Abtak Media Google News
  • કેન્દ્રમાં કોંગ્રેસના શાસનમાં ગુજરાતને  કશું જ પ્રાપ્ત થયું નથી: છેલ્લા 10 વર્ષમાં ગુજરાત માટે મોસાળે જમણ અને ર્માં પીરસનારી જેવો અદ્ભૂત માહોલ
  • નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી અટકાવી કોંગ્રેસે વર્ષો સુધી સૌરાષ્ટ્રની જનતાને તરસી રાખી
  • ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુએ મતદારો સમક્ષ મૂકી ‘સાચી વાત-સચોટ વાત’
  • કોંગ્રેસના પાપે રામલલ્લાએ વર્ષો સુધી ટેન્ટમાં રહેવું પડ્યું નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું

આવતીકાલે લોકશાહીના મહાપર્વમાં સુરત સિવાય ગુજરાતની લોકસભાની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. રાજ્યભરમાં જયશ્રી રામના નારા ગુંજી રહ્યા છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિકાસને વરેલા ભાજપને મત આપી નરેન્દ્રભાઇના હાથ વધુ મજબૂત કરવા જોઇએ.

Advertisement

ભાજપને શા માટે મત આપવો જોઇએ અને કોંગ્રેસને શા માટે જાકારો આપવો જોઇએ. તેના તર્ક સાથેના તારણો આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુએ રજૂ કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસના નેતાઓના મન-હૃદ્યમાં ગુજરાત પ્રત્યે ભારોભાર રાગદ્વેષ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર વર્ષો સુધી દરવાજા મુકવાની મંજૂરી નહીં આપી કોંગ્રેસ સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને વર્ષો સુધી પાણી વિના તરસી રાખવાનું કામ કર્યું હતું. નરેન્દ્રભાઇએ વડાપ્રધાન પદે શપથ લીધાના 17માં દિવસે નર્મદા ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી દીધી હતી. જે પ્રસ્થાપિત કરે છે કે નરેન્દ્રભાઇના હૈયે ગુજરાતનું હેત સમાયેલું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કાશીએ ભારતનું અભિન્ન અંગ છે. ભારતનું મસ્તક છે. કાશ્મીરમાં 370ની કલમ ન ઉઠાવી કોંગ્રેસના શાસકોએ વર્ષો સુધી કાશ્મીરની જનતાને વિકાસથી વંચિત રાખી. નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં 370ની કલમ એક ઝાટકે ઉઠી જતા હવે કાશ્મીરીઓ પણ વિકાસનો અહેસાસ કરી રહ્યા છે. ભગવાન શ્રીરામને 500 વર્ષ સુધી ટેન્ટમાં રાખવાનું મહાપાપ કોંગ્રેસ કર્યું હતું. માત્રને માત્ર પોતાની વોટબેન્ક સાચવી રાખવા માટે અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવાનો ચુકાદો અટકાવી રાખ્યો હતો. નરેન્દ્રભાઇના શાસનમાં ભારતવાસીઓનું અયોધ્યામાં રામ મંદિરનું સપનું સાકાર થયું છે. આજે દેશભરમાં જયશ્રી રામના નાદ ગુંજી રહ્યા છે. આ બધુ આપના એક-એક મતથી સાકાર થયું છે. નરેન્દ્રભાઇને સતત ત્રીજી વખત દેશની શાસન ધૂરા સોંપવીએ દરેક ભારતવાસીઓની ફરજ છે. મતદાન આપણી ફરજ અને અધિકાર છે. ઉમેદવાર કોઇપણ હોય ગુજરાતના મતદારોએ માત્રને માત્ર કમળ અને નરેન્દ્રભાઇના ચહેરાને જ ધ્યાનમાં રાખવા નરેન્દ્ર બાપુએ સહૃદ્ય અપીલ કરી છે.

  • કાશી-મથુરામાં પણ ભવ્ય મંદિરના નિર્માણ માટે નરેન્દ્રભાઇને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા: ગરમી સહિતના બહાનાઓ સાઇડ મૂકી ગુજરાતની જનતાને રેકોર્ડબ્રેક મતદાન કરવા નરેન્દ્રભાઇ સોલંકીની હાંકલ
  • કાશ્મીરમાંથી 370ની કલમ ન હટાવી કોંગ્રેસે દેશની જનતા સાથે કરી ગદ્દારી: આજે કાશ્મીરીઓ કરી રહ્યા છે વિકાસનો અહેસાસ
  • ભાજપ તરફી મતદાન એટલે ઉજ્જવળ ભારતનું નિર્માણ: નરેન્દ્ર સોલંકી
  • મતદારોએ ઉમેદવારો નહિં પરંતુ નરેન્દ્રભાઇ મોદીના ચહેરાને ધ્યાનમાં રાખી મતદાન કરવાનું છે: નરેન્દ્રબાપુનું આહવાન

