો કરી નાણા ઉઘરાવનારાઓ પર સરકાર તુટી પડશે લોકોને છેતરીને પૈસા કમાવનારાને ૧૦ વર્ષની જેલની સજા આપવામાં આવશે. આ પગલાથી સંસ્થાઓ, વ્યકિતગત લોકો અને કમીટીઓ પર પણ દબાણ થશે.

બમણી અથવા મોટી રેટમાં પૈસાની હેરાફરી કરીને કમાણી કરનારા પર હાલ સરકારની બાજ નજર છે. સોના પર ધિરાણ, અને રિયલ એસ્ટેટનો બિઝનેસ કરનારાઓએ વધુ સાવચેત રહેવું પડશે.જો કે આ ખરડો લોકસભામાંથી પસાર થયેલો નથી.

લેજીસ્લેશનનું કહેવું છે કે ઘણી વખત કંપનીઓ બિઝનેસના કોર્ષ દરમ્યાન ડિપોઝીટ ઉઘરાવતી હોય છે પરંતુ તેનું વળતર પછી આપવામાં આવતુ નથી આ નવા નિયમથી ઘણી પોન્ઝી સ્કીમો પ્રકાશમાં આવી છે જેમાં શારદા અને રોઝ વેલી જેવા હાઇ પ્રોફાઇલ કરતો પણ ખુલ્યા છે.

નિયમનં અમલીકરણ થતાંજ ગેરકાયદેસર રીતે નાણા ઉઘરાવી શકાશે નહી જેના ગુનામાં કેદીને બેલ પણ મળશે નહીં.અને પોલીસ અધિકારીઓને પણ વોરંટ વિના શોધખોળ અને મિલકત સીઝ કરવાના અધિકારીઓ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.