Abtak Media Google News
  • સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે કાર્યાલયે પરિવર્તનની ઘડીયાળ લગાવી  દેવાથી સત્તા મળતી નથી પાયાથી પરિવર્તન કરવું પડે છે
  • પંજાના  પ્રતિક  પરથી 10 વખત  ધારાસભ્ય  પદે ચૂંટાયેલા મોહનસિંહ  રાઠવાએ કેસરિયા  કરી લીધા છતાં કોંગ્રેસના  નેતાઓનું પેટનું  પાણી પણ હલતુ નથી
  • કોંગ્રેસ પાસે પરંપરાગત વોટબેંક છે પરંતુ નેતૃત્વ ક્ષમતાના કારણે  સતત જનાધાર તુટી રહ્યો છે: હાલ ‘આપ’  જેટલી પણ ગુજરાતમાં કોંગ્રેસની ચર્ચા થતી નથી જે પક્ષ માટે  ચિંતાનો વિષય

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા  27 વર્ષથી સત્તા  વિહોણી છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી   પંજાનો કરૂણ રકાસ થઈ રહ્યો છે. છતા કોંગ્રેસના  નેતાઓનાં પેટનું પાણી પણ હલતુ નથી ચૂંટણી ટાંકણે જ પક્ષમાં  અકલ્પનીય   ભંગાણ  સર્જાય રહ્યા છે. છતા નેતાઓ  કોંગ્રેસમાં તો આવું જ  રહેવાનું તેમ   કરી મન  મનાવી  રહ્યા છે.ગુજરાતમાં જાણે કોંગ્રેસને વિરોધ પક્ષથી વિશેષ  કશુ જ   ખપતું ન હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ખૂદ પક્ષના  નવા રાષ્ટ્રીય   અધ્યક્ષ    મલ્લીકાર્જૂન ખડગે  એ પણ એવું  માની લીધું હોય કે ગુજરાતમાં આ વખતે પણ પક્ષનો   પરાજય થશે તેવું મનોમન માની લીધું હોય તેવું લાગી રહ્યું છે.

એક સમય હતો જયારે હાલ ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવાની જેટલી  ઉતેજના  પૂર્વક કાર્યકરો   અને જનતા રાહ  જોતી હતી તેવો માહોલ કોંગ્રેસમાં પણ હતો.  1995માં ગુજરાતમાા  પરિવર્તનનો પવન ફૂંકાયા બાદ કોંગ્રેસે કયારેય બેઠા થવાનો પ્રયાસ કર્યા નથી વિધાનસભા અને લોકસભાની   ચૂંટણીની   વાતતો દૂર રહી કોંગ્રેસનો સ્થાનિક  સ્વરાજયની ચૂંટણીમાં પણ કરૂણ રકાસ થઈ  રહ્યો છે. છતા પક્ષને ફરી મજબૂત  કરવા નેતાઓ રસ લેતા નથી  બધાને   પોતાની  લીટી લાંબી કરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ ખાતે આવેલા  પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી  ભવન ખાતે ગઈકાલે  પરિવર્તનના સમય અર્થાત  ભાજપ શાસનના કાઉન્ટ ડાઉનની રિવર્સ  કલોકનું અનાવરણ કરવામાં આવ્યું હતુ પરિવર્તન માટે એક ઘડીયાળ લગાવી દેવાથી સત્તા સુધી પહોચી શકાતુ નથી તેના માટે પાયાથી પરિવર્તન  કરવું પડે છે. પક્ષમાં રહી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકોને  ઓળખી લેવા જોઈએ વારંવાર ચૂંટણી હારતા નેતાઓને  કહી દેવું પડે છે તમારા પર પક્ષે ઘણો   વિશ્ર્વાસ  મૂકયો હવે બસ  કરો અને નવા ચહેરા માટે  જગ્યા કરો.

છેલ્લા એકાદ સપ્તાહથી કોંગ્રેસના  નેતાઓનો  ટોન ફરી ગયો છે.  આમ આદમી પાર્ટી સ્થાનિક  સ્વરાજયની  ચૂંટણક્ષની  વિધાનસભામાાં પરંપરાગત મતો ન તોડે તે માટે આપ પર પ્રહારો કરવાનું વધારી દીધું છે. આ વાત જ  પ્રસ્થાપિત  કરે છે કે કોંગ્રેસને   ગુજરાતમાં  વિરોધ પક્ષથી વિશેષ  કશુંજ ખપતુ નથી.

