Abtak Media Google News

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા, વાસમ શેટ્ટી તથા તેમની ટીમ દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના પરિવારને કપરા સંજોગોમાં પોતાનો પરિવાર સમજી પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવનાના કારણે સુરક્ષા સાથે સેવા તથા કુટુંબ ભાવનાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસ ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.

હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ વધેલ હોઈ, લોકો મુશ્કેલીમાં હોઈ, લોકોને તો જૂનાગઢ પોલીસ મદદ કરે જ છે, પણ સાથે સાથે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓ તથા નિવૃત થયેલા સ્ટાફના માણસોને હાલમાં કોરોના વાયરસ અનુસંધાને કપરી પરિસ્થિતીના સમયગાળા દરમિયાન તેઓને મેડિકલ, આવશ્યક ચીજ વસ્તુ, ઇમરજન્સી સેવા માટે જરૂરિયાત હોય તો, જૂનાગઢ પોલીસ તેઓની સેવામાં હાજર છે અને મેડિકલ, આવશ્યક ચીજ વસ્તુ, ઇમરજન્સી સેવા માટે જરૂરિયાત હોય તો, જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ અથવા મોબાઈલ નં. 99784 05250, પ્રદીપસિંહ જાડેજા ડીવાયએસપી જૂનાગઢ 99784 07898, અથવા એચ.આઈ.ભાટી, પીઆઇ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ 97277 22488  ઉપર સંપર્ક કરવા બાબતનો મેસેજ કરીને જાણ  કરવામાં આવેલ છે. આ ઉપરાંત જુનાગઢ ડિવિઝનના ડીવાયએસ પી પ્રદીપસિંહ જાડેજા, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ. ભાટી સહિતની ટીમ દ્વારા ભવિષ્યમાં કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન મેડિકલ, આવશ્યક ચીજ વસ્તુ, ઇમરજન્સી સેવા માટે જરૂરિયાત હોય તો, પણ સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.