Abtak Media Google News

આજે આરઝી હકુમતે જૂનાગઢને પાકિસ્તાનની ચુંગાલમાંથી કરાવ્યું હતું મુક્ત: દિવાળીથી વિશેષ ઉજવણીનો માહોલ

સને 1947 ની 9 મી નવેમ્બરે જુનાગઢ આઝાદ થતાં જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા ઉપર શામળદાસ ગાંધીએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફેલાવ્યો હતો ત્યારે જુનાગઢમાં ખુશીનો માહોલ હતો, લોકોના હૈયે હરખ માતો નહોતો, ઘરે ઘરે લાપસીના આંધણ મુકાયા હતા. અને દિવાળીથી વિશેષ જૂનાગઢમાં આઝાદીની ઉજવણી ઘરે ઘરે થઈ હતી.

સમગ્ર દેશ અંગ્રેજોની ગુલામી અને નવાબો તથા રજવાડાઓના રાજમાંથી 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયું હતું. પરંતુ જૂનાગઢની જનતા એ દિવસે પણ અંગ્રેજોના શાસન નીચે દબાયેલી હતી, અને જૂનાગઢના નવાબ મહોબતખાને પાકિસ્તાનના વડાપ્રધાન મહમદ અલી ઝીણાને જુનાગઢ સ્ટેટને પાકિસ્તાનમાં ભેળવવા ભલામણ પણ કરી દીધી હતી, અને જીણાએ પાકિસ્તાનના સ્ટેટ ગેજેટમાં જૂનાગઢના નવાબની ભલામણ સ્વીકારી દરખાસ્ત પણ કરી દીધી હતી. પરંતુ જૂનાગઢને પાકિસ્તાનમાં ભળવું ન હતું અને બીજી બાજુ ભારતીય નેતાઓ પણ જુનાગઢ પાકિસ્તાનમાં ભળે તેવું ઇચ્છતા ન હતા ત્યારે નવાબના ખોટા નિર્ણય સામે જુનાગઢ માટે લડી લેવાનું નેતાઓ દ્વારા નક્કી કરી લેવામાં આવ્યું હતું.

Upak Kot

એક તરફ જુનાગઢને પાકિસ્તાનમાં ભળવું ન હતુ. પરંતુ એકલું જુનાગઢ નવાબના ખોટા નિર્ણય સામે લડી શકે તેમ ન હતું. ત્યારે મૂળ કાઠીયાવાડી અને મુંબઈમાં વસતા લોકો એ 24 સપ્ટેમ્બર 1947 ના રોજ મુંબઈની માધવબાગ ખાતે એકઠા થયા હતા અને શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરજી હકુમતની સ્થાપના કરી જુનાગઢને જીતી લેવા શપથ લેવાયા હતા. આ બાદ બે સૈન્ય બનાવવામાં આવ્યા હતા જેમાં એકનું નામ કાઠીયાવાડ દળ અને બીજાનું નામ સુભાષ સેના રાખવામાં આવ્યું હતું.

જો કે એ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ જુનાગઢ આવ્યા હતા અને નવાબને મળવા માટે સમય માંગ્યો હતો. પરંતુ નવાબે સમય ન આપતા જામ સાહેબ નારાજ થયા હતા, અને ઇતિહાસમાં ડોકિયું કરતા જાણવા મળે છે કે,જામ સાહેબ એ દિવસે ભવાનભાઈ પટેલના ઘરે ગયા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલની મદદ વગર કાંઈ નહીં થાય અને લશ્કર ને બોલાવો તેવું નક્કી થયું હતું. ત્યારબાદ આરજી હકુમત દ્વારા જંગ શરૂ થયો હતો અને 8 ઓક્ટોબર સુધીમાં જુનાગઢ સ્ટેટના એક પછી એક લગભગ 106 જેટલા ગામડા અરજી હકુમતે લશ્કરની મદદથી સર કરી લીધા હતા. પરંતુ હજુ જુનાગઢ જીતવાનું બાકી હતું.

અને બાદમાં 9 નવેમ્બરના રોજ હાર્વે જોન્સે રાજકોટ ખાતે નીલમ બુચને જૂનાગઢનો કબજો આપી દેતા, 9 નવેમ્બરના રોજ જુનાગઢ આઝાદ થયું હતું જો કે તે પૂર્વે શામળદાસ આગેવાનીની આગેવાનીમાં આરજી હકુમતે જુનાગઢ ઉપર ચડાઈ કરી દીધી હતી, અને જુનાગઢને જીતી લીધું હતું.

આમ જુનાગઢ 9 મી નવેમ્બરે આઝાદ થતાં જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લા પર શામળદાસ ગાંધીએ ભારતનો પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ આવ્યો હતો.

Junagadh To Pay Befitting Tribute To Sardar Patel On Liberation Day | Cities News,The Indian Express

બાદમાં જુનાગઢના ઐતિહાસિક બહાઉદીન કોલેજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક જંગી જાહેર સભા યોજાઇ હતી, અને તેમાં જૂનાગઢવાસીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જૂનાગઢમાં કદાચ દેશનું પ્રથમ મતદાન યોજાયું હતું. જેમાં માત્ર 91 લોકોએ પાકિસ્તાનની તરફેણમાં મતદાન કરતા જુનાગઢ વિધિવત રીતે ભારતમાં ભળ્યું હતું અને નવાબના શાસનમાંથી છુટકારો મળતા જૂનાગઢમાં આ દિવસે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

જૂનાગઢની આઝાદીનો ઇતિહાસ જોતા, શામળદાસ ગાંધીની આગેવાનીમાં સ્થાપિત થયેલ આરજી હકુમતમાં જૂનાગઢના રતુભાઈ અદાણી, દલપતભાઈ પટેલ સહિતના જૂનાગઢના અનેક  સ્વાતંત્રય સેનાનીઓનું યોગદાન આજે પણ જુનાગઢવાસીઓ યાદ કરે છે. અને આ આરજી હકુમતમાં અનેક નામે અનામી લોકોએ પોતાનું તન, મન, ધનથી યોગદાન આપતા જુનાગઢ 9 નવેમ્બર 1947 ના રોજ આઝાદ થતાં આજે જુનાગઢ પાકિસ્તાનના નહીં પરંતુ ભારતના નકશામાં ગર્વ સાથે સ્થાન ધરાવે છે.