ગુજરાતમાં  સતત સાતમી વખત  પૂર્ણ બહમતીની સાથે રેકોર્ડ બ્રેક   બેઠકો સાથે  ભાજપની સરકાર  બને તે માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય  ગૃહમંત્રી  અમિતભાઈ શાહે  મહિનાઓ  પહેલા બાજી  પોતાના હાથમા લઈ લીધી છે.  વડાપ્રધાન તો દર  સપ્તાહે  ગુજરાત આવતા હતા અને ચૂંટણી જાહેર થવાના અંતિમ દિવસોમાં   સપ્તાહમાં  બે વાર માદરે વતનની  મૂલાકાતે દોડી આવતા  હતા ઉમેદવારો ના નામો નકકી કરવા અને બેઠક વાઈઝ પેનલ   બનાવવા માટે ખૂદ અમિતભાઈ  શાહે ઉંડો રસ લીધો હતો.   દોઢ ડઝનથી પણ  વધુ કેન્દ્રીય  મંત્રીઓ  ભાજપની   ગુજરાત  ગૌરવ યાત્રામાં જોડાયા હતા.સામા પક્ષે   છેલ્લા 27 વર્ષથી  ગુજરાતમાા  સતાવિહોણી કોંગ્રેસ ગંભીરતાથી કાંઈ જ  ચૂંટણી લક્ષી  તૈયારી કરતી  નહોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ પદે   વિજેતા  બન્યા બાદ મલ્લીકાર્જૂન ખડગે પણ એક વખત ગુજરાતની મૂલાકાતે આવ્યા નથી   સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયાંકા ગાંધી પણ હજી સુધી ગુજરાતની  મુલાકાતે આવ્યા નથી  રાજયમાં ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહેલી   આમઆદમી પાર્ટી ગંભીરતાથી ચૂંટણી લડી રહી છે.

‘આપ’નું આક્રમણ  વધતા હવે  કોંગ્રેસને  પોતાનો ગરાસ લૂટાઈ  જવાનો  ડર દેખાવા લાગતા કોંગ્રેસ સત્તાધારી પક્ષ  ભાજપ સામે પ્રહારો કરવાના બદલે   આપ સામે પ્રહાર  કરવાનું શરૂ કર્યુ છે.

છેલ્લી ત્રણ ચૂંટણીથી  કોંગ્રેસ હંમેશા  બીજાના  ભરોસે રહી ચૂંટણી  લડી રહી છે.  પોતાના કાર્યકરો અને નેતાઓ પર વિશ્ર્વાસ  ઘટી ગયો હોય તેવું લાગી રહ્યું છે.  આ વખતે ભાજપનો    મૂકાબલો કરી શકાય તેવો એકપણ મૂદો  કોંગ્રેસ  પાસે નથી  કોંગ્રેસને  માત્ર વિરોધ પક્ષ  બનવામાં રસ છે.

  • ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી લડશે
  • મનોજ સોરઠીયા સુરતની કરંજ બેઠક પરથી મેદાનમા ઉતરશે: કેજરીવાલે ટવીટ કરી કર્યું એલાન

Epb Ijkuyaaljmi 1

ગુજરાત વિધાનસભાની 182  બેઠકો પૈકી    અલગઅલગ 12  યાદીમાં   આમ આદમી પાર્ટી દ્વારા  158 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી  હતી. દરમિયાન  આજે આપ દ્વારા  વધુ બે  ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

દિલ્હીના  મુખ્યમંત્રી  અને   આમ આદમી   પાર્ટીના  ક્ધવીનર  અરવિંદ કેજરીવાલે આજે સવારે  ટવીટ કરી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે બે  ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ‘આપ’ના  પ્રદેશ અધ્યક્ષ   ગોપાલભાઈ ઈટાલીયા સુરતની કતારગામ બેઠકપરથી  અને સ્ટાર  પ્રચારક મનોજાઈ સોરઠીયા  સુરતની કરેજ બેઠક પરથી  ચૂંટણી લડશે તેવી ઘોષણા  કરવામા આવી છે.  182 બેઠકો પૈકી 160 બેઠકો માટે  આમ આદમી પાર્ટી દ્વારા  ઉમેદવારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે.   હવે 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાનું બાકી છે.આપ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રી  પદના ઉેમેદવાર તરીકે ઈસુદાન ગઢવીના   નામની ઘોષણા કરવામાં આવી છે. જોકે  હજી સુધી ઈસુદાનભાઈ કંઈ બેઠક પરથી  ચૂંટણી લડશે તેવી કોઈજ જાહેરાત  કરાય નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.