Abtak Media Google News

મધ્યપ્રદેશ બાદ હરિયાણામાં મનોહર સરકારની કેબીનેટે કાયદો લાવવા તૈયારી કરી: ગુજરાતને પણ તાતી જરૂર

હરિયાણામાં ૧૨ વર્ષી ઓછી ઉમરની બાળકીઓ સો દુષ્કૃત્ય આચરનારને ફાંસી અવા તો ઓછામાં ઓછી ૧૪ વર્ષની સજા ફટકારવામાં આવશે. દુષ્કૃત્યના વધતા જતા કિસ્સાઓને ધ્યાને રાખીને મનોહરના મંત્રી મંડળે કાયદામાં સંશોધન કરી આઈપીએસની નવી કલમોને જોડવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આગામી બજેટ સત્રમાં સરકાર આ માટે બીલ રજૂ કરશે.

Advertisement

ચંદીગઢમાં મુખ્યમંત્રી મનોહરલાલની આગેવાનીમાં મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જો વિધાનસભામાં આ બીલ પારીત થઈ જશે તો મધ્યપ્રદેશ બાદ આ પ્રકારનું પગલુ ભરનાર હરીયાણા બીજુ રાજય બની જશે. અલબત વિધાનસભામાં બીલ પાસ યા બાદ ખરડા ઉપર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવી પણ જરૂરી છે. ત્યારબાદ જ નવો કાયદો બની શકશે.હરિયાણાની મનોહર સરકારે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬-એ, ૩૭૬-ડી, ૩૫૪, ૩૫૪-ડીમાં સંશોધન કરશે. કલમ ૩૭૬-એ-એ હેઠળ જોડવામાં આવેલી નવી કલમ અનુસાર ૧૨ વર્ષ કે તેી નીચેની બાળકી સો દુષ્કર્મના કિસ્સામાં મૃત્યુદંડ અવા ૧૪ વર્ષની શશ્રમ કેદની સજા શે. કલમ હેઠળ બાળકી સો સામૂહિક બળાત્કારની સ્થિતિમાં મૃત્યુદંડ અવા ઓછામાં ઓછો ૨૦ વર્ષનો કારાવાસ શે.

આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ દુષ્કૃત્યનો પ્રયાસ કરનાર દોષીને લઘુતમ ૭ વર્ષની સજા ફટકારવામાં આવશે. આઈપીસીની કલમ ૩૫૪-ડી (૨) હેઠળ જો કોઈ શખ્સ પીછો કરે છે તો તેને પ્રમ વખત ૩ વર્ષની કેદ અને બીજીવાર પણ પકડાય તો ઓછામાં ઓછી ૩ વર્ષની કેદની સજા ઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.