Abtak Media Google News

નાલંદા તીર્થધામ ખાતે રાત્રે ૮ કલાકે ભાવિકો માટે દર્શન-વંદન તથા પ્રભાવના કાર્યક્રમ

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર સિંહણના ઉપનામથી વિશ્ર્વમાં સુવિખ્યાત બનેલા તીથે સ્વરૂપા સાધ્વી રત્ના પૂ.ઈન્દુબાઈ મ.સ.નો શરદ પૂનમના પવિત્ર દિવસે તા.૧૪/૧૦/૧૯૩૨ ના કાલાવડની ધન્ય ધરા ઉપર જન્મ થયેલ. અષ્ટ મંગલ સમાન ચાર ભાઈઓ અને ચાર બહેનોમાં પૂ.ઈન્દુબાઈ સ્વામી સૌથી મોટા હતાં. જામનગરના પૂવે મેયર લીલાધરભાઈ પટેલ પૂ.સ્વામીના લઘુબાંધવ હતા. મહા સુદ તેરસ ૧૯/૨/૫૧ ના શુભ દિવસે કાલાવડની પાવન ભૂમિ ઉપર દોમ દોમ સાહેબી અને સુખોને એક જ ઝાટકે છોડી પ્રભુ મહાવીરના ત્યાગ માગેનો કાંટાળો પંથ પસંદ કરી સૌને ચોકાવી દિધેલ.દીક્ષાને દિવસે સૌના મુખ ઉપર શબ્દો હતાં કે આ આત્મા કાલાવડનું કોહિનૂર બની જિન શાસનની આન,બાન અને શાન વધારશે,જે શબ્દો અક્ષરસ: સાચા પૂરવાર થયેલ.પૂ.ઈન્દુબાઈ મસ.ની દેહાકૃતિ પણ દેવાંગના જેવી.સંસારમાં હતાં ત્યારે તેઓની અદા અને અદબ અજબગજબની હતી.સંયમ અંગીકાર કયોબાદ યાવત્ જીવન તેઓ ખૂમારીથી અને જિનાજ્ઞા મુજબ જીવ્યા.

Advertisement

જિન શાસન અને ગોંડલ સંપ્રદાય ઉપર તેઓનો અસીમ ઉપકાર રહેલો છે.તેઓની આભા,ઓરા અને પ્રતિભા અન્યથી અનોખી હતી.જયારે પણ જુઓ ત્યારે એક હાથમાં માળા હોય,મન મહાવીરની મસ્તીમાં મસ્ત હોય.તેઓ સદા સાધકની નૈસર્ગિંક પ્રતિભા અને સ્વાભાવિક જોશ સાથે જોવા મળતાં. તેઓ નિર્મોહી,નિરાભિમાની અને નિરાળા હતાં.તેઓના આધ્યાત્મિક વિચારોએ પ્રજા ઘડતરનું ઉમદા કાયે કર્યું છે. દાન ધમેની તેઓની પ્રેરણાથી અનેક શાતાકારી ધમે સંકુલોનું નિમોણ થયું. પૂ.ઈન્દુબાઈ મ.સ.ના સંસ્મરણો પૂ.સોનલબાઈ મ.સ.પાસે શ્રવણ કરીએ તો એક અદભૂત શકિત સંચારની અનુભૂતિ થયા વગર રહે નહીં.તેઓની નિખાલસતા સો ટચની હતી,તેથી જ એમને હૈયે એ જ હોઠે આવતું.તેઓ દરેકને ઉત્સાહની પાંખો આપી દિવ્ય અનુભૂતિ કરાવતા.તેઓને જિન શાસન પ્રત્યે અડોલ અને અજોડ શ્રદ્ધા હતી.  વગર માઈકે હજારોની મેદની વચ્ચે જોમ – જુસ્સા સાથે તેઓ જિનવાણી પીરસતા.ગોંડલ ગાદીના ઉપાશ્રય લોકાપેણના શુભ દિવસે લગભગ ૧૦૮ સંઘો તથા હજારો ભાવિકોની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ.ઈન્દુબાઈ મ.સ.ની શૌયેતા,નીડરતા,સાહસ વગેરે નિહાળી

” સૌરાષ્ટ્ર સિંહણ નું બિરુદ આપી નવાજવામાં આવેલ છે. ૭/૭/૨૦૧૨ના રાજકોટ નાલંદા ઉપાશ્રયે પૂ.ઈન્દુબાઈ મ.સ.એ સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે કાળધમે પામેલ. શરદ પૂનમ તા.૩૧ને શનિવારના રોજ નાલંદા તીથેધામ ખાતે રાત્રે ૮:૦૦ કલાકે ભાવિકો માટે સરકારી ગાઈડ લાઈનનું પૂણેપણે પાલન કરી દશેન – વંદન તથા પ્રભાવના આદિ રાખેલ છે.વતેમાનમાં કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે અન્ય કોઈપણ પ્રકારના જાહેર કાયેક્રમ રાખેલ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.