Abtak Media Google News

અધધ આવક રળીને સરકારી તિજોરી ભરી લીધી

સરકારે પેટ્રો પ્રોડકટમાંથી ૨.૬૭ લાખ કરોડ ખંખેરી લીધા જી હા પેટ્રો પ્રોડકટનાં વેરામાંથી કેન્દ્ર સરકારે ૨.૬૭ લાખ કરોડ રૂપીયા જેવી અધધ આવક કરી લઈને સરકારી તિજોરી ભરી લીધી છે.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની તિજોરીમાં પેટ્રો પ્રોડકટ પરનાં વેરામાંથી જે મસ મોટી રકમ ઠલવાઈ છે તે અંતે તો જનતાના ગજવામાંથી જ ગઈ છે !!! મતલબ કે આ બધુ કરભારણ ગરીબ અને મધ્યમ વર્ગીય જનતાના શીરે ગયું છે.

પેટ્રો પેદાશ પરના વેરા વસુલાતના સરકારી આવકના અગાઉના વર્ષોના આકડા જોઈએ તો ૨૦૧૨-૧૩માં ૨૩૭૧૦ કરોડ ‚રૂપીયા પેટ્રોલમાંથી, ૨૨૫૧૩ કરોડ ‚પીયા ડીઝલમાંથી ૨૦૧૬-૧૭માં પેટ્રોલ પેદાશ પરના વેરામાંથી ૧૨૪૨૬૬ કરોડ ‚રૂપિયા અને ડીઝલ પરના વેરામાંથી ૬૬૩૧૮ કરોડ રૂ‚પિયા સરકારને આવક થઈ હતી.

પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારને પેટ્રો પ્રોડકટ એટલે કે પેટ્રોલ અને ડીઝલમાંથી ‚રૂપિયા ૨,૬૭,૦૦૦ કરોડ જેવી તોતિંગ આવક થઈ છે.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ નકકી થાય છે. અથવા બદલાતા રહે છે. તેના લીધે સામાન્ય વર્ગના લોકોને સમજ જ નથી. પડતી તેને ખ્યાલ જ નથી હોતો કે પેટ્રોલના ભાવ શું છે. કે શું હશે તે પેટ્રોલ પંપે ઈંધણ પૂરાવવા જાય ત્યારે માલુમ પડે કે ભાવ અમુક પૈસા કે ‚રૂપિયા વધી ગયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા છતા સ્વાભાવિક રીતે જ તેના વપરાશમાં કોઈ ઘટાડો થયો નથી કેમકે પેટ્રો પ્રોડકટ એવી વસ્તુ છે જે રોજબરોજના જીવન સાથે સંકળાયેલી છે. મોડર્ન યુગમાં વાહન વગર ચાલે નહી ને વાહન ઈંધણ વગર ચાલે નહી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.