વિટામીન બી-12 શરીરનું મેટાબોલિઝમ વધારીને થાકથી દૂર રાખે

દહીં, દૂધ, ચીઝ, સોયા પ્રોડક્ટસ અને નોનવેજમાંથી બી-12 શરીરને પુષ્કળ મળે છે અત્યારની લાઇફ સ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવને કારણે આ ઉણપ વધુ જોવા મળે છે

 

શરીરને સમતોલ આહારથી લગભગ બધા જ વિટામીન આપણાં શરીરને મળતા હોય છે પણ પવર્તમાન યુગમાં આપણી લાઇફ સ્ટાઇલ અને ખાન-પાનની ખોટી ટેવને કારણે ઘણા વિટામીનની ખામી શરીરમાં જોવા મળી રહી છે. નાનકડી બેદરકારી કેન્સર જેવા ઘણા રોગોને સામેથી આમંત્રણ આપે છે. શુધ્ધ અને સાત્વિક ખોરાક થકી શરીરને બધા જ પ્રકારના વિટામીન મળતા હોવાથી શરીરથી તંદુરસ્તી સાથે રોગોથી દૂર રહે છે. આજકાલ તમે ઘણાના બી-12ની ખામી છે તેવી વાતો સાંભળી રહે છે. લોહીની તપાસ કર્યા બાદ ક્યુ સત્વ શરીરમાં ઓછું કે વધારે છે તેની ખબર પડે છે.

આમ જોઇએ તો બધા જ વિટામીન શરીર માટે બહુ જ મહત્વના છે પણ આજે બી-12ની વાત કરવી છે. તે શરીરમાં મેટાબોલિઝમ વધારીને તમારા શરીરને થાકથી દૂર રાખે છે. લંગ, પ્રોસ્ટેટ, બ્રેસ્ટ જેવા વિવિધ કેન્સરથી પણ બચાવે છે. દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન બી-1, બી-2 અને બી-12 હોય છે તેથી નિયમિત આહારમાં લેવું જરૂરી છે. આપણાં દેશમાં અલગ-અલગ રાજ્યો પર્યાવરણ પ્રમાણે ખોરાક છે. આપણાં ગુજરાતમાં શાકાહારી ખોરાક લેનારાનો વર્ગ મોટો છે. શાકાહારી હોય અને દૂધ ઓછા પીતા હોય તેને બી-12ની ખામી થવાની શક્યતા વધી જાય છે, જે સ્ટેમિના અને માનસિક અસર કરે છે.

બી-12ની ખામીને કારણે સતત થાક લાગવો, સ્કીન સુષ્ક કે તેની ઉપર કાળા ચાઠા પડી જાય છે. આપણાં શરીરમાં રેડ બ્લડ સેલ અને ડી.એન.એ. નિર્માણમાં બી-12નો ફાળો વિશેષ છે. એક વાત નક્કી છે કે ફીશ, ઇંડા અને ડેરી પ્રોડક્ટ્સમાં તે ભરપૂર મળે છે. કમળો થાય, લાલ રક્તકણો બનવાનું બંધ થાય કે એનિમિયા થઇ જાય જે તેની ખામીને કારણે થાય છે. તેની ખામીને કારણે શરીર રક્તકણ ન બનાવી શકતા ઓક્સિજન ભ્રમણ નથી થતું જેને કારણે થાક-અશક્તિ લાગે છે. તેની સૌથી મોટી ખામી જ્ઞાનતંતુને અસર કરે છે. આ ઉણપની ઝડપથી સારવાર ન થાય તો ચાલવા-હાલવામાં ફેરફાર થવા લાગે છે, ઘણીવાર દ્રષ્ટિ નબળી કે ધૂંધળું દેખાવા લાગે છે. તેની ટ્રીટમેન્ટમાં બી-12ના ઇન્જેક્શનનો કોર્ષ કરવો પડે છે.

જો તમે શાકાહારી છો અને દૂધ ઓછું પીવો છો તો બી-12 વિટામિન ઘટવાના પુરા ચાન્સ છે. આ વિટામિન શરીર માટે ઘણું ઉપયોગી છે. તેની ખામી શરીરમાં ઘણી બધી ખામી સાથે મુશ્કેલી ઉભી કરે છે. જેમકે સ્ટેમિના ઘટવી, માનસિક અસર, તમારી ત્વચા ડલ થઇ જવી જેવી અનેક બિમારી આવી જાય છે. કેટલીક વાર તો ચામડીમાં કાળા ચાઠા પડી જાય છે.

