Abtak Media Google News

‘ચપળ’ શિકારને બદલે ‘સહેલા’ શિકાર તરફ વળ્યા

સોરઠ ગીર અને ગુજરાતની શાન ગણાતા સાવજો તેની શિકાર કરવાની ‘સક્ષમતા’ ગુમાવી રહ્યા હોવાનું તાજેતરમાં થયેલા સંશોધણમાં બહાર આવ્યું છે. ગીરના સાવજોને જંગલમાં પુરતો ખોરાક મળતો ન હોય વન્ય વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડી માનવી પર હુકલો કરે છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના તાજેતરમાં થયેલા સંશોધનમાં સાવજોને પોતાની શિકાર સક્ષમતા ગુમાવી રહ્યા હોવાની વાત કરી આ અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. પ્રવાસન ઝોન બનેલા ગીર અભ્યારણ્ય વિસ્તારમાં મૃત: પ્રાણીઓને નાખવામાં આવ્યા હોવાથી સાવજોને સહેલાઇથી ખોરાક મળી જાય છે. આવી રીતે સહેલાઇથી ખોરાક મળી જતો હોવાથી સિંહ સિંહણ સાથે ઉછેરતા નાના બચ્ચા પણ નાનપણથી જ આવી રીતે ખોરાક મેળવતા હોય અને ઉછેરત હોય તેમને પણ ‘શિકાર’ કરવાની સક્ષમતા હાંસલ થતી નથી. અધુરામાં પુરૂ સાવજોને જોવા માટે આવ્યા પ્રવાસીઓને આકર્ષવા કેટલાંક વખતથી મારણ પણ મુકવામાં આવે છે. તેવી સ્થિતિ પણ સાજોને એદી બનાવી દે છે.

ગીર જંગલમાં એશિયારીક સાવજોની વસ્તી અંગેના તાજેતરમાં થયેલા સંશોધનમાં જણાવ્યું છે કે ગીર અભ્યારણ્યના પશ્ર્ચિમ ભાગમાં દર ૧૦૦ કિલોમીટર સિંહની વસ્તી ૮-૫ છે.  સાવજ અંગે સંશોધન કરનારા સંશોધકો વાય.વી. ઝાલા, કેશવ ગોગાઇ, કૌશિક બેનર્જી અને ઉજજવલ કુમારે કરેલા સંશોધનમાં જણાવાયું છે કે ગીર અભ્યારણ્યમાં ૩૬૮ જગ્યાએ ૬૭ સવાજોને જોવામાં આવ્યાં છે.

અગાઉ સંશોધન થયું હતું તેના જાહેર થયું હતું કે સાવજો મોટાભાગે કુદરતી રૂપે જ પોતાની શિકાર ક્ષમતાથી જ શિકાર કરે છે. અને ખોરાક  મેળવે છે. સાવજો પહેલા હરણ અને સાબર જેવા  ચપળ પ્રાણીઓનો શિકાર કરતા હતા પરંતુ હવે તેનામાં ધીરે ધીરે શિકાર સક્ષમતા ગુમાવાઇ રહી હોવાથી ચપળ પ્રાણીઓના શિકાબને બદલે પ્રમાણમાં ઓછા ચપળ એવા ભેંસ, ગાય, બળદ જેવા પ્રાણીઓના શિકાર કરવા લાગ્યા છે.

માલધારીઓ પણ સાવજોના હુમલાને રોકવા ભેંસ, ગાય જેવા પોતાના પ્રાણીઓને ખુલ્લામાં રાખતા હોવાથી અને પ્રવાસન પ્રવૃતિને વેગ આપવા માટે કેટલીક વખત વન્ય તંત્ર દ્વારા પણ મૃત: પ્રાણીઓને પણ જંગલમાં છોડી દેવામાં સાવજો આવા પ્રાણીઓને આરોગે છે. જેના લીધે સાવજોની શિકાર કરવાની કુદરતી ક્ષમતા  ધટતી જાય છે. સિંહ-સિંહણ સાથે રહેતા સિંહ બાળ પણ આવી રીતે ખોરાક મળી જતો હોય શિકાર કરવાનું શિખતા નથી. અને શિકાર કરવાની સક્ષમતા મેળવતા નથી.

ગીર નેશનલ પાર્કનો રપ૦ કી.મી. વિસ્તાર એવો છે કે જયાં મોટાભાગે સિંહો મોટો પ્રાણીઓ પર અવલંબે છે. જયારે અન્ય વિસ્તારોમાં માણસની ઉદારતા પર જીવે છે તેમ ઝાલાએ આ સંશોધનમાં જણાવ્યું હતું. કેટલાક સિંહ બાળ સિંહ સિંહણ સાથે ઉછેરવા છતાનં સફાઇ કરનારાવી જેમ મૃત: પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ થતો હોવાથી શિકાર કેમ કર્યો તે શીખી શકતા નથી.

આ રીતે પ્રાણીઓનો શિકાર કરવાની સક્ષમતા મેળવી શકતા ન હોવાથી સાવજો વન્ય વિસ્તાર મુકી પોતાની ભુખ સંતોષવા સહેલાઇથી મળી શકે તેવા શિકાર માટે રેવન્યુ વિસ્તાર તરફ નજર દોડાવે છે અને માનવ વસ્તીમાં જઇ હુમલો કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.