Abtak Media Google News

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ૬૬મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન: ૧૮ % ડિવિડન્ડની જાહેરાત

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ૬૬મી વાર્ષિક સાધારણ સભા બેન્કની રાજકોટ ખાતેની હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, ૧૫૦ ફુટ રીંગ રોડખાતે યોજાઇ હતી અને તેમાં બહોળી સંખ્યામાં ડેલીગેટ્સ ઉપસ્તિ રહ્યા હતા.

બેન્કનાં ચેરમેન નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, સતત બીજા વર્ષે ૧૦૦ કરોડી વધુ ગ્રોસ પ્રોફિટ જાળવી શક્યા છીએ. વધુમાં વિશેષ અભિયાન મિશન નેકસ્ટ જનરેશન, અકસ્માત વીમા યોજના હેઠળ પાસ થયેલ ક્લેમ, જળસંચય અભિયાન અંતર્ગત સ્લોગન સ્પર્ધા, નો કાર-ડે, બેંકમાં સૌરઊર્જાનો ઉપયોગ વગેરે માહિતી આપી હતી.

સભાસદો માટે આનંદના સમાચાર એ છે કે ગત નાણાંકીય વર્ષ માટે ૧૮ % ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું. ચુંટણી અધિકારી ડી. ડી. મહેતાએ ડિરેકટરોની ૭ સીટ માટે ચંદ્રેશભાઇ ધોળકીયા, દિપકભાઇ મકવાણા, જ્યોતીન્દ્રભાઇ મહેતા, બાવનજીભાઇ મેતલીયા, સુરેશભાઇ નાહટા, જીવણભાઇ પટેલ અને શૈલેષભાઇ ઠાકરને ચુંટાયેલા જાહેર ર્ક્યા હતા.

બેન્કનાં સીઇઓ વિનોદ શર્માએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૨૦૧૯ની હાઇલાઇટ્સ રજુ કરતાં માહિતી આપી હતી કે, ‘બેન્કની ાપણ રૂા. ૪,૩૪૩.૩૪ કરોડ, ધિરાણ રૂા. ૨,૪૬૫.૪૮, લો-કોસ્ટ ડિપોઝીટ રૂા. ૧,૨૯૮.૬૪ કરોડ, ઇન્વેસ્ટમેન્ટ રૂા. ૧,૩૦૯.૨૦ કરોડ, ગ્રોસ નફો રૂા. ૧૧૭.૭૬ કરોડ, નેટ નફો રૂા. ૭૨ કરોડ, સતત બીજા વર્ષે ૧૦૦ કરોડી વધુ ગ્રોસ નફો, સીઆરએઆર ૯ ટકા હોવો જોઇએ તેની સામે આપણે ૧૭.૫૪ ટકા, કુલ સ્વભંડોળ રૂા. ૬૦૩.૬૭ કરોડ, સભાસદની કુલ સંખ્યા ૨,૮૬,૨૫૬, કરંટ ડિપોઝીટમાં ૩૭ ટકાનો વધારો, કુલ ધિરાણમાંથી ૯૨ ટકા ધિરાણ રૂા. ૧૦ લાખ સુધીનું ધિરાણ મેળવનારને કરાયેલું છે. હોમ લોનમાં ૪૩ ટકા વધારો, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ખાતેદારોમાં ગત વર્ષ કરતાં ૧૦૦ ટકાથી વધુ વધારો, વિશેષમાં, અંબ્રેલા હેઠળ કો-કો બેન્ક અને વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક, સીટીએસમાં વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક, પાર્શ્ર્વના કો-ઓપરેટીવ બેન્ક અને વિનાયક બેન્ક (અમદાવાદ) આપણી સો જોડાયેલી છે. ઇ-કોમ વ્યવહારમાં ૧૦૦ ટકાથી વધુ વધારો, મોબાઇલ બેન્કિંગનાં ખાતેદારોમાં પણ ૧૦૦ ટકાથી વધુ વધારો થયો છે.’

કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા અને બેન્કના વિકાસના શિલ્પી અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

વાર્ષિક સાધારણ સભાની બિઝનેશ સેશનની કામગીરી બાદ બેન્કનાં પદાધિકારીઓએ નાગરિક પરિવારનાં મહાનુભાવો, ડો. વલ્લભભાઇ કીરીયા, દિપકભાઇ પટેલ, ટપુભાઇ લીંબાસીયા, અરૂણભાઇ નિર્મલ, વલ્લભભાઇ વાછાણી અને મિતલભાઇ ખેતાણીનું વિવિધ ક્ષેત્રે વરણી અને વિશિષ્ટ કામગીરીને બિરદાવવા સન્માન કરાયું હતું.

બેન્કની વાર્ષિક સામાન્ય સભા બાદનાં સન્માન સમારોહમાં ચિંતનભાઇ ઉપાધ્યાય, બેન્ક પરિવારમાંથી નલિનભાઇ વસા, જીવણભાઇ પટેલ, જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, ડિરેકટરો અર્જુનભાઇ શિંગાળા, હરિભાઇ ડોડીયા, ગીરિશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, સુનિલભાઇ રાઠોડ, રાજશ્રીબેન જાની, સુરેશભાઇ નાહટા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, પ્રદીપભાઇ જૈન, મંગેશજી જોશી, બાવનજીભાઇ મેતલિયા, ચંદ્રેશભાઇ ધોળકીયા, વિનોદ શર્મા, વિશેષ ઉપસ્થિતિ  ડો. નવિનભાઇ શેઠ, પ્રો. લલિતભાઇ મહેતા, નરેન્દ્રભાઇ દવે, જીતેન્દ્રપ્રસાદ વ્યાસ, દમયંતીબેન દવે, કિશોરભાઇ મુંગલપરા, પ્રવિણભાઇ ધોળકીયા, દિપકભાઇ પટેલ, હરકિશનભાઇ ભટ્ટ ઉપરાંત ડેલીગેટ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો અને આમંત્રિતોની હાજરી રહી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.