Abtak Media Google News

આ શિક્ષકે એ તમામ લોકોની સામે એક ગજબ મિસાલ રજૂ કરી છે, જે જિંદગીમાં કોઇ મોટું કરવાની ઇચ્છા રાખતા હોય છે.  મુંબઇમાં રહેતા દિનેશ ઉપાધ્યાયે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દાવો કર્યો છે કે અત્યાર સુધી તેમના નામે 89 ગિનીઝ બુક ઑફ રેકોર્ડ દાખલ થઇ ચૂક્યા છે.

આ સાથે જ કુલ 57 લિમ્કા બુક ઑફ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. તેમણે પોતાના નવા સાહસમાં 22 સળગતી મીણબત્તીઓને એક સાથે મોંમાં મૂકીને સૌને હેરાન કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, દિનેશ વીડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે, પરંતુ આ વીડિયોને જોઇને આ પ્રકારનો સ્ટંટ કરવાનો પ્રયત્ન તમે બિલ્કુલ પણ ન કરતા. માત્ર 18 કલાક પહેલા અપલોડ કરેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઇ ચૂક્યા છે. આ પહેલા દિનેશ ઉપાધ્યાયએ 1 મિનિટમાં 74 દ્રાશ ખાવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ એક હાથમાં જ 10 બિલિયર્ડ બૉલ રાખવાનો પણ રેકોર્ડ બનાવી ચૂક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.