Abtak Media Google News

૪૪ હજાર લાઈટ વેઈટ મશીન ગન ભંગારમાં કાઢવાનો નિર્ણય: જરૂરી સાધનોની ખરીદીના અનેક પ્રોજેકટ વર્ષોથી અભેરાઈએ ચડાવાયા

ભારતીય સૈન્યના આધુનિકરણની મસમોટી વાતો સરકાર કરી રહી છે. અબજો ‚પીયાના ખર્ચે અત્યાધુનિક તોપો અને હેલીકોપ્ટરો ખરીદવા અન્ય દેશો સાથે કરાર થયા છે. પરંતુ હાલ જવાનોની અનેક જરૂરીયાતોને નજર અંદાજ કરવામાં આવી રહી છે. હળવા વજનની ૪૪ હજાર મશીનગન ભંગારમાં નાકી દેવાનો નિર્ણય લેવાયો છે.

Advertisement

મોટા હથીયારોની જગ્યાએ જવાનો માટે બુલેટપ્રુફ જેકેટ, બેલીસ્ટીક હેલ્મેટ સહિતનો જ‚રી સરંજામ ખરીદવો જ‚રી છે. હાલ ભારતીય સૈન્યના જવાનો પાસે આ પ્રકારનાં શસ્ત્ર સરંજામની ઉણપ છે વર્ષ ૨૦૧૫થી હજુ સુધી ઈઝરાયલ વેપન ઈન્ડસ્ટ્રીઝ સાથે ૭.૬૨ એમએમની મશીનગન ખરીદવાની વાટાઘાટો છે.

શસ્ત્રો બનાવતી વિદેશી કંપનીઓ પાસેથી ૪૪ હજાર મશીનગન ખરીદવા માટે બાય એન્ડ મેક પધ્ધતિને અનુસરવાનું નકકી કરાયું છે. જોકે આ પ્રોજેકટ તો ઘણા સમયથી ગોકળગાયની ગતિએ ચાલુ છે. અધધ રૂ.૧૩ હજાર કરોડનો પ્રોજેકટ હોવા છતા યોગ્ય નિર્ણય શકિતના અભાવે જવાનો જરૂરી હથીયાર વિહોણા છે.

ગયા સપ્ટેમ્બર માસમાં ભારતીય સૈન્ય માટે બે લાખ ન્યુ જનરેશન ૭.૬૨ એમએમ ૫૧ એમએમ કાર્બાઈન્સ ખરીદવા વિશ્ર્વ ઉપર નજર દોડાવાઈ હતી. જવાનોને જરૂરી હથીયાર પૂરા પાડવામાં અગાઉના ભ્રષ્ટાચાર, ટેકનીકલ જરૂરીયાતોની અવાસ્તવિક માંગ અને કેલીબરમાં અવાર નવાર થતા ફેરફાર સહિતના કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

હાલ પાકિસ્તાન સાથે અવાર નવાર અથડામણ થાય છે. ઉપરાંત ચીનની અવળચંડાઈથી યુધ્ધ અથવા મીની યુધ્ધ જેવા છમકલાની દહેશત છે. તેમજ સૈન્યને વારંવાર આતંકીઓ સાથે લડાઈમાં ઉતરવું પડતુ હોય છે. ત્યારે જવાનો માટે યોગ્ય જરૂરી સાધનો પૂરા પાડવામાં સરકારની લાપરવાહી લાંબા સમયે નુકશાન કરે તેવી ભીતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.