જૂનાગઢ આઝાદી દિવસની ઉજવણી આ વખતે સાવ ફીકી

દર વર્ષે જૂનાગઢમાં નવમી નવેમ્બરના રોજ જુનાગઢ આઝાદી દિવસને રંગે ચંગે ઉજવવામાં આવે છે. અહીંની ઐતિહાસિક ઇમારતોને રોશની થી શણગારવામાં આવે છે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને અનેક હરીફાઈઓ તથા સવારે બહાદીન કોલેજ ખાતે પૂજા, અર્ચના અને આરઝી હકુમતના નેતાઓને યાદ કરી તેમને શ્રદ્ધા સુમન પણ અર્પણ કરવામાં આવે છે.

પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જતા અને આચાર સંહિતા લાગતા 9 નવેમ્બરની આ વખતની ઉજવણી જુનાગઢમાં થવા પામી નથી. જો નેતાઓ આચારસંહિતાના દાયરામાં આવ્યા ન હોત તો આ વર્ષે પણ જુનાગઢ મુક્તિ દિનની ઉજવણી રંગે ચંગે થાત…. પરંતુ નેતાઓ આ ઉજવણીમાં ભાગ લઈને ન શકે તેમ હોય જેના લઈને આ વખતે કોઈ કાર્યક્રમ મનપા કે તંત્ર દ્વારા યોજવામાં આવેલ નથી. ત્યારે જુનાગઢના લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી ઉત્પન્ન થવા પામી છે. કારણ કે જૂનાગઢની આઝાદીની ઉજવણી એ માત્ર જૂનાગઢના રાજકીય નેતાઓ માટે નહીં પરંતુ સમગ્ર જુનાગઢ વાસીઓ માટે છે.

દેશનું પ્રથમ મતદાન જૂનાગઢમાં

Junagadh - Wikipedia

ભારત 15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થઈ ગયો હતો પરંતુ જુનાગઢ 9 નવેમ્બર 1947 ના દિવસે આઝાદ થયું હતું. જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવા નવાબે પાકિસ્તાનને ભલામણ પણ કરી દીધી હતી. પરંતુ આરજી હકુમતે જુનાગઢ સ્ટેટ ઉપર ચડાઈ કરી 9 નવેમ્બર સુધીમાં જુનાગઢ સ્ટેટ ઉપર કબજો લઈ લીધો હતો. બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની બહાઉદીન કોલેજ ખાતે સભા યોજાઇ હતી. જેમાં જૂનાગઢને ભારતમાં ભડવું છે કે પાકિસ્તાનમાં ? તે બાબતે મતદાન થયું હતું આ માટે લાલ અને લીલા કલરના બે ડબ્બા રાખવામાં આવ્યા હતા. જેમાં જુનાગઢ વાસીઓએ પ્રથમ વખત મતદાન કર્યું હતું. અને માત્ર 91 મત પાકિસ્તાનની તરફે પડતા જુનાગઢ ભારતમાં પડ્યું હતું.

જૂનાગઢમાં નવાબ નાઠયા

Nawab Of Junagarh - Wikipedia

આરજી હકુમતે ચડાઈ કરતા જુનાગઢ ના એક પછી એક ગામડા અરજી હકુમતના કબજામાં આવી ગયા હતા અને જુનાગઢના નવાબ મહમદ ખાનજી પણ સમજતા હતા કે હવે નવાબી સતા નહીં રહે, ત્યારે તેમણે બહાનું કરી કેશોદ એરપોર્ટ ઉપરથી પાકિસ્તાન નાસી છૂટ્યા હતા. જો કે, બાદમાં પાકિસ્તાન જઈ તેમણે એક તાર કરી જુનાગઢ સ્ટેટ ભારત અને સોંપી આપવા જણાવ્યું હતું.

જૂનાગઢના ઉપરકોટ કીલ્લા ઉપર ભારતનો પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકયો

જુનાગઢનો ઉપરકોટ કિલ્લો અનેક રાજા, રજવાડા, નવાબો અને અંગ્રેજોના શાસનનો ઐતિહાસિક પુરાવો બની ચૂક્યો છે. અહીં સોલંકી સહિતના અનેક વંશજોએ, રાજા રજવાડાઓએ રાજ કર્યું છે અને ઉપરકોટના કિલ્લા ઉપર આ રજવાડાના રાજધ્વજ ફરકીયા છે. બાદમાં નવાબી શાસન અને અંગ્રેજોની હકુમત આવતા તેમના રાષ્ટ્રધ્વજ પણ આ કિલ્લા ઉપર ફરકીયા હતા. ત્યારબાદ 9 મી નવેમ્બર 1947 ના દિવસે પ્રથમ વખત ઉપરકોટના કિલ્લા ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ આન, બાન, શાન સાથે ફરક્યો હતો. અને આ બાદ અનેક વખત રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વખતે ઉપરકોટના કિલ્લાને યાદ કરી અહીં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.