Screenshot 3 1

કોંગ્રેસના શાસનમાં બિમાર વ્યક્તિઓની પણ ખેવના કરવામાં આવતી ન હતી. આજે આયુષ્યમાન કાર્ડમાં 10 લાખ સુધીની સહાય દરેક પરિવારને આપવામાં આવે છે. જેમાં પાંચ લાખ કેન્દ્ર સરકાર દ્વારા અને પાંચ લાખ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. 6 કરોડથી વધુ પરિવારો હાલ આયુષ્યમાન કાર્ડ થકી બિમારી સામે નિશ્ર્ચિત બન્યા છે. નરેન્દ્રભાઇ મોદીને મત આપવા માટેના એક નહિં અનેક કારણો અને તારણો નરેન્દ્ર બાપુએ રજૂ કર્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં 7 દાયકામાં કામ ન થયું હોય તેથી વધુ કામ નરેન્દ્રભાઇ મોદીના એક દશકાના શાસનમાં થયું છે. કોંગ્રેસે પરિવારવાદ અને જ્ઞાતિ-જાતિ આધારિત રાજનીતીને પ્રાધાન્ય આપ્યું હતું. જેના કારણે ભારતની વિશ્ર્વમાં કોઇ ગણના થતી ન હતી. ત્યારે નરેન્દ્રભાઇએ વિકાસની રાજનીતીને પ્રાધાન્ય આપ્યું જેના કારણે આજે વિશ્ર્વભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આજે સમગ્ર દેશમાં ‘ફીર એકબાર મોદી સરકાર, અબકી બાર 400 કે પાર’નો નારો ગુંજી ઉઠ્યો છે. નરેન્દ્રભાઇ મોદી સામે એક આખી એવી જમાત ભેગી થઇ છે જેઓના લલાટે ભ્રષ્ટાચારના મુગટ શોભી રહ્યા છે. આ જમાતને ભારતના ભવિષ્યમાં કે મજબૂત નિર્માણમાં કોઇ જ રસ નથી. માત્રને માત્ર પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવામાં રસ છે. આખું ગઠબંધન માત્રને માત્ર નરેન્દ્રભાઇને ટાર્ગેટ કરી રહ્યું છે. જેની સામે નરેન્દ્રભાઇ ખૂબ જ આત્મવિશ્ર્વાસથી આગળ વધી રહ્યા છે અને નવી સરકાર બન્યા બાદ પ્રથમ 100 દિવસના કામનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે. માત્રને માત્ર દેશવાસીઓ માટે જીવન જીવતા અને 18-18 કલાક કામ કરતા યુગ પુરૂષ જેવા નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા માટે ભાજપ તરફી મતદાન કરવા આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ગુરૂશ્રી જીવરાજ બાપુ (નરેન્દ્રભાઇ સોલંકી)એ ગુજરાતના શાણા અને સમજુ મતદારોને હૃદ્યસ્પર્શી અપીલ કરી છે.

નરેન્દ્રભાઇ મોદીને મત એટલે મજબૂત ભારતનું નિર્માણ કમળનું બટન દબાવવાના આ રહ્યા સચોટ કારણ

આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ મત આપતા પહેલા મતદારોને અનેક વાતો યાદ અપાવી છે. નરેન્દ્રભાઇ મોદી અને કમળને શા માટે મત આપવો જોઇએ તેના સચોટ કારણો તેઓએ રજૂ કર્યા છે. આ ચૂંટણી માત્ર ભાજપને જીતાડવા માટેની નહિં પરંતુ સમગ્ર રાષ્ટ્રના નિર્માણ માટેની છે. સતત ત્રીજી વખત નરેન્દ્રભાઇ દેશના વડાપ્રધાન બને તે માટે અઢારેય વરણના મતદારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક દશકામાં નરેન્દ્રભાઇએ એટલા મહત્વપૂર્ણ લોકઉપયોગી કાર્યો કર્યા છે કે આ કાર્યો કરવામાં અન્ય કોઇ રાજનેતાને દાયકાઓ લાગી ગયા હોત. નરેન્દ્રભાઇને મત એટલે મજબૂત ભારતનું નિર્માણ મતદાનએ આપણો અધિકારી નહિં પરંતુ ફરજ છે. નરેન્દ્રભાઇએ વિશ્ર્વની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના ભારતમાં અમલમાં મૂકી હાલ આયુષ્યમાન કાર્ડ દ્વારા ગુજરાતની જનતાને 10 લાખ સુધી તબીબી સહાય આપવામાં આવે છે. જેમાં પાંચ લાખની સહાય કેન્દ્ર સરકાર અને પાંચ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. દેશની 6 કરોડથી વધુ જનતા આયુષ્યમાન કાર્ડ થકી બિમારી સામે સુરક્ષીત બની છે. હવે ભારતની પ્રજા બિમારીનો મક્કમતાથી સામનો કરી રહી છે. પીએમ વિશ્ર્વકર્મા યોજના કારીગર વર્ગ માટે આશિર્વાદરૂપ સાબિત થઇ છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળ હવે ભૂતકાળ બની ગયો છે. જે માત્રને માત્ર ભાજપ સરકાર અને નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીની આભારી છે. રાજકોટને એઇમ્સ આપી નરેન્દ્રભાઇએ સૌરાષ્ટ્રનું ઋણ ચુકવ્યું છે ત્યારે દેશવાસીઓના હૃદ્યમાં નરેન્દ્રભાઇ સાથે કમળ પણ બિરાજમાન છે. આપણે કમળનું બટન દબાવીને વિકાસની મહેકને વધુ મહેકાવી જોઇએ.

