Abtak Media Google News

નવી પ્રાઈવેસી પોલોસીને લઈ વોટસએપ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયું છે. યુઝર્સે નવી નીતિ મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી છે એટલું જ નહીં આ મુદ્દો હાઇકોર્ટમા પણ પહોંચ્યો છે. નવી ગોપનીયતા નીતિને લઈ તાજેતરમાં દિલ્લી હાઈકોર્ટ સમક્ષ કેન્દ્ર સરકારે આકરી ટિપ્પણી કરી આ નીતિ ભારતીય આઈટી એક્ટના નિયમો વિરુદ્ધ ગણાવી છે. વોટસએપના નવા નિયમો દેશના માહિતી પ્રસારણના કાયદાનો ભંગ કરનારા છે. સરકારે કહ્યું કે વોટસએપની આ નીતિથી યુઝર્સની ગોપનીયતાનો ભંગ છે.

દિલ્લી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ જ્યોતિસિંહની ખંડપીઠ સમક્ષ દાવો કરતાં સરકારે કહ્યું કે વોટ્સએપ કંપનીએ નવી નીતિ સ્વીકારનારા યુઝર્સનું એકાઉંન્ટ ડિલીટ કરવા કહ્યું છે જે ગેરમાન્ય છે. આઇટી એક્ટ વિરુદ્ધની જોગવાઇઓ છે. જે હટવી જરૂરી છે.

વોટસએપએ ખંડપીઠને કહ્યું કે તેની ગોપનીયતા નીતિ ગત 15 મેથી અમલમાં આવી છે. તેમણે યુઝર્સનું એકાઉન્ટ ડિલીટ કરવાનું પણ શરૂ કર્યું નથી પણ તેઓ તેમને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરશે. તો બીજી તરફ વોટ્સએપે દાવો કર્યો છે કે તેની નીતિ ભારતીય આઈટી કાયદા અને નિયમોને અનુરૂપ જ છે.

જણાવી દઈએ કે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા બંને પ્લેટફોર્મ (ફેસબુક અને વોટ્સએપ)ને નોટિસ ફટકારી હતી. તેમને એક એવી અરજી પર પોતાના વલણો સ્પષ્ટ કરવા નિર્દેશિત કરવામાં આવ્યો હતો જેમાં અરજી કરનાર વકીલોમાંથી એકે દાવો કર્યો હતો કે નવી ગોપનીયતા નીતિ બંધારણ હેઠળ એપ્લિકેશન વપરાશકર્તાઓને અપાયેલી ગોપનીયતાના અધિકારનો ભંગ કરે છે.

જણાવી દઈએ કે અઢીક માસ અગાઉ વોટ્સએપ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે તે બિઝનેશ હેતુથી યુઝર્સના વોટ્સએપના ડેટા ફેસબુકમાં પણ શેર થશે. અને આ માટે યુઝર્સએ ફરજિયાત નવી પોલોસીનો સ્વીકાર કરવો પડશે. અન્યથા જેને માન્ય ન હોય તે યુઝર્સ એકાઉન્ટ ડિલીટ કરી શકે છે. આ અગાઉની દિલ્હી હાઇકોર્ટની સુનાવણી દરમ્યાન આ પોલીસી અંગે દલીલ કરતા વોટ્સએપે જણાવ્યું કે અમે કોઈને પોલીસીનું ફરજીયાત પાલન કરવા અને સહમત થવા દબાણ કરતા નથી. જો કોઈ યુઝર્સને નવી પ્રાઇવસી પોલિસીથી વાંધો હોય તો યુઝર્સ એકાઉન્ટ ડિલીટ કરી નાખે. ટે ટે શું કરો છો….એવા કડક વલણ સાથે વોટ્સએપએ હાઇકોર્ટમાં જવાબ આપ્યો કે અમે કોઈ યુઝર્સને આમંત્રણ આપવા નથી જતા કે તેઓ અમારું પ્લેટફોર્મ યુઝ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.