Abtak Media Google News

સરકાર આ પ્રોજેક્ટ હેઠળ 6.5 લાખ કરોડ રૂપિયા ખર્ચી 735 નવા પ્રોજેકટ અમલી બનાવશે. 

કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક વિકાસ શક્ય બને તે માટે વિવિધ સ્કીમને અમલી બનાવવામાં આવતી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા સાગરમાલા પ્રોજેક્ટને જે વેગ આપવામાં આવ્યો છે તેનાથી બંદરોની સાથોસાથ લોજિસ્ટિક સેવાઓ ખૂબ ઝડપી વિકસિત કરવામાં આવી રહી છે. તે સરકારે વધુ સાડા છ લાખ કરોડ રૂ.નું રોકાણ કરી 735 નવા પ્રોજેક્ટને અમલી બનાવવામાં આવશે અને આ પ્રોજેક્ટ નો આંકડો 1537 ને પહોંચ્યો છે.
સરકારનું માનવું છે કે જે સ્કીમ ની અમલવારી કરવામાં આવી છે તેનો મુખ્ય હેતુ બંદરના વિકાસની સાથોસાથ આ વિસ્તારને પણ વધુ વિકસિત કરવામાં આવશે જે પૈકી 802 પ્રોજેક્ટ હાલ ચાલુ છે અને તે પૈકી 202 પ્રોજેક્ટો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.
શીપીંગ મિનિસ્ટરે માહિતી આપતા જણાવ્યું, આ સ્કીમ હેઠળ જે પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવતા હોય છે તે પ્રોજેક્ટ પૈકી ૫૦ ટકા નો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ભોગવવામાં આવે છે ત્યારે સરકારી અધિકૃત આંકડા મુજબ હાલ 202 પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂકયા છે અને ૨૯ જેટલા પ્રોજેક્ટો પબ્લિક-પ્રાઇવેટ ભાગીદારી મારફતે પૂર્ણ કરવામાં આવેલા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૩૨ જેટલા પબ્લિક-પ્રાઇવેટ પ્રોજેક્ટ કે જે ૫૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યા છે તે આવનારા સમયમાં પૂર્ણ થઇ જશે અને લોકોના ઉપયોગમાં પણ લેવામાં આવશે.
સરકાર દ્વારા યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પુરુ પાડવામાં આવતા બંદરોનો વિકાસ પણ પૂર ઝડપે થયો છે અને નવા વર્ષની સાથોસાથ નવા ટર્મિનલને પણ અમલી બનાવવામાં આવ્યા છે પગલા બાદ જે બંદરો પરનો ટ્રાફિક હતો તેમાં પણ સુચારુ વ્યવસ્થા ગોઠવાય છે અને આવનારા સમયમાં પણ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે અને તે પ્રોજેક્ટ કોસ્ટ લાગુ કરવામાં આવતો હોય તેમાં પણ ઘટાડો થશે.
સીતારામ બંદરો ઉપર જે સમય લાગતો હતો તે સમયમાં પણ ઘટાડો થયો છે આનું મુખ્ય કારણ એ છે કે સરકાર દ્વારા હાલ જે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવામાં આવ્યું છે તે કારણભૂત છે. સરકાર સાગરમાલા પ્રોજેક્ટ અમલી બનાવવા માટે આવનારા સમયમાં પણ નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓ લાગુ કરશે અને તે દિશામાં રોકાણકારોને પણ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.