તેઓએ ભાજપને મત આપવાનું વધુ એક સચોટ કારણ રજૂ કરતાં જણાવ્યું હતું કે આજે 500 વર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા તે નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. રામરાજ્ય તરફ ભારતના પ્રયાણ માટેની આ પ્રથમ ચૂંટણી છે. જેને દેશવાસીઓએ સહર્ષ વધાવી લેવી જોઇએ. તમારે એક મતથી આજે દુનિયામાં ભારતનું અર્થતંત્ર 11માં ક્રમેથી છલાંગ લગાવી સીધું પાંચમા ક્રમે આવી ગયું છે. હવે કમળનું બટન દબાવશો એટલે ત્રીજા ક્રમે આવી જશે. તેમાં કોઇ જ શંકા નથી. એક મતની કિંમત શું હોય તેનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્યું હતું કે તમારા એક મતથી રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યું, કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ થઇ, 70 વર્ષથી વધારે ઉંમરના લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે, કાશી-મથુરા, ઉજ્જૈનનો સંપૂર્ણ કાયાપલટ થયો, ચારધામ યાત્રા માટે સુગમ અને સુરક્ષા માટેના માર્ગો બન્યા, બાબા અમરનાથની યાત્રા સંપૂર્ણપણે સુરક્ષીત બની જવા પામી છે.

નરેન્દ્ર બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે ભાજપના સૌના સાથ અને સૌના વિકાસમાં માને છે. રાજકોટની વાત કરવામાં આવે તો હિરાસર એરપોર્ટ થકી રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થકી હવાઇ માર્ગે વિશ્ર્વના અન્ય દેશો સાથે જોડાઇ ગયું. હવે લોકોના લાઇટબીલ શૂન્ય થઇ જાય તે માટે પ્રધાનમંત્રી સોલાર યોજના લાવ્યા છે. 80 કરોડ ગરીબ પરિવારોને આગામી પાંચ વર્ષ સુધી મફ્ત અનાજ વિતરણ કરવામાં આવશે. વિધવા બહેનોને રૂ.1250 ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે. દરેક નાના ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કરાવવામાં આવે છે. રણ વિસ્તારમાં ખેડૂતોને નર્મદાના કેનાલ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. કોઇપણ વ્યક્તિ બિમાર થાય અથવા રોડ અકસ્માત થાય ત્યારે 108 એમ્બ્યુલન્સની નિ:શુલ્ક સેવા પ્રાપ્ત થાય છે. અગાઉ ભારતમાં આતંકીઓ હાહાકાર મચાવતા હતા. હવે નવું ભારત નિર્માણ પામ્યું છે. જે દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે છે. રાષ્ટ્રની સુરક્ષા માટે કરવામાં આવેલી એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇકએ દેશવાસીઓએ ભાજપને આપેલા મતની તાકાત બતાવે છે. કોઇપણ ગરીબ કે મધ્યમ વર્ગના બહેન-દીકરીઓને ડિલીવરી સમયે સરકારની કિલકિલાટ ગાડી ઘરે મૂકવા આવે છે. આજે વિશ્ર્વના શક્તિશાળી દેશો એવું કહેવા લાગ્યા છે કે મોદી હૈ તો મુમકીન હૈ. વિશ્ર્વભરના દેશોની ભારત તરફની દ્રષ્ટિ આજે બદલાઇ ગઇ છે. આવા અનેક તારણો છે જે ભાજપને મત આપવા માટે દેશવાસીઓને પ્રેરણા આપી રહ્યા છે. દેશના વિકાસ માટે 100 ટકા મતદાન કરવા માટે નરેન્દ્ર બાપુએ અપીલ કરી છે.