આપણાં શરીરમાં લાલ રક્તકણો (છઇઈ) તથા ડી.એન.એ. બનાવવામાં બી-12નો વિશેષ ફાળો છે. મગજના જ્ઞાનતંતુ બરોબર કામ કરે એ માટે પણ તેની જરૂર છે. આ વિટામનિ બી-12 માંસ, માછલી, ઇંડા અને ડેરી પ્રોડક્ટ્સમાંથી વિશેષ મળે છે. તેણી ઉણપ માટે જે ‘મેટાફોર્મિન’ દવા ડાયાબીટીશના દર્દી, વૃધ્ધો લેતા હોય તેને વધુ જોવા મળે છે. આ ખામી એવી છે કે તેના લક્ષણો બહુ મોડા બતાવે છે. આની ખામીને કારણે લાલ રક્તકણો ન બનતા એનિમિયા થઇ જાય છે.

તમારૂં શરીર આ રક્તકણો ન બનાવી શકવાને કારણે શરીરમાં ઓક્સિજનનું પુરતું ભ્રમણ પણ અટકી પડે છે. અશક્તિ અને થાક લાગે છે. આ વિટામિનનો સંગ્રહ જ ડરમાં થાય છે, જેથી શરીર તેને શોષી શકે. આ ખામીમાં ખાલી ચડી જવાની ફરિયાદો વિશેષ જોવા મળે છે.

જો આ ખામીની તમે સારવાર ન કરો તો તમારા હલન-ચલનમાં ફેરફાર થતો જોવા મળે છે. વારંવાર મોઢું આવી જાય, જીભનો આકારને રંગ પણ બદલાય જાય છે અને ચાંદા પણ પડે છે.

ઓક્સિજનની ભ્રમણ પ્રક્રિયા અટકતી હોવાથી ખામી વાળાને શ્ર્વાસ લેવામાં તકલીફ સાથે ચક્કર પણ આવે છે. ઘણીવાર દ્રષ્ટિ નબળી કે ધૂંધળું દેખાય છે. આવી ખામી વાળાના મુડમાં વારંવાર ફેરફાર, ચિત્તભ્રમ થઇ જાય છે. શરીરનું તાપમાન પણ ઊંચુ જોવા મળે છે. આવુ જણાય ત્યારે દવા સાથે ઇન્જેક્શન લેવા જ પડે છે. આ વિટામિન આપણું શરીર જાતે નથી બનાવી શકતું તેથી પ્રાણીજન્ય પ્રોટીન દૂધ, નોનવેજ ફુડમાંથી મળી શકે છે.

આ બી-12ની ઉણપને પુરી કરવા દહીં, ઓટમીલ, સોયા પ્રોડક્ટ્સ, દૂધ, ચીઝ જેવા ખોરાક લેવો જરૂરી છે. આ વિટામિનનું તમારા શરીરમાં સંતુલન જળવાઇ તો બ્રેસ્ટ, ક્લોન, લંગ અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.

આના લક્ષણોમાં માથુ ઘૂમ્યા કરે, યાદશક્તિ ઓછી થવી જેવા વિવિધ ચિન્હો જોવા મળે છે. અન્ય લક્ષણોમાં કંટાળો આવે, ઉર્જાનો અભાવ, ટૂંકા શ્ર્વાસ, નર્વસનેશ પણ જોવા મળે છે. આપણાં શરીરમાં વધતા કોષોમાં રક્તકણો, ચેતાતંતુ, પાચનતંત્રના કોષો અને ચામડીના કોષોને બી-12ની જરૂર પડે છે, તેથી તેની ખામી ભયંકર બિમારીને આમંત્રણ આપે છે. શરીરને જેટલું જોય તેનો લિવરમાં સ્ટોક હોય છે.

જન્મ બાળકનું વજન ઓછું હોય તેને આ ખામી જોવા મળે છે. એક વાત નક્કી છે કે વેજિટેરિયન ફૂડ કે કોઇ વનસ્પતિમાંથી આ બી-12 મળતું નથી. માટે દૂધ પીવો તોજ આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.

વિટામીન બી-12ની ઉણપ ઘણા ખાદ્ય પદાર્થોથી દૂર કરી શકાય

શરીરમાં વિટામીન ખૂબ જરૂરી છે. ઘણીવાર એક ઉણપ હોય તો બીજી બિમારી શરૂ થઇ જાય છે. શરીરને સારી રીતે કાર્ય કરવા માટે શરીરમાં પ્રોટીન, ખનીજ અને વિટામીનની જરૂર હોય છે. વિટામીન બી-12 શરીરની સર્ક્યુલર અને નર્વસ સીસ્ટમને તંદુરસ્ત રાખે છે. આપણા ઘણા પ્રાકૃતિક આહારોમાંથી તે સરળતાથી મળી શકે છે. પોષ્ટિક આહાર સૌથી બેસ્ટ મેડીસીન છે. ઇંડા, દહીં, ઓટમીલ, ફીશ, પનીર, બ્રોકલી, ડેરી પ્રોડક્ટ્સ અને સોયાબીનનો આહાર લેવો જરૂરી છે. શાકાહારી લોકો દૂધનો વધુ ઉપયોગ કરે તે જરૂરી છે.