Abtak Media Google News
દરેક ભારતીયોને અન્નનો અધિકાર!!!

ગરીબ લોકોને ભોજન 15 રૂપિયા સુધી મળી રહે તે સરકારની વિચારણા

અબતક, નવીદિલ્હી

દરેક ભારતીયોને ભોજન લેવાનો અને મેળવવાનો અધિકાર છે. આ સ્થિતિને ધ્યાને લઇ સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં ગરીબોને સસ્તા ભાવે ભોજન મળી રહ્યું છે. પરંતુ સરકારએ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે જે સબસીડી સાથે જે ભોજન લોકોને મળે છે તે કેટલાં અંશે વ્યાજબી ભાવે છે અને તેની ગુણવત્તા કેટલી છે. બીજી તરફ એ વાત ઉપર પણ થઈ રહી છે કે અનેક રાજ્યોમાં આ પ્રકારની સ્કીમ હેઠળ  કેન્ટીન ચાલી રહી છે. તમામ સ્થિતિનું અવલોકન કર્યા બાદ આ અંગે નિર્ણય લેવાશે કે આ સ્કીમ અમલી બનાવવામાં આવી છે તેના હકારાત્મક પાસા શું છે અને આગામી સમયમાં કેટલા અંશે ઉપયોગી થશે.

સરકારની વિચારણા એવી છે કે ગરીબ પરિવાર અને ગરીબના લોકો ને ભોજન 10 રૂપિયા થી લઈ 15 રૂપિયા સુધી મળી રહે તેજ હેતુ છે.  બીજી તરફ આ સ્કીમ હેઠળ જે ભોજન લોકોને મળે અને તેનો લાભ લેનાર દરેક લોકો તેમનું રાશન કાર્ડ અથવા આધાર કાર્ડના માધ્યમથી આ ભોજન મેળવી શકશે. નવેમ્બર માસમાં સુપ્રીમ કોર્ટે માર્ગદર્શીકા જાહેર કરી હતી અને કેન્દ્રને તાકીદ કરતાં જણાવ્યું હતું કે જરૂરી અને ગરીબ પરિવારોને રાશન અને ભોજન મળી રહે તે માટે કોમ્યુનીટી કિચન શરૂ કરવા જોઈએ.

સુપ્રીમના જણાવ્યા મુજબ તે વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે દરેક રાજ્યો કે જે વેલ્ફેર માં વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય તેઓએ તેમના રાજ્યોના લોકો ની બુક નું ધ્યાન રાખવું જોઈએ અને એ વાત ઉપર પણ મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરી તેઓ ભૂખ્યા ન રહે તે દિશામાં પગલાઓ પણ ભરવા જોઇએ. એ હાલ કેન્દ્ર સરકાર પણ આ સ્કીમ હેઠળ ચર્ચાને વિચારણા કરી રહ્યું છે કે જે સ્કીમ અમલી બનાવવામાં આવેલી છે તે લોકો માટે કેટલા અંશે ઉપયોગી સાબિત થશે

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.