Abtak Media Google News

ક્રિકેટ મેચ દરમ્યાન ક્યારેક ક્યારેક અનેક વખત એવી ઘટનાઓ પણ સર્જાતી હોય છે કે જેને તમે જીવનમાં ક્યારેય ના ભૂલાવી શકો. એવામાં ઇંગ્લેન્ડની ધરતી પર કાઉન્ટી મેચ દરમ્યાન એવો નજારો પણ જોવા મળ્યો કે જેને જોતાની સાથે જ આપ હેરાન થઇ જશો.

Advertisement

હકીકતમાં મેનચેસ્ટરમાં આવા દિવસોમાં એસેક્સ અને લેંકશાયરની વચ્ચે કાઉન્ટી મેચ રમવામાં આવી રહી છે. મેચનાં ત્રીજા દિવસે ૬૪મી ઓવર ચાલી રહી હતી. એવામાં અચાનક જ મેદાનમાં એક હેલીકોપ્ટરે આવીને ઉતરાણ કર્યું. તુરંત જ મેદાન પર મેચને પણ રોકી દેવામાં આવી. જો કે બાદમાં તુરંત જ જણાવવામાં આવ્યું કે મેચ જોવા માટે આવેલ એક ક્રિકેટ ફેનની તબિયત અચાનક જ લથડી ગઇ છે.

મેડિકલ ઇમરજન્સી કેસ છે. જો કે આ બીમાર શખ્સની તબિયતને લઇને કોઇ જ અપડેટ તો આપવામાં નથી આવેલ. થોડાંક સમય બાદ મેચને રોકવામાં આવી. બીમારને હોસ્પિટલ લઇ જવા માટે હેલિકોપ્ટર ઉડ્યાં બાદ એક વાર ફરીથી મેચ શરૂ કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.