Abtak Media Google News

અલ્તાફને મુંબઈ લઈ જનાર જાવીદને ઉઠાવી લેતી એટીએસ આઈએસઆઈના સંપર્કમાં દક્ષિણ ગુજરાતના યુવાનો: તપાસનો ધમધમાટ

બે દિવસ પૂર્વે યુ.પી.ના ફૈઝાબાદ ખાતેી આઈએસઆઈના એજન્ટને ઝડપી લીધાને પગલે મુંબઈ એટીએસએ મુળ ધોરાજીના વતની અલ્તાફ કુરેશીને ઉઠાવી લઈ આકરી પુછપરછમાં તે આતંકવાદીઓને હવાલા મારફત નાણાં પુરા પાડતા હોવાનો ઘટસ્ફોટ તા જેના પગલે અલ્તાફને મુંબઈ લઈ જનાર જાવિદને એટીએસએ અટકાયત કરી પુછપરછ હા ધરી છે. તેમજ અલ્તાફ કુરેશીને આગામી દિવસોમાં વધુ પુછપરછ ર્એ ધોરાજી લાવવામાં આવશે.

મૂળ રાજકોટના ધોરાજીના અને હાલ પાકિસ્તાનની જાસૂસી સંસ ISIમાટે જાસૂસી કરતા લોકોને હવાલાી ફંડ પુરૂ પાડવાના આરોપસર પકડાયેલો અલ્તાફ કુરેશી ગુજરાતના પણ કેટલાક યુવકોના સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ તપાસ એજન્સીઓએ કર્યો છે. જેના પગલે ગુજરાતની સુરક્ષા એજન્સીઓની પણ ઉંઘ ઉડી ગઈ છે અને અલ્તાફના ગુજરાત કનેક્શનની વિગતો મંગાવાઈ રહી છે. ટુંક સમયમાં ગુજરાત, ખાસ કરીને દક્ષીણ ગુજરાતના કેટલાક યુવકોની તપાસ અને પુછપરછ કરવામાં આવે તેમ સુત્રોએ ઉમેર્યું હતુ. નોંધનિય છે કે, યુ.પી એ.ટી.એસ.ની ટીમે જાસૂસીના આરોપસર પકડેલા આફતાબના બેન્ક એકાઉન્ટમાં મુંબઈી લાખો રૂપિયા ટ્રાન્સફર યાનું ખુલતા પોલીસ અલ્તાફ કુરેશી અને પછી જાવેદ ઈકબાલ સુધી પહોંચી હતી.

ફૈઝાબાદમાં આર્મી કેમ્પની સંવેદનશીલ માહિતી ઈંજઈંને પહોંચાડવા બદલ આફતાબઅલીને ોડા દિવસ પહેલાં યુ.પી. એ.ટી.એસ.ની ટીમે ધરપકડ કરી હતી. આફતાબઅલીની ધરપકડ બાદ તે દિલ્હી સ્તિ પાકિસ્તાન હાઇકમિશનના સંપર્કમાં હોવાનું ખુલવા પામ્યું હતું.

તપાસ દરમિયાન આફતાબના બેન્ક એકાઉન્ટમાં મુંબઇમાં રહેતા અને મૂળ ગુજરાતી અલ્તાફ કુરેશીએ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યાનું ખુલ્યું હતુ. જેના પગલે યુ.પી. એ.ટી.એસ.ની ટીમે મહારાષ્ટ્ર એ.ટી.એસ. સો મળીને અલ્તાફ કુરેશીને પણ પકડી પાડ્યો હતો. અલ્તાફની પુછપરછ આધારે વધુ એક જાવેદ ઈકબાલ નામનો આઈ.એસ.આઈ.નો એજન્ટ પોલીસ સકંજામાં આવ્યો હતો.

જાસૂસીના આરોપસર પકડાયેલા લોકોની અલગ અલગ યેલી પુછપરછ ઉપરાંત તેમના ફોન અને બેન્ક એકાઉન્ટના વ્યવહાર આધારે અલ્તાફ ગુજરાતના પણ કેટલાક લોકોના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. ગુજરાતની સુરક્ષા એજન્સીઓએ પણ અલ્તાફ અંગેની વિગતો મંગાવી હોવાનું સિનિયર પોલીસ અધિકારીઓનું કહેવું છે. પોલીસનું કહેવું છે કે, તે વિગત આધારે ગુજરાતમાં તે જે જે લોકોના સંપર્કમાં હતો તેમની તપાસ કરાશે.

ઉત્તરપ્રદેશ અને મુંબઈ એટીએસ દ્વારા ગુરુવાર મોડીરાત્રે જ મુંબઈમાંી મૂળ ધોરાજીના વતની એવા જાવિદ ઈકબાલ નવીવાલા નામના શખ્સની અટકાયત કરી હતી. અલ્તાફ કુરેશીને ચાર વર્ષ પહેલા ધોરાજીી જાવિદ જ લઈ ગયો હતો અને બન્ને સો જ કામ કરી રહ્યા હતા. એટીએસ દ્વારા અલ્તાફ મામલે જાવિદની પુછપરછ હા ધરવામાં આવી છે.

અલ્તાફ તેમની પાસેના આ નાણાં હવાલા મારફતે આઈએસઆઈને મોકલવાનો હતો તે પૂર્વે તેને ઝડપી લેવાયો હતો. અલ્તાફની સો અન્ય એક શખ્સને પણ ઝડપી લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.