Abtak Media Google News

બોલાચાલી બાદ નિર્દયતાથી પત્નીની હત્યા: કરનાર પતિ પોલીસ મથકે થયો હાજર

ગીરગઢડામાં મંડપ સર્વિસ અને જનરલ સ્ટોર ચલાવતા યુવકને તેની પત્ની સાથે બોલાચાલી થતા ઉશ્કેરાઇને પત્નીને કોસના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ગીરગઢડામાં નવાપરા વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વીસનું કામ કરતા તેમજ જનરલ સ્ટોરની દુકાન ધરાવતા શફીભાઇ હનીફભાઇ પોપટ પૌત્રાએ ૩ થી ૪ વર્ષ પૂર્વે વેરાવળના સલમાબેન સાથે લગ્ન કર્યા હતા. બંને વચ્ચે અવારનવાર બોલાચાલીના બનાવો બનતા હતા જેથી સલમાબેન રીસામણે ચાલ્યા ગયા હતા ત્યારે શફીભાઇ તેમની પત્ની સાથે સમાધાર કરીને તેને પીયરેથી પરત તેડી આવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ ફરી બોલાચાલી થતા શકીભાઇએ ઉશ્કેરાઇને સલમાબેનને કોસના ઘા ઝીંકયા હતા પરિણામે સલમાબેનનું મોત નિપજયું હતું.

બોલાચાલી થયા બાદ પત્ની હત્યા કરનાર શફીભાઇએ પોલીસ મથકે હાજર થઇને સરન્ડર  કર્યુ હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.