Abtak Media Google News

પોર્ટલ ઠપ્પ થઇ જતા કલાકોનો સમય વેડફાયો: ટેક્સ ક્ધસલ્ટન્ટ પણ મુંઝવણમાં મુકાયા

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યો ત્યારથી વેપારીઓની પરેશાની વધી ગઇ છે. GSTR-1સબમિટ કરવાનો મંગળવારે (૧૦મી ઓક્ટોબર) છેલ્લો દિવસ હોવાથી વેપારીઓ સવારથી GSTR-1 સબમિટ કરવા પ્રયાસ કરતા હતા. ત્યારે જ દર વખતની જેમ GST પોર્ટલ ઠપ થઇ જતાં વેપારીઓ પરેશાન થઇ ગયા હતા. ટેક્સ ક્ધસલ્ટન્ટ પણ વેબસાઇટના ધાંધિયાથી પરેશાન થઇ ગયા હતા. દિવાળીના તહેવારોમાં માંડ માંડ ઘરાકી જામી હોય ત્યારે જ વેપારીઓના GSTR-1 સબમિટ કરવા માટ કલાકો વેડફાતા હોવાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજ વેપારીઓની ફરિયાદ છે કે GST અમલ કરતાં પહેલા સિસ્ટમ યોગ્ય ડેવલપ કરવાની એને તેની વેબસાઇટ યોગ્ય ડિઝાઇ કરી હોય તો સારૂ હતું. દર વખતની માફક આ GSTR-1 સબમિટ કરવામાં પણ વેપારીઓએ સમય અવધી વધારી આપવા માંગ કરી છે.

ટેક્સ સલાહકારોના જણાવ્યા મુજબ મંગળવાર GSTR-1 સબમિટ કરવાનો છેલ્લો દિવસ હતો. હવે સવારથી જ વેબ પોર્ટલ ઠપ થઇ જતાં વેપારીઓ મૂંઝાયા હતા. બપોર પછી સિસ્ટમ કાર્યરત થઇ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા હતા. જ્યારે હકીકતમાં વેપારીઓ પોતાનું GSTR-1સબમિટ કરે ત્યારે પોર્ટલમાં જુદી જુદી એરર આવતાં તેમના GSTR-1 સબમિટ થઇ શકયા નહોતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.