Abtak Media Google News

વાગડ પોલીસ દ્વારા ફરી એક વખત માનવતાને ઉજાગર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાપરના લેડી કોસ્ટબલ દ્વારા રણમાં વૃદ્ધાને ખભે ઊંચકી નિયત સ્થળે પહોંચવાની ઘટના બાદ હવે વાગડના ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ દ્વારા માનસિક અસ્વથ વ્યક્તિને સમજાવી પોલોસમાં લઈ જવાયા બાદ તેની સુશ્રુસા કરી તેના ઘરે પહોંચડવામાં આવ્યો હોવાની પ્રસસનીય ઘટના પ્રકાશમાં આવી છે.

લાકડીયા પોલીસ મથકમાં ફરજ બાજવતા હેડ કોસ્ટબલ ચંદ્રશેખર એસ. દવે અને કોસ્ટબલ દિલીપ ચૌધરી ગામથી દૂર પોલીસ મથકેથી બાઈક પર ઘરે જમવા જતા હતા ત્યારે તેમને રસ્તા વચ્ચે આવતા ખેતરમાં એક અજાણ્યો વ્યક્તિ નજરે ચડ્યો હતો. ત્રણ દિવસથી દિવસ દરમ્યાન એકજ સ્થળે બેસી રહેતા વ્યક્તિની સાજગતા સાથે પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દરેક પ્રશ્નનો તે નકારમાં જવાબ આપી રહ્યો હતો. અંતે તેને સાથે આવવા જણાવતા માનતા પોલીસ મથકના અન્ય કર્મી લક્ષમનસિંહ અને વરજંગભાઈને પણ બોલાવી માનસિક અસ્વસ્થ યુવકને પગપડાજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.

નૂતન લાકડીયા પોલીસ મથકે યુવકને પ્રથમ પાણી આપતા તે ગટગટાડ પી ગયો હતો. અને ત્યારબાદ ગામના મુસા ખલિફાને બોલાવી તેના બાલ દાઢી બનાવડવામાં આવ્યા હતા. અને નવા કપડાં મંગાવી બદલાવ્યા હતા. બાદમાં યુવકને જમાડી તેની વિશેની જાણકારી મેળવી ઘરે પહોંચાડ્યો હતો. જ્યાં એક તબક્કે તેના પરિજનો પણ આ યુવકને ઓળખી શક્યા નહોતા. અંતે ભટકતું જીવન જીવતા સ્વજનની ઘર વાપસીથી પરિવારે ખુશી વ્યક્ત કરી હતી. પી.આઈ વસાવાએ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન પૂરતું માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.