Abtak Media Google News
  • મિંયાવાંકી પદ્ધતિથી 21000 વૃક્ષોનો ઉછેર  કરવાનો કરાયો સંકલ્પ

રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાના 66 માં જન્મદિન નિમીતે 21000 વૃક્ષો વાવીને ’શ્રી રામ મારૂતી વન” નિર્માણ કરાયું. રાજયસભાના સાંસદ તથા બ્રહમસમાજ અગ્રણી મારૂતી કુરીયરવાળા રામભાઈ મોકરીયા અવારનવાર દર્દીનારાયણ-દરીદ્રનારાયણની સેવા, વૃક્ષારોપણ જેવા અનેકવિધ સેવાકીય કાર્યો કરતા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદશ્રી રામભાઈ મોકરીયા પોતાના 66 માં જન્મદિને સદભાવના વૃધ્ધાશ્રમની ટીમને સાથે રાખીને જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી 21000 વૃક્ષો પીંજરા સાથે વાવીને વૃક્ષોનો ઉછેર કરાશે. દેશી પ્રકૃતિના અને પશુ-પક્ષીઓને જેમાંથી ખોરાક મળી રહે તેવા વડ, પીપળો જેવા 150 થી વધુ જાતના ગુજરાતમાં થતા તમામ વૃક્ષોનું વાવેતર વિદ્ધવાન બ્રાહમણો દ્વારા મંત્રોચ્ચાર કરીને વિધીવત રીતે રામભાઈ દ્વારા પીંજરા સાથે 11 વૃક્ષો વાવીને સમાજને અર્પણ કરવામાં આવ્યા છે. મીયાવાકી જંગલ ’શ્રી રામ મારૂતી વન”નું નામકરણ કરવામાં આવ્યું છે. મીયાવાકી પધ્ધતિથી વૃક્ષો વાવવાથી પશુ-પક્ષીઓ માટેનો 200 વર્ષ માટેનો સ્વતંત્ર ચબૂતરો બનશે એટલે કે તેમાંથી પશુ-પક્ષીઓને ખોરાક અને રહેઠાણ મળી શકશે.

મિયાવાકી એક જાપાનીઝ પધ્ધતિ છે જેના દ્વારા વૃક્ષો ખૂબ ઝડપથી ગાડવામાં આવે છે. સામાન્ય રીતે જંગલ બનતા 200 થી 250 વર્ષનો સમય લાગે છે, પરંતુ મિયાવાકી ટેકનોલોજી દ્વારા 25 થી 30 વર્ષમાં આ ગાઢ જંગલ તૈયાર થઈ જશે. ભારતમાં તેલંગણામાં જંગલ બનાવવા માટે મિયાવાડી ટેકનીકનો ઉપયોગ થયો હતો. સૌરાષ્ટ્રમાં પણ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા મીયાવાંકી જંગલનો પ્રોજેકટ ખૂબ મોટાપાયે પુરજોશમાં ચાલી રહયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.