Abtak Media Google News

પાણી – પર્યાવરણ જાળવણી અંગે લાપરવાહી અત્યંત જોખમી!

કાળઝાળ ઉનાળાના માહોલ વચ્ચે ઘણે ઠેકાણે કમોસમી વરસાદના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. હજુ વરસાદી તોફાનની આગાહી થઇ છે. આની સાથે પાણીના ઉપયોગ અને તેને લગતા પર્યાવરણની જાળવણીની ચાલી આવતી સમસ્યા દ્રષ્ટિગોચર થયા વિના રહેતી નથી. આને લગતા વ્યવસ્થાપના સંબંધી વહિવટીતંત્રે સજાગ થવાનો અને આવશ્યક પગલાં લેવાનો સમય આવી ગયો છે. આમાં લેશમાત્ર લાપરવાહી ચાલે તેમ નથી!

આપણે ગમે તેટલો વિકાસ કરીએ, સમૃઘ્ધિ  મેળવી એ પણ એને યોગ્ય રીતે ભોગવવા  માટે ‘સ્વચ્છ ને તંદુરસ્ત’, ‘મન અને શરીર’ પણ જોઇએ એ નિર્વિવાદ છે. મન અને શરીર સ્વચ્છ અને તંદુરસ્ત રહી શકે એવા જીવન માટે માનવીની આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ અને સાત્વિક હોવું જોઇએ. એ વાત સૌ સમજે વિીકારે છે. પણ વહેવા‚ જીવનમાં એને ઉતારવાની આયત રખાતી નથી.

વિકાસ- વિકાસ – વિકાસ ની આંધળી દોટમાં અને એક નાનકડા વર્ગના સંતોષ ને સમગ્ર સમાજનો સંતોષ ગણાવાતા બેહુદા પ્રચારની આંધીમાં જાણ્યે – અજાણ્યે પણ પાણી, પર્ણાવરણ નો પ્રશ્ર્ન ભૂલાતો, વિસરાતો અને હાસીયામાં ધકેલાતો ગયો છે!

પશ્ર્ચિમી દુનિયાને રવાડે ચડેલા આપણે આંખો વિચીને અને ઉંધુ ધાલીને દોડધામ કરી રહ્યાની સ્થિતિ જન્મી છે. ત્યાંના શહેરી જીવનથીયે બદતર હાલત આપણી થતી જાય છે. આપણે આપણાં કામ ને તેના વિચારોમાં જ એટલા મશગુલ રહીએ છીએ કે જીવન જીવવાના અનિવાર્ય સ્ત્રોત એવા પાણી, પર્યાવરણની સતત કથળતી જતી સ્થિતિ તરફ જોવાથી કે તેની વિગતો વાંચવા, સાંભળવા, સમજવાની ફુરસદ જ કોઇને નથી રહેતી!

જે દેશને આટલી ભવ્ય સંસ્કૃતિનો વારસો મળ્યો અને આટલી ઉચ્ચ આઘ્યાત્મિકતાનો જે ભૂમિમાં વિકાસ થયો. એ દેશને પ્રજા, પાણી, પર્યાવરણની જાળવણી સંરક્ષણ અને સવર્ધન બાબતે આટલી બધી બેદરકાર કેમ રહી શકે? આ દેશના નાગરીકની ભાષા તો આઘ્યાત્મિક રહી છે. પણ પ્રેરણા સદાય ભૌતિક રહેલી છે અને તેમાંય પાણી, પર્યાવરણ જાળવણી, વ્યવસ્થાપન બાબતે લાપરવાહી જ પ્રવર્તતી રહી છે!

વિવિધ પરિસ્થિતિ અનુસાર માનવ સમાજની સામે અનેક પ્રશ્ર્નોના આવવાના જ પણ તેનાથી દૂર ભાગ્ય નહિ ચાલે દરેક સમાજમાં પ્રમાણીક નિષ્ઠાવાન અને સમગ્ર સમાજની રાષ્ટ્રની રાજયની ચિંતા કરનારા સેવાભાવિ શ્રેષ્ઠીઓ હોય જ છે. સમાજને યોગ્ય માર્ગે વાળી શકે દોરી શકે અને જરુર પડયે શાસકનો રૂક જાવ નો ડારો દઇ શકે! આજના વૈશ્ર્વીકરણ, પશ્ર્ચિમીકરણના માહોલમાં જળ એ જ જીવન અને પાણી, પર્યાવરણની હાલત ઝડપભેર કથળી રહી છે. ઉચે બેઠેલા લોકોનાં આચરણોનો જીવન ઉપર જેટલો પ્રભાવ પડશે તેટલો કાયદા કાનુનોનો જ હરગીજ નહિ પડે!

આપણા દેશમાં અત્યારે  રાજકીય ગંદકી અને વહીવટી બદબુ એટલી હદે વઘ્યા છે અને રાજકારણનાં અપરાધીકરણે એટલે સુધી માઝા મૂકી છે કે દેશની પ્રજા એનાથી તંગ આવી ગઇ છે. અતિ ભ્રષ્ટતા અને મોંધવારી, બેરોજગારી અને ગરીબાઇ વચ્ચે પ્રજાનો એક બહુ મોટો વર્ગ રિબાતો રહ્યો છે. નેતાઓ પ્રત્યે પ્રજામાં અજબ જેવી ગુણ પ્રવર્તે છે. પ્રજા એમના ભાષણો કાને ધરવા તૈયાર નથી. એમની શીખામણો એમને જાણે બટકાં ભરે છે અને એમના વચનો તો પ્રજાને ઓબકાવે છે.

