Abtak Media Google News

કડવા પાટીદાર સમાજમાં ઉત્સાહનું મોજું છવાયું

સ્થળ પસંદગીનુ કામ જોરશોરથી શરૂ: રાજકોટમાં ર્માં ઉમિયાનું મંદિર ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્ય અને સામાજિક પ્રવૃતિ માટેનું કેન્દ્રસ્થાન બનશે

રાજકોટમા કડવા પાટીદાર સમાજનો બહુ મોટો વર્ગ વસવાટ કરે છે.પરંતુ સમાજના કુળદેવીમાઁ ઉમિયાના મંદિરની ખોટ સાલતી હતી તેવી સામાજિક ભાવનાનો પડઘો પડયો છે.અને રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી માઁ ઉમિયાનું ૨૩૩મું ભવ્ય મંદિર આકાર લેવા જઈ રહ્યું છે. પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)એ જણાવ્યું હતું કે, વિશ્ર્વમાં જયાં જયાં માઁ ઉમિયાના સંતાનો વસતા થયા ત્યાં ત્યાં તેમના આધ્યાત્મિક સંસ્કારોને કારણે કુળદેવી માઁ ઉમિયાના મંદિરોના નિર્માણ થયા છે.હાલ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં કડવા પાટીદાર સમાજનો મોટો સમુદાય વસવાટ કરે છે.પણ માઁ ઉમિયાનું મંદિર રાજકોટમાં ન હતું. હા લ સમાજની વસ્તી અને વિસ્તાર રાજકોટમાં સૌરાષ્ટ્રના દરેક ગામડેથી આવીને વસવાટ કરેલ છે. જયારે  રાજકોટમાં કડવા પાટીદાર સમાજનો મોટો સમુદાય હોય તો માઁ ઉમિયાનું મંદિર હોવાની લાગણી ઘણા સમયથી વ્યકત થતી હતી તાજેતરમાં પટેલ સેવા સમાજ દ્વારા ઉમિયાધામ ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞના પ્રચાર અર્થે રાજકોટમાં માઁ ઉમિયાના રથ સાથે સાઈકલ અને બાઈક સવારોની વિશાળ રેલી રાજકોટ શહેરમાં ફરેલ હતી તેમજ તાજેતરમાં વડીલ વંદના વેલકમ-૨૦૨૦ કાર્યક્રમ યોજાયો ત્યારે સમાજના વડીલોએ અને યુવાનોએ માઁ ઉમિયાનું મંદિર બનાવવાની આ લાગણી વધુ એક વખત વ્યકત કરતાં આ જ કાર્યક્રમમાં રાજકોટમાં કુળદેવી માઁ ઉમિયાનું ભવ્ય અને અદ્યતન મંદિર નિર્માણ કરવાની સૈધ્ધાંતિક જાહેરાત કરવામાં આવેલ હતી.

7537D2F3 5

અરવિંદભાઈ પટેલે જણાવ્યું  હતું કે, રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટના નિર્માણ સમયે રાજકોટમાં કુળદેવી માઁ ઉમિયાના મંદિર નિર્માણનો નિર્ધાર પાર્ટી પ્લોટમાં જ સાથોસાથ કરવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે સમાજ માટે પાર્ટી પ્લોટના નિર્માણને અગ્રતા આપી હતી.આમ તે સમયના સંકલ્પની તાજેતરમાં સૈધ્ધાંતિક જાહેરાત કરાય બાદ મંદિર નિર્માણની ગતિવિધિ તેજ બની છે જેથી કડવા પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહનું મોજું છવાયું  છે .અરવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું. કે, કડવા પાટીદાર સમાજની શાખ એવી છેકે કામ માટે નિર્ણય કર્યા પછી તરત એ  માટે કામગીરી પણ શરૂ કરવામાં આવ્યું છે આમાટે સમાજ ઉત્કર્ષ માટે પટેલ સેવા સમાજ દ્વારા અનેક પ્રકારની ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્ય અને સામાજિક પ્રવૃતિઓ નિરંતર ચાલતી રહે છે. રાજકોટમાં નિર્માણ થનારૂં  કુળદેવીમાઁ ઉમિયાનું આ મંદિર આ તમામ પ્રવૃતિ માટેનું કેન્દ્રસ્થાન બનશે.અને પ્રેરણાધામ પણ બનશે.કુળદેવીના સાનિધ્યમાં આ પ્રવૃતિ વિસ્તરશે, અને વિકસશે તેવી શ્રધ્ધા પણ તેમણે વ્યકત કરી હતી.

અરવિંદભાઈ પટેલએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં કુળદેવીમાઁ ઉમિયાનું મંદિર બની રહ્યું છે.તેની જાણ થતા જ સમાજના અનેક સમર્થ દાતાઓએ આ માટે ભામાશાહ બનવાની સ્વૈચ્છિક તત્પરતા પણ દાખવી છે આવું દાન જરૂરી પણ છે અને આવકાર્ય પણ છે, સાથોસાથ સમાજમાં અદનો પરિવાર પણ મંદિર નિર્માણમાં સહયોગ આપ્યાનો ધાર્મિક સંતોષ મેળવી શકે તે પણ અત્યંત જરૂરી છે. નિર્માણમાં પોતાનો પણ સહયોગ છે તે ભાવના જ સમાજનાં સંગઠનને મજબુત બનાવવામાં મદદરૂપ થતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.