Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજ રોજ રાજકોટ વિવિધ કાર્યક્રમો માટે ઉપસ્થિત રહ્યા હતા તેવા સમયે જૂનાગઢમાં વરસાદે તારાજી સર્જતા પરીસ્થીની ગંભીરતા સમજી સાંજના સમયે મુખ્યમંત્રી રાજકોટના તમામ કાર્યક્રમો રદ કરી જુનાગઢ જવા રવાના થયા છે. રાજ્યના મુખ્યમંત્રીની જૂનાગઢની સ્થિતિ વિષે ‘અબતક’ મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાની ટેલીફોનીક વાતચીત થયી હતી. જેમાં ભૂપેન્દ્રભાઈએ જૂનાગઢમાં NDRFની ટીમ જુનાગઢ પહોચી ગયી છે, તેમજ મુખ્યમંત્રી પોતે પણ જુનાગઢ જવા રવાના થઇ રહ્યા એ માહિતી આપી હતી. NDRF ટીમની કામગીરીને બિરદાવતા અને તંત્રની ખડે પગે રહી પરિસ્થિતિનો સામનો કરવાની તત્પરતાને સતીષકુમાર મહેતા એ બિરદાવી હતી. આ ઉપરાંત આવા કપરા સમયે સતત સતર્ક રહી લોકોને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રીનો અભાર માન્યો હતો. આ સાથે જ ગુજરાતમાં વાવાઝોડા સમયે પણ પરિસ્થિતિને પહોચી વળવા માટે આગોતરી સુઝથી તમામ સગવડતાઓ તહેનાત કરવામાં આવી હતી,  જેનાથી રાજ્યમાં મહદઅંશે જ નુકશાન થવા પામ્યું હતું . તંત્રની આ તમામ કામગીરી બદલ પણ ‘અબતક’ મીડિયાના તંત્રી સતીષકુમાર મહેતા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

જૂનાગઢમાં જે રીતે વરસાદે તારાજી સર્જી છે તે બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન ‘અબતક’ મીડિયા પણ ખડેપગે છે. આ પરિસ્થિતિને પહોચી વળવામાં રાજ્યને અને જૂનાગઢની જનતાને જે રીતે મદદરૂપ થયી શકાય એ રીતે તૈયાર જ છીએ એવી ખાતરી પણ સતીષકુમાર મહેતા દ્વારા આપવામાં આવી હતી . આ બાબતે ‘અબતક’ મીડિયાના સાથ અને સહકાર બદલ મુખ્યમંત્રીએ પણ  આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.