ભ્રષ્ટાચારી કોંગ્રેસના શાસનમાં ગુજરાતને મળ્યો માત્ર અન્યાય: ‘પંજા’ને જાકારો આપવા મતદારો મક્કમ

આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ આજે ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાત દરમિયાન મતદારોને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરી હતી. સાથોસાથ ભ્રષ્ટાચારી કોંગ્રેસને શા માટે જાકારો આપવો જોઇએ. તેના કારણો રજૂ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે 1947માં દેશ આઝાદ થયો અને 1950માં બંધારણે ઓબીસી સમાજને અનેક અધિકારો આપ્યા ત્યારબાદ સુપ્રિમ કોર્ટે 1992માં ઓબીસી સમાજને 50 ટકા સુધી અનામત આપવાનો નિર્ણય કર્યો. 1992 થી 2014 સુધીના 22 વર્ષના સમયમાં કોંગ્રેસે ઓબીસી સમાજને શા માટે તેઓના અધિકારથી વંચિત રાખ્યા. સ્પષ્ટ બહુમતી હોવા છતાં કેમ વિશ્ર્વકર્મા સમાજને અધિકારો આપવામાં આવ્યા નહિં. કોંગ્રેસ સરકાર વર્ષો સુધી સત્તા પર રહી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે સુપ્રિમ કોર્ટમાં લડત ચલાવવા માટે તેઓને કોને રોકી હતી. તેની પણ સ્પષ્ટતા કરવી જોઇએ. નર્મદાએ ગુજરાતની જીવાદોરી છે. નર્મદાની ઉંચાઇ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉપવાસ પર બેસવાની ફરજ પડી હતી. ડેમની ઉંચાઇ વધારવા અને દરવાજા મૂકવા કોંગ્રેસને કોન રોકતું હતું. તેની સ્પષ્ટતા પ્રજા સમક્ષ કરવી જોઇએ. ચારધામ યાત્રાની વાત હોય, અમરનાથ યાત્રાની વાત હોય કે સનાતન ધર્મની વાત હોય જ્યાં ભારત સહિત વિશ્ર્વભરના લોકોની આસ્થા અને શ્રધ્ધાથી જુએ છે. આ જગ્યાને ડેવલપ કરવા અને રોડ-રસ્તા બનાવવા માટે કોંગ્રેસને કોણ રોકતું હતું. ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે નરેન્દ્રભાઇ મોદીએ 10 વર્ષમાં કરોડો આવાસનું નિર્માણ કર્યું. કોંગ્રેસની માનસિકતા જ ગરીબ વિરોધી છે. સ્પષ્ટ બહુમતી અને દાયકાઓ સુધી સત્તા હોવા છતાં કોંગ્રેસે ગરીબો માટે આવાસ બનાવ્યા ન હતા. આવું કામ કરતા કોંગ્રેસને કોણ અટકાવતું હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેશુભાઇ પટેલ સત્તારૂઢ થયા તે પહેલા અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં છાશવારે કર્ફ્યુ લાગતા હતા. આ કર્ફ્યુ બંધ કરાવવા માટે કોંગ્રેસને કોણ અટકાવતું હતું. કેશુભાઇ અને ત્યારબાદ નરેન્દ્રભાઇની સરકારમાં થયેલી કામગીરીના કારણે ગુજરાતમાં કર્ફ્યુ ભૂતકાળ બની ગયા છે. આજે વિશ્ર્વભરની નજર ભારત તરફ છે ત્યારે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં જઇ ભારતને વગોવી રહ્યા છે. દેશમાં આજે ફોરેન જેવા રોડ-રસ્તાનું નિર્માણ થયું છે. કોંગ્રેસને આવા રસ્તા બનાવતા કોણ રોકતું હતું. તેવો વેધક સવાલ નરેન્દ્ર બાપુએ કર્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે નલ સે જલ યોજના અંતર્ગત ઘર-ઘર સુધી પીવાના શુદ્વ પાણી પહોંચ્યા છે. કોંગ્રેસના શાસનમાં લોકોને પીવાનું પાણી મેળવવા માટે કિલોમીટરના કિલોમીટર સુધી ભટકવું પડતું હતું. જે કોંગ્રેસની નિષ્ફળતા ઉજાગર કરે છે. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઇ મોદી ભારતના વડાપ્રધાન તરીકે સત્તારૂઢ છે અને પ્રજા માટે 18-18 કલાક કામ કરી રહ્યા છે. ત્યારે આવા નેતાને ફરી દેશની શાસનધૂરા સોંપવા નરેન્દ્ર બાપુએ અપીલ કરી છે. કોંગ્રેસને શા માટે મત ન આપવા જોઇએ. તેના એક-એક સચોટ કારણો અને તારણો તેઓએ પ્રજા સમક્ષ મુક્યા છે. કોંગ્રેસને માત્રને માત્ર સત્તામાં રસ છે. જ્યારે નરેન્દ્રભાઇ રાષ્ટ્રનિર્માણ માટે સતત કામ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.