Abtak Media Google News

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાશે છે.ભૂપેન્દ્ર પટેલ આ હાઈ લેવલ ડેલીગેશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાન પહોંચ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં  જાપાનની રાજધાની ટોક્યો ખાતે જાપાનીઝ ઉદ્યોગકારો, જાપાન ખાતેના ભારતીય રાજદૂત, ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ઉપલક્ષમાં ભવ્ય રોડ-શો નું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા જાપાનના ઉદ્યોગકારોને આમંત્રિત કર્યા

તેમજ મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ’પર્યાવરણપ્રિય વિકાસના રોલ-મોડેલ’ અને ’પોલિસી ડ્રીવન સ્ટેટ’ બનેલ ગુજરાતની બહુવિધ સિદ્ધિઓ, પહેલ અને વિકાસલક્ષી નીતિઓની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ ગિફ્ટસિટી, ધોલેરા એસઆઈઆર જેવા વિવિધ ’ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સ’ નો સંદર્ભ આપી ’ગેટ-વે ટુ ધ ફ્યુચર’ ની થીમ સાથે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ને ગુજરાતમાં રહેલ વિકાસની અપાર સંભાવનાઓ ચકાસવા માટેનું તેમજ વિશ્વના થોટ લીડર્સ, ઈન્વેસ્ટર્સ અને પોલિસી મેકર્સ માટે નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ ગણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જાપાનનો એક્સપીરિયન્સ અને ગુજરાતની સાહસિકતા તેમજ જાપાનની ટેકનોલોજી અને ગુજરાતના પ્રતિભાશાળી યુવાનોના સમન્વય ગુજરાત-જાપાન સંબંધોના નવા આયામ સ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રીએ વર્ષ 2009થી વાઈબ્રન્ટ સમિટની પ્રત્યેક શ્રુંખલામાં ’પાર્ટનર ક્ધટ્રી’ રહેલ જાપાન સાથેના સહયોગને વ્યાપક ફલક પર વિસ્તારવાના લક્ષ્ય સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં સહભાગી થવા જાપાન સરકાર અને જાપાનીઝ કંપનીઓને આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના જાપાન પ્રવાસ દરમ્યાન  ટોક્યો ખાતે જેટ્રોના પ્રમુખ  સુસુમુ કાતાઓકા સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમ્યાન જેટ્રો અને ગુજરાત વચ્ચેની લાંબા સમયની સહભાગિતાને વધુ મજબૂત કરી રાજયમાં સેમિક્ધડક્ટર્સ, ગ્રીન ટેક્નોલોજી, મેડિકલ ડિવાઈસ, બલ્ક ડ્રગ્સ, ટેક્સટાઈલ, સિરામિક્સ જેવા ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા અંગેની મહત્ત્વપૂર્ણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જેટ્રોના સભ્યોને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના માં ભાગ લઈ ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવા માટે આમંત્રિત કર્યા .જાપાનમાં ઉદ્યોગ જગતના કપ્તાન સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી અને ગુજરાતને ભારતનું સૌથી પસંદગીનું રોકાણ સ્થળ ગણાવ્યું.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાતની મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભાવિ પ્રોજેક્ટ્સ, બિઝનેસ કરવામાં સરળતાની નીતિ અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.