Abtak Media Google News

કૌટુંબીક કાકાએ ધાકધમકી આપી હવસનો શિકાર બનાવ્યો

કાલાવડના ખંઢેરામાં નવ વર્ષની માસૂમ બાળકીને તેણીના કૌટુંબિક કાકાએ ગયા શનિવારે પાશવી દુષ્કર્મનો ભોગ બનાવ્યા પછી રક્ષાબંધનના દિવસે પણ મ્હોં કાળું કરતા આ બાળકીને ગઈકાલે પેટમાં દુ:ખાવો ઉપડયો હતો જેના પગલે નરાધમ કાકાની ધમકીથી ડરી ગયેલી બાળકીએ હિબકે ચડી પોતાની વિતક વર્ણવતા માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાક્ષસ બનેલા કૌટુંબિક કાકા સામે ગુન્હો નોંધ્યો છે.

Advertisement

કાલાવડ તાલુકા તેમજ સમગ્ર જામનગર જિલ્લામાં ચકચાર જગાવનાર આ બનાવની વધુ વિગત મુજબ કાલાવડના ખંઢેરા પંથકમાં રહેતો એક પરિવાર મજૂરીકામ કરી પોતાનું તથા સંતાનોનું પાલન-પોષણ કરે છે. આ પરિવારમાં માતા તથા પિતા ગયા શનિવારે પોતાના નિત્યક્રમ મુજબ મજૂરીકામે ગયા ત્યારે તેઓના રહેણાંકના સ્થળે નવ વર્ષની માસૂમ પુત્રી એકલી હતી.

આ વેળાએ તે બાળકીના કુટુંબમાં કાકો થતો મુન્ના નાથા પરમાર (ઉ.વ.૪૦) નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. આ શખ્સે તે બાળકીને ઘરમાં એકલી જોઈ એકલતાનો લાભ ઉઠાવી ફૂલ જેવી બાળકી પર પાશવી દુષ્કર્મ આચર્યું હતું. ઉપરોકત બાબતની ગઈકાલે સાંજે બાળકીની માતાએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી નરાધમ શખ્સની શોધ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.