Abtak Media Google News

ગીર પંથકમાં છેલ્લા કેટલાંક દિવસોથી અવિરત મેઘ મહેર થતાં ચોતરફ હરીયાળીનો માહોલ છવાયો છે. ઘોઘમાર વરસાદથી પાણીની સારી આવક અને ગીર વિસ્તારમાં લીલોતરી નજરે પડી રહી છે ગીરના જંગલ અદ્દભુત નયનરમ્ય પ્રકૃતિક માહોલ જોવા મળી રહ્યો છે. જંગલ વિસ્તારમાં વરસાદને કારણે મચ્છરોનો ત્રાસ વધતા વન્યજીવો પણ ખુલ્લા મેદાનમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગીરનો સાવજ પ્રકૃતિને માણવા રોડ ઉપર જોવા મળ્યો હતો. તેનો સમગ્ર વિડિયો હાલ સોશ્યિલ મિડિયામાં જોરશોરથી વાયરલ થયો છે. ગીરના જામવાળા વિસ્તારમાં પ્રકૃતિનો આનંદ માણતા સાવજો નજરે પડે છે જાણે જંગલનો રાજા મોનીંગ વોકમાં નીકળ્યા હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.