પ્રજા એવા આગેવાનોને જ સાંભળે છે, અને ચાહે છે, જેઓ દેશભરમાં ‘ઉમદા માનવ’ની છાપ ઉપસાવી ચૂકયા છે. શ્રી રતન તાતા અને બિલ ગેટસ ઉમદા માનવ તરીકે વિશ્ર્વભરમાં પંકાયા છે. ધનિક હોવું એક વાત છે અને એક ઉમદા માનવ હોવું એ બીજી જ વાત છ. જગતમાં ધનિકો તો હોવાના, પણ ઉત્તમ માનવની ખોટ સતત  વરતાયા કરે છે. ધન અને માનવતા બન્ને સાથે જોડાય તો સોનામાં સુર્ગધ ભળે અને તેમાંથી પ્રગટે બિલ ગેટસ કે રતન તાતા જેવા મહાનુભાવો અત્રે પ્રસ્તુત છે રતન તાતાએ તાજ હોટેલ, મુંબઇમાં થયેલાં આતંકવાદી હુમલા બાદ તેમના કર્મચારી પરિવારોને તેમ જ અન્યત્ર કેવી ઉદારતાભરી મદદ કરી તેની કેટલીક નહીં જાણીતી વાતો જે દરેક ભારતીયે જાણવી જ જોઇએ.

આપણે સૌ જાણીએ છીએ તેમ રતન તાતા ગ્રુપ ઓફ કં૫નીઝના ચેરમેન છે. જમશેદજી તાતાના વંશજ છે. જેમણે ભારતમાં ઉઘોગોનો પાયો નાખ્યો હતો. તાતા કંપની વિવિધ કંપનીઓનો સમુહ છે. જે મોટરકારી માંડીને સાબુ જેવા ઉત્પાદન બનાવે છે. આજે પણ તાતા કવોલીટીનો પર્યાય ગણાય છે. ઇન્ડિયન હોટેલ્સ નામની તાતા સંચાલીત કંપની તાજ હોટલની શૃંખલા તેમજ હોટેલ પ્રેસિડેન્ટ જેવી પંચતારક હોટેલો ચલાવે છે.

૨૬/૧૧ ની ભયાનક ત્રાસવાદી ઘટનાએ સમગ્ર વિશ્ર્વને હલબલાવી દીધું હતું. તાજ જેવી પંચતારક હોટેલ પરઆતંકવાદી હુમલો થાય તો આપણે સૌ કેટલા સલામત એ મહાપ્રશ્ર્ન સૌ સામે ઉભો થયો. મુંબઇની રફતાર રુકી ગઇ, ભયનો, આતંકનો ઓછાયો આખાયે મુંબઇ પર ઝળૂંબી રહ્યો. બૌઘ્ધિક ચર્ચાઓ થઇ અને મુંબાઇકર એકજૂટ બની સમસ્યા સામે લડવા એકત્રીત થયા.

મુંબઇમાં તાજ તેમજ અન્યત્ર મરાયેલા, ઘવાયેલા લોકો અને તેમના પરિવારને સાચા અર્થમાં આશ્ર્વસ્ત કરવાનું કામ એટલું સહેલું નહોતું. સાચા અર્થમાં ઉદાર માનવનું લક્ષણ એ છે કે તે બોલે ઓછું  રતન તાતા પ્રસિઘ્ધિનો શો મોહ હોય?  તેઓ એવી વ્યકિત છે જેમને પ્રસિઘ્ધિ શોધતી આવે છે. ૨૬/૧૧ ના આતંકવાદી હુમલાનો ભોગ બનેલા તેમની કંપની (હોટલ)ના કર્મચારીઓ પ્રત્યે તેમણે વિશ્ર્વની માનવજાતને ગૌરવ અપાવે એવો અને ઇતિહાસમાં અવિસ્મરણીય બની રહે એવો ઉમદા વ્યવહાર કરીને વિશ્ર્વભરના ધનિકોને સ્તબ્ધ કરી દીધા હતા.

મિડિયા કે ઇતિહાસ ભારે છેતરામણાં હોવાનાં રતન ટાટાને આપણે એટલા માટે સલામ નથી કરતા કે એ તાતા જેવી મેગા કંપનીના ચેરમેન છે. પરંતુ એટલા માટે કે તેઓ એક સાચા માનવતાવાદી માનવ છે. સેકસપિયરે તેમના નાટકમાં એક જગ્યાએ‘Milk of human kindness’ એવો શબ્દ પ્રયોજયો છે. આ માનવીય પ્રેમનું દુધ જયાં સુધી જગતમાં હાજર રહેશે ત્યાં સુધી જગત સલામત રહેશે. આતતાયીઓના હથિયારો આ પ્રેમના શસ્ત્ર સામે બુઠ્ઠા સાબિત થવાનાં, એક બીજી મહત્વની વાત એ પણ વે કે પંચતારક વૈભવમાં રાચતા, સૂટબૂટમાં સજજ રતન તાતામાં ગાંધીજીની પોતડી જોવા મળે છે. કહેવાતી સાદગી જ ગાંધીની ઓળખ નથી. ગાંધીની ઓખળ છે.

haman centred thinking (માનવ કેન્દ્રી વિચારણા) શ્રી રતન તાતામાં ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિઘ્ધાંતો ઝળકે છે. આપણે પ્રજાને કમોસમી વરસાદ  અને વરસાદી તોફાન વિષે તેને લગતા પાણી પર્યાવરણ અને પ્રાકૃતિક વિશુઘ્ધતાની તાતી આવશ્યકતા વિષે, તેમજ મન અને શરીર સ્વચ્છ તંદુરસ્તી રાખવા માટે પાણી પર્યાવરણની પુરેપુરી જળાવણી અનિવાર્ય છે. અને તેને લગતી સમજ પણ અનિવાર્ય છે. રતન તાતા જેવા કર્મયોગી ધનિક જ આવો પડકાર ઝીલી શકે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.